રાજયસભામાં ભ્રષ્ટાચાર નિવારણ સુધારા ખરડો પસાર થયો

વર્ષ ૨૦૧૩માં યુપીએ સરકાર દ્વારા રજુ કરવામાં આવેલ ભ્રષ્ટાચાર નિવારણ સુધારા ખરડાને રાજયસભામાં પસાર કરવામાં આવ્યો છે. કાયદામાં સુધારા બાદ હવે લાંચ લેનાર તો ઠીક લાંચ આપનારને પણ સાત વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી છે.

ગુરુવારે રાજયસભામાં ધ પ્રિવેન્શન ઓફ કરપ્શન સુધારા બીલ ૨૦૧૩ને પસાર કરવામાં આવ્યું હતું. આ પૂર્વે ભ્રષ્ટાચાર સુધારા બીલમાં ૪૩ જેટલા સુધારા સુચવવામાં આવ્યા હતા જે ફેરફારો સાથે ભ્રષ્ટાચાર સુધારા બીલમાં જાહેર સેવકો સામે લાંચ કેસમાં પગલા ભરવાની સતા લોકપાલ અને લોકાયુકતને આપવામાં આવી છે.

ભ્રષ્ટાચાર નિવારણ સુધારા બીલની જોગવાઈ મુજબ લાંચ માંગનાર અને લાંચ આપનાર બંને વિરુઘ્ધ કાયદો મજબુત કરવામાં આવ્યો છે જે અન્વ્યે જો લાંચની રકમ મેળવનાર બે અઠવાડીયાના સમયમાં ઓથોરીટી સમક્ષ જે કોઈ વ્યકિતને લાંચ આપી હોય તેને જાહેર કરે તો લાંચ આપવા બદલ આવી વ્યકિત વિરુઘ્ધ કાનુની કાર્યવાહી કરી સાત વર્ષ સુધીની સજાની જોગવાઈ કરવામાં આવી છે.

વધુમાં સુધારા કાયદા અંતર્ગત મહત્વના ફેરફાર‚પે લાંચ આપનાર સાત દિવસના સમયગાળામાં વધારો કરી બે સપ્તાહ સુધી લાંચ આપવાની ફરજ પાડવા અંગે નિર્ણય લેવાશે સાથો સાથ વિશેષ ન્યાયાધીશને બદલે સેશન્સ ન્યાયાધીશ દ્વારા ભ્રષ્ટાચાર દ્વારા મેળવેલી સંપતિ અને અપ્રમાણસર મેળવેલી મિલકતો અંગેનો કેસ ચલાવી શકાશે.

વધુમાં રાજયસભામાં પસાર થયેલ ભ્રષ્ટાચાર નિવારણ સુધારા ખરડાને સંસદના ચોમાસુ સત્ર દરમિયાન સોમવારે કે મંગળવારે લોકસભામાં રજુ કરવામાં આવે તેવી શકયતા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે રાજયસભામાં ભ્રષ્ટાચાર નિવારણ સુધારા ખરડો પસાર થવા સમયે કોંગ્રેસ દ્વારા લોકપાલ અને લોકાયુકિતની નિમણુકમાં વિલંબ મામલે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા જેને પગલે આગામી સાત દિવસમાં વડાપ્રધાનની આગેવાની હેઠળ પાંચ થી સાત સભ્યોની કમિટી બનાવવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.