જામનગરમાં એક મહિના પહેલા ભેદ ઉકેલાયો છે. 12 વર્ષીય તરુણનું ગુપ્તાંગ કાપીને કરપીણ હત્યા કરનાર આરોપી ઝડપાયો છે. અત્યારના બનાવમાં LCBની ટીમે તપાસ કરતા પિતાશ પુત્રનો હથિયારો નીકળ્યો હતો. પ્રેમ સંબંધની જાણ થતા તરુણની હત્યા કર્યાનું તપાસમાં ખુલ્યું હતું.
શું બની હતી ઘટના ??
પ્રાપ્ત વિગતો અનુસાર ૭ ડીસેમ્બરના રોજ જામનગર તાલુકાના પસાયા બેરાજા ગામના વાડી વિસ્તારમાં તરુણનો મૃતદેહ મળી આવ્યો હતો. ખેતમજુરી કરતા આદિવાસી પરિવારના ૧૨ વર્ષીય પંકજ કાળુભાઈ ડામોરની કોઈ શખ્સો દ્વારા માથા તેમજ શરીર પર આડેધડ તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી અને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. વધુમાં આ તરુણની હત્યામાં સૌથી ચોકાવનારી બાબત એ છે કે તેનું ગુપ્તાંગ પણ કાપી નાખવામાં આવ્યું હતું. આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. ત્યારબાદ એલસીબીની ટીમ દ્વારા પસાયા બેરાજામાં રહેતા અને મજુરી કામ કરતા શખ્સની પુછપરછ કરવામાં આવી હતી.
હત્યાના બનાવમાં જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સુચનાથી ડીવાયએસપી ડી.પી.વાઘેલાના માર્ગદર્શન હેઠળ LCB પીઆઈ જે.વી.ચૌધરી તથા ટીમે તપાસ હાથ ધરી હતી. પસાયા બેરાજામાં ખેતમજુરી કરતા હેમંત અપ્પુભાઈ વાખલા નામના શખ્સની આગવી ઢબે પુછપરછ કરતા ભાંડો ફૂટ્યો અને જાણવા મળ્યું કે પ્રેમ સબંધમાં યુવતીના પ્રેમીનો પિતા એ જ પુત્રની હત્યા કરી હતી.
મધ્યપ્રદેશના વતની અને પસાયા બેરાજામાં ખેતમજુરી કરતા હેમંત અપ્પુભાઈ વાખલા નામના શખ્સની આગવી ઢબે પુછપરછ કરતા હેમંત ભાંગી પડ્યો હતો અને તેના પુત્ર દિવ્યેશ વાખલાને કાળુંભાઈ ડામોરની પુત્રી સાથે પ્રેમસંબંધ હોવાની જાણ યુવતીના ભાઈ પંકજ ડામોર ઉ.12 ને થઇ જતા હેમંતે પંકજને આ પ્રેમ સંબંધની જાણ કોઈને ન કરવા સમજાવ્યો છતાં સમજતો ન હતો જેથી હેમંતે પંકજ ઉપર ધરિયા વડે માથામાંજીવલેણ હુમલો કરીને અને ગુપ્તાંગ કાપીને હત્યા નીપજાવી લાશને વાડી વિસ્તારમાં ફેકી દીધો હતો. ત્યારે જામનગર એલસીબીએ આરોપી હેમંતની ધરપકડ કરી હતી.