ગીર ગાયના સંવર્ધન માટે ‘બ્રાઝિલીયન બીજ’ સામે વિરોધ ઉઠતા આ બીજ નહીં મંગાવવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની કેન્દ્ર સરકારને રજૂઆત
સૌરાષ્ટ્રની ઓળખ સમાન ગરવાગિરની ગિર પ્રજાતિની ગાયો તેની વધુ દુધ આપવાની ક્ષમતા સહિતની આગવી વિશેષતાના કારણે જગવિખ્યાત છે. આવી ગિર ગાયોની પ્રજાતિ નબળી પડી રહી હોય આ નસલને ફરીથી મજબુત બનાવવા કેન્દ્રની મોદી સરકારે તાજેતરમાં બ્રાઝીલથી ગીર પ્રજાતિના એક લાખ બીજ મંગાવવાનો નિર્ણય કર્યો છે.
આ બીજ ગીર નસલ માટે નુકશાનકારક હોય તેની સામે પશુપાલકોથી માંડીને પશુનિષ્ણાંતોએ વિરોધ કર્યો હતો. જેથી સંવેદનશીલ ગણાતી રાજયની રૂપાણી સરકારે આ નિર્ણયને રદ કરવા કેન્દ્ર સરકારને રજૂઆત કરી છે. જયારે બીજી તરફ રાષ્ટ્રીય કામઘેનુ આયોગે ગિર નસલના બીજની અમેરિકામાં ભારે માંગ હોય આ નસલના બીજને નિકાસ કરવા વિચારણા હાથ ધરી છે.
ભારતની ગૌ સંસ્કૃતિ આદિકાળથી વિશ્ર્વ માટે પ્રેરક રહી છે. દાયકાઓ પહેલા ભાવનગરના મહારાજા દ્વારા અપાયેલી ગીર ગાય અને ધણખુંટની ભેટથી બ્રાઝીલમાં સમૃધ્ધિના ભંડાર ભરાયા છે. અને જે ગીરગાયનું મૂળ છે. તેવું સૌરાષ્ટ્ર અને ખાસ કરીને ગીરમાં ગીરની અસલનસલની ગાયો અત્યારે સંખ્યાની રીતે ખૂબજ ઓછી થઈ ગઈ છે. ત્યારે ગીરગાયોના જતન સંવર્ધન માટે બ્રાઝીલના ધણખૂંટોના બીજો ભારતમાં લાવવાની હિમાયતનો ખેડુતોને ખાસ કરીને ગીરગાયના પશુપાલકઓના ભારે વિરોધના પગલે બ્રાઝીલથી ગીર ઔલાદના ઘણખૂંટોનું બીજ ન લાવવાનું સરકારે નકકી કર્યું છે.
ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ પાણીએ કેન્દ્ર સરકારને પત્ર પાઠવી ગીરગાયના સંવર્ધન માટે બ્રાઝીલીયન ગીર ધરખૂંટના બીજનો ૧ લાખ ડોઝ મંગાવવાના નિર્ણયને રદ કરવા વિનંતી કરી હતી. કેન્દ્ર સરકારે ગીર અને ગુજરાતમાં ગીર ઓલાદની ગાયોનું રક્ષણ, સંવધન માટે સતત પ્રયત્નશીલ છે. ગીર ગાયના મૂળ વતન ગીર અને આસપાસ ગીર ઔલાદના ગાયો વધે તે માટે સરકારે સતત પ્રયત્નશીલ છે. ૧૮મી સદીમાં ભાવનગરનાં મહારાજાએ ગીરગાયની જોડી અને ધણખૂંટની બ્રાઝીલને ભેટ આપી હતી અને બ્રાઝીલમાં અત્યારે ગીર ઔલાદની નસલ કરોડોમાં પહોચી છે.ગીરના ખેડુતોએ ગીરગાયના સંવધન માટે બ્રાઝીલથી બીજ મંગાવવાનાં પ્રસ્તાવનો વિરોધ કરી ગીરગાયની મૂળ નસલમાં સંક્રમણ ન થાય તેની ચીવટ રાખવા માંગ ઉઠાવી છે. રાષ્ટ્રીય જીવસરક્ષણ અભિયાન ગુજરાત રાજય ગૌ સેવા આયોગ અને ગીર કાકરેજ ગોપાલક સંઘના સભ્યો કેન્દ્રીય કૃષિમંત્રી ગિરીરાજસિંહને મળીને બ્રાઝીલના ખૂંટનું બીજ મંગાવવાનું નિર્ણય રદ કરવા માંગ કરી છે. આપ્રતિનિધિએ જણાવ્યું હતુ કે બ્રાઝીલથી આવનાર બીજનું ઉપયોગ કરવાથી ગીરગાયની મૂળભૂત નસલ જોખમમાં મૂકાઈ જશે અને તેની ગુણવતા નષ્ટ થશે.
રાજયના ગૌ સર્ંવધન અને ગૌવિકાસના મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતુ કે અમે ભારત સરકારે સાથે ગાય પશુપાલક અને ખેડુતોની લાગણી અંગે સતત પરામર્શ કરી રહ્યા છીએ તેઓ નથી ઈચ્છતા કે ગીરગાયો માટે કોઈપણ વિદેશ બીજ ભારતમાં આવે અને સરકાર પણ રાજયમા જ ગીરગાયના સંવર્ધન માટે શુ કરવું જોઈએ તે વિચારી રહી છે. મુખ્યમંત્રીએ પણ ખેડુતો અને ગૌપાલકોની લાગણી ધ્યાનમાં રાખવા પત્ર પાઠવી વિનંતી કરી છે.
૨૦૧૭માં સરકારે બ્રાઝીલમાંથી ગીર ઔલાદના બીજના ડોઝ મંગાવવાનું નકકી કરવામાં આવ્યું હતુ ભારતમાં જીનોમિક કેન્દ્ર બનાવી વિશ્ર્વની અલભ્ય એવી પ્રજાતિને સ્વરક્ષીત કરવાનો હેતુ હતો ગીરગાય વિશ્ર્વની સાત એવી દુર્લભ પ્રજાતિઓમાંની ગુણવતા સભર અલભ્ય માનવામાં આવે છે. ગીરગાય ભારતમાં ઝેબુ પ્રજાતિની મૂળભૂત નસલમાંથી ઉતરી આવેલી પ્રજાતિ છે જે અત્યારે દક્ષિણ અમેરિકામાં ખૂબજ વધુ દુધનું ઉત્પાદન આપનારી પ્રજાતી છે. ગીરગાય માટે ભારતમાંથી મોકલવામાં આવેલી બ્રાઝીલની ગીર ગાયોનું બીજ પાછુ મંગાવવાની ગતિવિધિઓનો ભારે વિરોધ ઉઠતા ગુજરાત સરકારે ખેડુતો અને ગૌપાલકોની લાગણીને માન આપી ગીરગાયો માટે બ્રાઝીલના ધણખુંટોનું બીજ મંગાવવાનો વિચાર પડતો મૂકવા સરકારને રજૂઆત કરી છે.
એક તરફ ગોપાલકો અને ગુજરાતના ખેડુતો ગીરની ગાયો માટે બ્રાઝીલથી બીજ મંગાવવા સામે વિરોધનો હથિયાર ઉપાડી ચુકયા છે. ત્યારે બીજી તરફ ગુજરાતના ગીર વંશના ધણ ખુંટોનું બીજ અમેરિકા મોકલવાની ગતિવિધી શરુ થઇ છે. રાષ્ટ્રીય કામધેનુ આયોગ ચેરમેન વલ્લભભાઇ કથીરીયા એ જણાવ્યું હતું કે તેમણે અમેરિકાના ટેલીફોડિંયા અને ટેકસાસના ગોપાલકોને મળ્યા હતા. તેઓ ગીર ધણ ખુંટનું બીજ મેળવવા ભારે ઉત્સાહીત છે. કથીરીયાએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત સરકાર અને અમેરિકાના સત્તાધીશો ટુંક સમયમાં જ આ મુદ્દે હસ્તાક્ષર કરીને ગીર ધણ ખુંટના બીજ સાથે જરસી ગાયોના સંક્રમણ માટે હાથ મિલાવશે.
કામધેનું આયોગના પ્રતિનિધિઓ અમેરિકા ગયા ત્યારે અમેરિકામાં ગીર ઔલાદની ખુબ મોટાપાયે હોવાનું જાણમાં આવ્યું હતું. ગીર ગાયનું દુધ ઉત્પાદન સરેરાશ આયુષ્ય પંદર વર્ષ સરેરાશ જીવન દુધ ઉત્પાદન માટે ખુબ જ સારુ માનવામાં આવે છે.
અમેરિકાના સંશોધકો વિજ્ઞાનિકો અને પશુપાલકો આ મુદ્દે ભારત સાથે છેલ્લા છ વરસથી સતત સંપર્કમાં છે ભારતની ગાયોમાં રોગચાળા સામે ઝઝુમવા સૌથી વધુ રોગ પ્રતિકારક શકિત અને ભારતની ગાયોને સાચવવામાં ઓછો ખર્ચ આવે છે. કથીરીયાએ દાવો કર્યો હતો કે જસ્સી ગાયોની ત્રણ કે ચાર પેઢી ની નસલ દૂધ ઉત્પાદક બની રહે છે. તેમને ભારતીય દેશી ગાયોમાં પરાવર્તતી કરવાથી બીજા ક્રમનું ઉત્પાદન મળી શકે છે. પહેલી પેઢીમાં ૫૦ ટકા થી ૮૭ ટકા બીજી અને ત્રીજી પેઢીમાં દુધ ઉત્પાદન ધટતું જાય છે. પરંતુ ભારતની ગાયોજીવન ભર ૯૦ ટકા થી વધુ દુધનું ઉત્પાદન આપે છે ભારતીય ગાયોની આ લાક્ષણિતાથી વિશ્ર્વભરમાં તેથી માંગ ઉભી થઇ છે.
અમેરિકામાં તો ભારતીય ગાયોના બીજનું સંક્રમણ શરુ થઇ ગયું છે. અત્યારે ભારતીય ગાયના બીજનું એ ડોઝની કિંમત રૂ ૧૦૦૦ થી ૧૫૦૦ પિયા ચાલે છે. વિદેશમાં તેની કિંમત ૫૦૦૦ રૂ થી વધુ થવા જઇ રહી છે. ગીર ગાયોઓનું બીજ અમેરિકામાં મોકલવાનું આ પ્રોજેકટ આગામી ત્રણ થી ચાર મહીનામાં શરુ થશે.
બ્રાઝીલના ધટ ખુંટનું બીજ આપણી નસલ માટે ઘાતક રાષ્ટ્રીય કામધેનું આયોગના ચેરમેન ડો. વલ્લભભાઇ કથીરીયાએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર બ્રાઝીલના ધણખુંટનું બીજ લાવવાનું વિચારી રહી છે પરંતુ બ્રાઝીલનું આ બીજ દેશી ગાયોને માટે નુકશાન કારક છે આ પ્રોજેકટ દેશના હિતમાં નથી બ્રાઝીલની ગાયોને દુધ માંસ ઉત્પાદનની દ્રષ્ટિએ મુલવવામાં આવે છે જયારે આપણી સંસ્કૃતિ દુધની ગુણવત્તામાં માને છે. બ્રાઝીલ જે બીજ મોકલવાનું તે ગીર નસલ નવી પ્રજાતિનું હશે આપણે તો અહીં ગીરની મુળભુત પ્રજાતિને સાચવવાની છે.