ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન સવારથી જ શરુ થઈ ચુક્યું છે. લોકો ઉત્સાહભેર મતદાન કરવા માટે જઈ રહ્યા છે. બીજા તબક્કામાં ૩ વાગ્યા સુધીમાં ૫૦.૫૧ % મતદાન થયું છે. લોકો પોતાની પોતાની નૈતિક ફરજ સમજીને કોઈ પણ પરીસ્થિતમાં મતદાન કરવા પહોંચી રહ્યા છે. ત્યારે સાબરકાંઠામાં પણ વરરાજાએ લગ્ન કર્યા પહેલા મતદાનને પોતાની પ્રાથમિકતા સમજીને મતદાન કરવા પાહોંચ્યો હતો.
મળતી માહિતી મુજબ આ ઘટના સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકાની છે. સાબરકાંઠામાં ૩ વાગ્યા સુધીમાં ૫૭.૨૩ ટકા મતદાન થયું છે. વહેલી સવારથી જ લોકો મતદાન કરવા માટે ઉત્સાહિત છે. ત્યારે ઇડરના એક વરરાજાએ પારંપરિક પૌશાક પહેરીને મતદાન કર્યું હતું.
સાબરકાંઠામાં લોકશાહીના પર્વની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી રહી છે. વરરાજાએ લગ્ન પહેલા મતદાન કર્યું હતુ. ઈડર જવાનાપુરા વિસ્તારમા વરરાજાએ પરિવાર સાથે મતદાન મથકે પહોચી મતદાન કર્યું હતું. વરરાજાનું નામ કનિક્ષભાઈ સોની છે જેને વોર્ડ નંબર 2માં મતદાન કર્યું હતું. મતદાન બાદ વરરાજા ચાલ્યા પરણવા.
હિંમત નગરની હિંમત કોલેજમાં વરરાજાએ કર્યું’તું મતદાન
હિંમતનગરની હિમ્મત હાઈસ્કૂલમાં વરરાજાએ મતદાન કર્યું. લોકશાહીના પર્વનું મહત્ત્વ સમજાવ્યું. લગ્નની જાન પરણવા જતા પહેલા વરરાજાએ મતદાન કર્યું.