તાજેતરમાં જ ૭૪માં સ્વાતંત્ર પર્વની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવી જેમાં કેપ્ટન જે.જે.એકેડમી દ્વારા સૌપ્રથમ રાષ્ટ્રીય કક્ષાની ઓનલાઈન વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજકોટની મોદી સ્કુલની તમામ બ્રાંચનાં વિદ્યાર્થીઓએ ભાગ લઈને આ હરીફાઈમાં મોદી સ્કુલનો ડંકો વગાડયો હતો. તેમાં ધો.૫ થી ૮ ગુજરાતી માધ્યમ પ્રાથમિક કક્ષાની કેટેગરી સ્પર્ધામાં પટેલ પ્રયાગરાજે પાંચમો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. આસોદરીયા યુગ, આસોદરીયા યશ્વી બંનેને ઈનોવેશન આઈડીયા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા ઉપરાંત સેક્ધડરી લેવલ ધો.૯ થી ૧૦ ગુજરાતી માધ્યમમાં પોપટ શ્રેયાએ ચતુર્થ સ્થાન અને કાપડી ઋષિએ ઈનોવેશન આઈડીયા માટે પ્રોત્સાહિત ઈનામ પ્રાપ્ત કર્યું હતું. બેઈઝ ઓફ રેકોગ્નાઈઝમાં ધો.૯ થી ૧૦ ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓમાં ગણાત્રા નંદિની, કણસાગરા ઘ્વનિ, ખારચલીયા ઈશા તથા ધો.૧૧ ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની વોરા દિશિતાએ સ્થાન મેળવેલ છે. આ દરેક વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા તથા ખારચલીયા ઈશાને ઈનોવેશન આઈડિયા માટે નવાજવામાં આવ્યા હતા. આ દરેક વિદ્યાર્થીઓએ શાળા તથા પરિવારનું નામ રોશન કર્યું હતું. આ દરેક વિદ્યાર્થીની સફળતાને બિરદાવતા શાળાના મેનેજીંગ ટ્રસ્ટી ડો.આર.પી.મોદી, આચાર્યો તથા શાળા પરિવારે ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને આજના દિવસે કામકાજમાં સફળતા મળે, તમારા ક્ષેત્રમાં આગળ વધી શકો, પ્રગતિ થાય.
- ગૂગલ પર maha kumbh સર્ચ કરતાં થશે જાદુ
- Alert, alert, alert…NASA નું એલર્ટ સિસ્ટમ થયું એક્ટીવ
- ઉમરગામ : સ્ટેશન ખાતે સ્ટોપેજ માટે કરેલ લેખિત રજુઆત ફળી
- વડનગરમાં ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે ઐતિહાસિક મ્યુઝિયમનું લોકાર્પણ
- વડીલ કે કોર્પોરેટરને ‘પ્રમુખ પદ’ નહીં આપવાની ભાજપની ગંભીર વિચારણા
- શું તમને પણ જમ્યા પછી તરત ચાલવાની ટેવ હોય તો ચેતજો!
- વિક્રમોની વણઝાર સાથે આયર્લેન્ડને કલીન સ્વીપ કરતી ભારતીય વિરાંગનાઓ