તજએ ભોજનમાં મસાલારુપે ઉપયોગમાં લેવામાં આવે છે. અને તજ વગરની રસોઇ જાણે ફિકી છે તેવો સ્વાદ આવે છે ત્યારે આ તજ ભોજનમાં માત્ર સ્વાદ માટે જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ઘણું ઉપયોગી છે તો આવો જાણીએ તજના એવા ઉપયોગ જે આપે છે સારુ સ્વસ્થ્ય તજને દુધમાં ભેળવીને પીવાથી સ્વાસ્થ્યને બે ગણો લાભ થાય છે. તજનાં સુકા પત્તા, અને છાલ મસાલા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. જેનાથી મેદસ્વીતા દૂર થાય છે. તેમજ અનેક બીમારીઓમાં પણ મદદરુપ થાય છે તજ સાથે મધ લેવાથી હદ્ય રોગમાં ફાયદો થાય છે તેમજ કોલેસ્ટ્રોલ, ચામડીનાં રોગ શર્દી અને પેટને સંબંધીત બીમારીમાં પણ લાભદાઇ નીવડે છે.
અત્યારનાં વાયરસ વાતાવરણમાં દૂધમાં મધ અને તજનો પાઉડર ઉમેરી લેવાથી ગુણકારી સાબિત થાય છે. ત્યારે મધ સાથે પાણીમાં બે ચમચી તજ પાઉડર લેવાથી મેદસ્વીતા ઘટે છે ગળું ખરાબ થયુ હોય ત્યારે તજ પાઉડર સાથે મરીનો ભુક્કો મિક્ષ કરી ગરમ પાણી સાથે લેવાથી રાહત મળે છે. નીયમિત રીતે નવસેકા પાણી સાથે તજ પાઉડર લેવાથી સાંધાના દુ:ખાવામાં આરામ મળે છે. આ ઉપરાંત તમે તજ પાઉડરને મધ સાથે મીક્ષ કરી શરીરમાં જ્યાં દુ:ખાવો થતો હોય ત્યાં હળવા હાથે માલીશ કરવાથી તમને આરામ અનુભવાશે. તેમજ કબજીયાત, ગેસ, અપચા જેવા સામાન્ય દર્દમાં પણ તજનો ઉપયોગ ગુણકારી સાબિત થાય છે. તો આમ તજએ માત્ર સ્વાદ માટે જ નહીં પરંતુ તજનું તેજ આપણા સ્વાસ્થ્ય માટે પણ લાભદાઇ સાબિત થાય છે.