ટેસ્લા અને સ્પેસએક્સ કંપનીના સીઇઓએ મગજની ગતિવિધિ વાંચી લેતી ચિપ વિકસાવીને તબીબી જગતને આશીર્વાદરૂપ ડિવાઇસ પૂરું પાડવા જઈ રહ્યા છે. બ્રેન કોમ્પ્યુટર ઇન્ટરફેસ કંપની ન્યુરોલિંક સાથે મળીને રૂપિયાના સિક્કા જેટલી સાઈઝની ડિવાઇસ વિકસાવવામાં આવી છે. અત્યારે ડિવાઇસનો પ્રયોગ ભૂંડ ઉપર થઈ રહ્યો છે. આ પ્રયોગના સારા પરિણામ જોવા મળ્યા છે.
આ શોધ અંગે દાવો કરવામાં આવ્યો છે કે, એકવાર ડિવાઇસનો વિકાસ થાય પછી, તેનો ઉપયોગ ન્યુરોલોજીકલ સ્થિતિવાળા લોકોને મદદ કરવા અને સ્માર્ટફોનને નિયંત્રિત કરવા જેવા કાર્યો માટે કરી શકાશે.
તાજેતરમાં યુટ્યુબ પર આ પ્રાયોગિક ઇવેન્ટનું લાઇવ સ્ટ્રીમિંગ કરવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન, મુસ્કએ ત્રણ ભૂંડ રજુ કર્યા હતા. એક ભુન્ડના મગજમાં ચિપ બે મહિનાથી થઈ હતી, બીજા ડુક્કરમાં તેના પહેલા ચિપ નાખવામાં આવી હતી અને ત્રીજા પાસે ચિપ ન હતી. આ પ્રયોગ દરમિયાન ડુક્કરોના મગજની ગતિવિધિ અંગે પણ જાણકારી અપાઈ હતી. ચીપના કારણે ડુક્કર નજીકની વસ્તુઓ અડવામાં સફળ રહ્યા હતા.
આ ઉપકરણનો મુખ્ય ઉદ્દેશ વ્યસન, સ્ટ્રોક અને મેમરી લોસ જેવી ન્યુરોલોજીકલ સમસ્યાઓથી પરેશાન લોકોની મદદ કરવાનો છે. ચીપને સરળતાથી મગજમાં બેસાડી શકાય છે. ઉપરાંત કાઢવા માટે પણ વધુ પ્રોસેસ થતી નથી.