ગોંડલ નાં સોવર્ષ થી પણ જુના રાજાશાહી સમય ના બન્ને પુલ ની હાલત જર્જરીત બની હોય હાઇકોર્ટ ના નિર્દેશ મુજબ હાલ લોડ ટેસ્ટિંગ ચાલુ હોય પાંજરાપોળ ના પુલ બાદ હવે સેન્ટ્રલ સિનેમાથી સિવિલ હોસ્પિટલ તરફ જતા પુલ નુ લોડ ટેસ્ટિંગ શરુ કરાતા તા.1/12/23 થી તા.5/12/23 સુધી પાંચ દિવસ માટે લાઇટ મોટર વ્હિકલ સહિત તમામ પ્રકાર ના વાહનો ની અવરજવર બંધ કરવા કલેકટર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ થતા પરીવહન માટે મહત્વ નો ગણાતો આ પુલ આજથી પાંચ દિવસ માટે બંધ કરાયો છે.
લોડ ટેસ્ટીંગ કામગીરી શરુ પુલનું ભાવિ થશે ‘નકકી’
સિવિલ હોસ્પિટલ, ભગવતપરા અને પોલીસ સ્ટેશન જવા આ પુલ મુખ્ય ગણાય છે.ત્યારે સૌથી મોટી સમસ્યા સિવિલ હોસ્પિટલ ના દર્દીઓ માટે સર્જાઇ છે.હોસ્પિટલ મા સેવા આપતા શિવમ સાર્વજનિક ટ્રસ્ટ ના દિનેશભાઈ માધડે ચિફ ઓફિસર ને આવેદનપત્ર આપી સમસ્યા રજુ કરી હતી તેમણે કહ્યુ કે હોસ્પિટલ વાળો પુલ બંધ કરાતા ઈમરજન્સી મા 108 કે અન્ય એમ્બ્યુલન્સ મા લવાતા દર્દીઓ ને છેક પાંજરાપોળ, મોવિયા ચોકડી પરથી હોસ્પિટલ પહોંચાડવા પડશે.એક પુલ બંધ થવાથી પાંજરાપોળ ના પુલ પર ટ્રાફિક જામ ની સ્થિતી સર્જાશે,
આવા સંજોગો મા ટ્રાફિક જામ વચ્ચે ફસાયેલી એમ્બ્યુલન્સ મા દર્દીઓ ની હાલત કફોડી થવા સાથે જોખમ સર્જાતુ હોય છે. શિવમ સાર્વજનિક ટ્રસ્ટ ની રજુઆત છતા લોડ ટેસ્ટિંગ કરવાનુ હોય પાંચ દિવસ માટે પુલ બંધ કરાયો છે.આ પુલ બંધ થતા મોટો વિસ્તાર ધરાવતા ભગવતપરા સહિત ની સોસાયટીઓ,પોલીસ મથક,એસઆરપી કેમ્પ, સિવિલ હોસ્પિટલ, બાલાશ્રમ સહિત તરફ ની રોજીંદી અવરજવર ને ભારે અસર પડશે.અલબત્ત પાંજરાપોળ પુલ થી ડાયવર્ઝન કઢાયુ છે પણ દોઢ થી બે કી.મી.નુ અંતર કાપવુ પડે તેવી હાલત સર્જાઇ છે.