- તાજેતરમાં જાહેર થયેલાં એક કરોડ ચોત્રીસ લાખ ગુપ્ત દસ્તાવેજોને ‘પેરેડાઇઝ પેપર્સ લીક’ નામે ઓળખવામાં આવ્યા છે. તેમાંના મોટાભાગના ઑફશોર ફાઇનાન્સનું કામ (વિદેશમાં રોકાણો) કરતી મોખરાની એક કંપની મારફતે મેળવવામાં આવ્યા છે. ગત વર્ષના પનામા પેપર્સ લીકની જેમ, આ વખતે જર્મનીના અખબાર જૂથ ‘જ્યૂડ ડૉયચે ત્સાઇતુંગે’ આ દસ્તાવેજો મેળવ્યા કર્યા હતા. આ દસ્તાવેજોની તપાસ ઇન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઑફ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ (ICIJ) ની દેખરેખ હેઠળ થઈ છે. આ દસ્તાવેજોની ચકાસણીમાં સામેલ મીડિયા સંસ્થાઓમાં ‘ધ ગાર્ડીઅન’નો પણ સમાવેશ થાય છે. મોટાભાગના વ્યવહારો એવું દર્શાવે છે કે કાયદાની પરિભાષામાં કશું ખોટું નથી થયું. ટેક્ષ હેવન તરીકે જાણીતા સ્થળોના દરવાજા બંધ કરવાને પ્રચારનો એક ભાગ બનાવી ચૂકેલા કેનેડીયન વડાપ્રધાન જસ્ટીન ટ્રૂડોનો એક ખાસ મદદનીશનું નામ પણ આમાં સંડોવાયું છે. આમ કરવાથી દેશને કરવેરાના રૂપમાં લાખો ડોલરનો ચૂનો લાગી શકે છે. પેરેડાઇઝ પેપર્સ એ પણ દર્શાવે છે કે ક્વીનનાં દસ મિલિયન પાઉન્ડનું રોકાણ કેવી રીતે વિદેશમાં કરવામાં આવ્યું.
Trending
- ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ બંધાઈ લગ્નના તાંતણે, જુઓ પહેલી તસ્વીર
- Honda એ નવા અપડેટ સાથે લોન્ચ કરી ન્યુ Honda SP125, જાણો કિંમત અને ફીચર્સ…
- Sachet-Paramparaના ઘરે ગુંજી કિલકારી, કપલએ શેર કરી બાળકની ઝલક
- અમદાવાદ : પાર્સલ બ્લાસ્ટના ષડયંત્રનો પર્દાફાશ, બેની ધરપકડ
- સાડી ઉદ્યોગનું પ્રદુષિત પાણી દરિયામાં છોડવાની યોજના સામે પોરબંદરવાસીઓનો વિરોધ
- સુરત-બેંગકોકની ફ્લાઇટ એટલે સુરતી ‘બેવડાઓ’ માટે મોજે દરીયા
- એક કરોડના કેટામાઈન ડ્રગ્સ સાથે દિલ્લી અને બેંગ્લોરથી ચાર શખ્સોની ધરપકડ
- સૌરાષ્ટ્ર-કચ્છમાં 11 સહિત રાજ્યમાં નવા 24 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરાશે