ઓખા બેટ દ્વારકા વચ્ચ્ચે કેબલ સ્ટેન્ડ ઝુલતા પુલને કેન્દ્ર સરકારે મંજુરી આપી દીધી છે.આ પુલને બનાવવા કેન્દ્ર સરકાર દ્વારા અંદાજીત ૯૬૨ કરોડના ખર્ચે આ બ્રીજ બનશે.૧૦૦ ટકા ખર્ચ કેન્દ્ર સરકાર જ કરશે એવું નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.આ પુલનું નામ સિગ્નેચર બ્રિજ અપાશે.આ બ્રિજનું કામ ૩૦ મહિનામાં પૂરું કરવાનું સરકારનું આયોજન છે.ખાસ નવાઈની વાત તો એછે કે આ બ્રીજ દેશનો સૌથી મોટો ઝૂલતો પુલ બનશે.
આ બ્રિજની લંબાઈની વાત કરવામાં આવે તો આ બ્રિજની લંબાઈ ૩.૭૫ કિલોમીટર છે.સ્થાનિક ૮ હજાર રહીશોને દ્વારકાથી ઓખા જવા માટે ફરજીયાત હોડીનો જ ઉપયોગ કરવો પડતો હતો.પરંતુ આ પુલ બનીગયા પછી સ્થાનિક રહીશોને કાયમની માટે શાંતિ થઈ જશે.તેમજ યાત્રાળુને પણ ઘણો જ ફાયદો થશે.