શીતળા માતાના એક હાથમાં સાવરણી છે અને બીજા હાથમાં શુદ્ધ- પાણી ભરેલું વાસણ છે અને તે ગધેડા પર સવાર છે, આની પછાડ વૈજ્ઞાનિક મહત્વ છુપાયેલું છે જે ઘણા લોકો ને ખ્યાલ નથી ચાલો આજે જાણીય એનું મહત્વ
એક હાથમાં સાવરણી શું સૂચવે છે?
સાવરણી સ્વછતાનું પ્રતિક છે જે સૂચવે છે આપણી આજુ બાજુના વિસ્તાર સ્વછ રાખવો જોય સાથે મન પણ ચોખૂ રાખવું જોય જ્યાં ગંદકી દેખાય ત્યાં સ્વછ કરવું એ દરેક માણસની ફરજ છે સાથે મન સ્વછ રાખવાથી બધા કામ સફળતા પૂર્વક પૂર્ણ થાય છે. આ એક ધર્મ છે જેના આજે એક વિજ્ઞાન સાથે જોડી ધીધુ છે જેથી કરીને બધા લોકો એનું માન રાખે અને સમજી ને પ્રદુષણ ના કરે.
બીજા હાથમાં પાણી ભરેલો કુંભ છે
માનવીને કુદરતની વસ્તુની કદર નથી ત્યારે આ સ્વછ પાણી ભરેલો કુંભએ સૂચવે છે કે પાણીનો બગાડ ના કરવો જોય હિન્દુ ધર્મ અનુસાર પાણીને જળ દેવતા માનવમાં આવે છે. વિજ્ઞાનના અનુસાર પાણી એક જીવન છે જેથી કરીને સ્વછ રાખવું એ બધાની જવાબદારી છે સાથે વિજ્ઞાનના કહવા મુજબ મોટા ભાગની બીમારી ગંદા પાણીથી થાય છે જો પાણી ચોખૂ તો બીમારી થી દૂર.
શીતળા માતાનું વાહન ગધેડો શું સૂચવે છે?
માણસોનું વાહન મોટર, સ્કૂટર એવા હોય છે જ્યારે દેવી દેવતનું વાહન પ્રાણી હોય છે જે બધાનું અલગ અલગ હોય છે, ઉંદર(ગણપતિ), સિંહ(પાર્વતી માતા), બળદ(ભગવાન શિવ), મોર (ભગવાન કાર્તિક) એવી જ રીતે ગધેડો શીતળા માતાનું વાહન છે.