માધવપુર અને પાતા વચ્ચે આવેલ મઘુવંતી નદીનો પુલ ઘણા સમયથી પુલ ધરાશાઈ થઇ ગયો હોવા છતાં ખેડૂતોએ વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ જ પગલાં લેવાતા ન હોવાથી ખેડુતોમાં નિરાશા જોવા મળી.ખેડૂતો દ્વારા અનેક વાર તંત્ર ને રાજુઆત કરવા છતાં પણ જવાબદાર તંત્ર દ્વારા કોઈ જ યોગ્ય જવાબ આપવામાં આવતો નથી.
ત્યારે માધવપુર થી પાતા જતા રસ્તા પર આવેલ તે પુલ ધરાશાઈ થઈ ગયો હોય ત્યારે ખેડુતો ને જાવા આવા માં મુશ્કેલી નો સામનો કરવો પડે છે તેમજ નવી નદી નો પોલ ચાર ગામો ના ખેડુતોને આવા જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે જેમ કે, માધવપુર.પાતા ચિગરિયા.
મંડેર જવા ગામો નો રસ્તો ત્યાંથી પસાર થતો હોય ત્યારે ખેડૂતોને નદી માંથી પસાર થવું પડે છે.ત્યારે અવાર નવાર અનેક અધિકારીને મૌખિત રજૂઆત કરવામાં આવી ત્યારે તેઓ એક બીજા પર ઢોળીને પોતાની જવાબદારી નિભાવતાના હોય તેવું લાગી રહ્યું છે.