મેનેજમેન્ટ અને કોમર્સના વિદ્યાર્થીઓને પ્લાનિંગ,ઓર્ગેનાઇઝિંગ,સ્ટાફિંગનું પ્રેક્ટીકલ જ્ઞાન પીરસાયું

90 વિદ્યાર્થીઓએ 30 ટીમ બનાવી ઇવેન્ટમાં ભાગ લીધો

હરીવંદના કોલેજ ખાતે ધ બ્રેવ બ્રિડર્સ 2023 ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.વિદ્યાર્થીઓને મેનેજમેન્ટ અને કોમર્સ નું પ્રેક્ટીકલ જ્ઞાન પીરસવા હેતુ ઇવેન્ટ યોજવામાં આવી હતી.90 જેટલા વિદ્યાર્થીઓએ 30 ટીમ બનાવીને ઇવેન્ટમાં ભાગ લીધો હતો. ઇવેન્ટમાં ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા જીવન કોમર્શિયલ બેંકના એમડી પ્રતિપાલસિંહ જાડેજા, સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ધ બ્રેવ બીડર્સ 2023 મેનેજમેન્ટ અને કોમર્સના વિદ્યાર્થીઓ માટે બિઝનેસનું સંચાલન સાથોસાથ પ્લાનિંગ અને ઓર્ગેનાઈઝિંગ કરવાનું  શીખડાવે છે.બે રાઉન્ડમાં ઈવેન્ટનું આખું આયોજન કરવામાં આવ્યું હતું.પ્રથમ રાઉન્ડમાં વિદ્યાર્થીઓએ જુદી જુદી પ્રોડક્ટના ભાવને ધારણા કરવાના રહે છે.જે ટીમ સાચી કિંમતની ધારણા કરે છે તેમના વર્ચ્યુઅલ એકાઉન્ટમાં બેલેન્સ જમા કરવામાં આવે છે.

20 રાઉન્ડ બાદ ફાઇનલ છ ટીમને સૌથી વધુ પૈસા વર્ચ્યુઅલ એકાઉન્ટમાં જમા કરવામાં આવેશે. સેકન્ડ રાઉન્ડમાં ક્વોલિફાઈ ટીમે ઑક્શનલ કરી બીડિંગ કરવાનું રહશે. વિદ્યાર્થીઓ પોતાની કંપની ઊભી કરી 11 એમ્પ્લોઇસને કરશે.ઇવેન્ટ યોજવા પાછળનો મુખ્ય હેતુ મેનેજમેન્ટ અને કોમર્સના વિદ્યાર્થીઓને પ્લાનિંગ,ઓર્ગેનાઇઝિંગ,સ્ટાફિંગના મહત્વના મુદ્દાઓ શીખડાવાનું હતું.હરીવંદના કોલેજના ટ્રસ્ટી સર્વેશ્વરભાઈ ચૌહાણ ના માર્ગદર્શન હેઠળ તમામ શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓએ ઇવેન્ટને સફળ બનાવવાની જહેમત ઉઠાવી હતી.

ઇવેન્ટની શીખ અમારી સાથે લાઈફ ટાઈમ રહેશે: વિદ્યાર્થીઓ

ધ બ્રેવ બ્રીડર્સ 2023 ઇવેન્ટમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓએ જણાવ્યું કે,આ ઇવેન્ટથી જે અમને શીખવા મળ્યું છે.તે અમારી સાથે જીવનભર રહેશે ખરા અર્થમાં પ્રેક્ટીકલ નોલેજ અમને પીરસવામાં આવ્યું હતું. મેનેજમેન્ટ અને કોમર્સના જે મુખ્ય પરિબળો છે તે આ ઇવેન્ટમાં અમને શીખડાવવામાં આવ્યા હતા.કોલેજ તથા શિક્ષકગણનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.

Screenshot 11 5સફળતાના એક જ મંત્ર મહેનતની સાથે નીતિમત્તા જરૂરી:રમેશભાઈ ટીલાળા

ધારાસભ્ય રમેશભાઈ ટીલાડાએ જણાવ્યું કે, હરી વંદના કોલેજ દ્વારા આયોજિત હાઈવેટને હું બિરદાવું છું. વિદ્યાર્થીઓએ જીવનમાં સફળતા મેળવવી હોય તો સફળતાનું માત્ર એક જ મંત્ર છે કોઈપણ કાર્યમાં મહેનતની સાથે નીતિમત્તા હોવી જરૂરી છે.

Screenshot 12 3હરીવંદના કોલેજના શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓ પરિવારની ભાવનાથી જોડાયેલા છે: સર્વેશ્વરભાઈ ચૌહાણ

હરીવંદના કોલેજના ટ્રસ્ટી સર્વેશ્વરભાઈ ચૌહાણએ જણાવ્યું કે, કોલેજના તમામ શિક્ષકગણ તથા વિદ્યાર્થીમિત્રો પરિવારની ભાવનાથી અમારી સાથે જોડાયા છે.

વિદ્યાર્થીઓનો દરેક ઇવેન્ટમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે ત્યારે આ જે પણ ધ બ્રેવ બ્રિગેર્સ ઇવેન્ટમાં વિદ્યાર્થીઓએ ખૂબ સારો ઉત્સાહ દેખાવ્યો હતો.

Screenshot 13 5ઈવેન્ટ થકી વિદ્યાર્થીઓ બિઝનેસનું સંચાલન કરતા શીખે છે:ડો.વિશાલ વસા

હરિવંદના કોલેજના મેનેજમેન્ટ એન્ડ કોમર્સ ડિપાર્ટમેન્ટના  ડો.વિશાલ વશાએ જણાવ્યું કે,છેલ્લા 15 દિવસથી શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓની મહેનતે કરી રહ્યા હતા.30 ટીમ દ્વારા પ્રથમ બે રાઉન્ડમાં આખું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ બિઝનેસનો સંચાલન કરતા શીખશે સાથોસાથ મેનેજમેન્ટના પ્રિન્સિપલ પણ શીખશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.