- મગજ વિશે ઓછી જાણીતી અદભુત વાતો
- મગજમાં 60 ટકા ચરબી અને 86 ટકા પાણી હોય છે: તેનું કાર્ય અવર્ણનીય અને સામાન્ય સમજની બહાર હોય છે: આગળ પાછળ અને વચ્ચેનું એમ ત્રણ ભાગમાં મગજ વહેંચાયેલું છે: માનવ શરીરના અસંખ્ય કાર્યોને તે કંટ્રોલ કરે છે
- માનવીને થતી બધી જ અસરો જેવી કે સ્પર્શ, સ્વાદ, દબાણ, શરીરનું ઉષ્ણતામાન અને ભાષા શીખવાસમજવાનું તેનાથી જ શક્ય બને છે : તેને દબાવવાથી કે ઓપરેશન વખતે કાપકુપ કરવાથી કોઈ દુ:ખાવો થતો નથી
- કુદરતની કરામતનો અદભુત નમુનો એટલે આપણુ મગજ, જે શરીરના બીજા અંગોને કલાકની 270 કિ.મી.ની ઝડપે સંદેશા મોકલે છે
શું તમે જાણો છો કે તમારી પાસે જ એક અદભુત ઉપકરણ છે, જે આજના અત્યાધુનિક કોમ્પ્યુટર, લેપટોપ સહિતના ઉપકરણોને પણ પાછળ રાખી શકવા સક્ષમ છે. અરે, આ ઈલેક્ટ્રોનિક ઉપકરણો બનવવા પાછળ પણ આપણાં આ ઉપકરણનો જ હાથ છે. તમને હવે ખબર પડી જ ગઈ હશે કે હું કયા ઉપકરણ પર વાત કરી રહ્યો છું. જી, હા આ ઉપકરણ છે આપણું જટિલ છતાં અદભુત મગજ. મગજની રચના સમજવા જશો તો તે સરળ રીતે સમજાશે જ નહીં, કારણ કે આ કુદરતે નિર્માણ કરેલ એક એવું ચમત્કારિક ઉપકરણ છે, જે આપણા આખા શરીરને સુચારુરૂપથી ચલાવે છે. નાનું એવું મગજ મસમોટા કામ ચૂટકીઓમાં કરે છે. જો તમે તમારા મગજને હકારાત્મક, નકારાત્મક જે કંઈ અભિગમ આપશો તો તે જ આભિગમ સાથે કામ કરશે. આપણા મગજ પાસે અદભુત શક્તિ રહેલી છે. તે માત્ર રોજબરોજ નહિ પણ સેંકડો વર્ષ જુના તથ્યો યાદ રાખે છે. એમાં પણ તાર્કિક શક્તિ ખૂબ જ વ્યાપક હોય છે. જેમ જેમ તમે પ્રેક્ટિસ કરશો એમ એમ તમારું મગજ વધુ તેજ બનતું જશે. બસ જરૂર છે તો આ માટેની પ્રેક્ટિસની. સુપર કોમ્પ્યુટર કરતા કાંઈ કમ નથી આ માનવ મગજ.
મગજ એક અંગ છે કે, જે બધી પૃષ્ઠવંશીમાં નર્વસ સિસ્ટમ અને સૌથી અપૃષ્ઠવંશી પ્રાણીઓ તરીકે સેવા આપે છે. મગજ માથામાં સ્થિત થયેલ છે, મગજ પૃષ્ઠવંશી શરીરમાં સૌથી જટિલ અંગ છે. એક માનવ મગજનો આચ્છાદન આશરે 15-33 અબજ ચેતાકોષો ધરાવે છે. હજારો અન્ય મજ્જાતંતુઓની માટે ચેતોપાગમ દ્વારા જોડાયેલ છે.
આપણું મગજ શરીરનાં બીજા અંગોને કલાકમાં ર70 કી.મી. ઝડપે સંદેશા મોકલાવે છે. યુગોથી માનવ મસ્તિષ્કે લોકોને અચરજમાં રાખ્યા છે. આપણાં શરીરનું સૌથી જટિલ અંગ આપણું મગજ છે. જેને હજી પૂરે પુરૂ સમજી નથી શકાયું, વિશ્ર્વનાં ઘણા વૈજ્ઞાનિકો એ ડોકટરે મગજ કેમ કામ કરે છે. તે સમજવામાં જિંદગી પુરી કરી નાખી, કુદરતની કરામતનો અદભુત નમુનો છે. આપણું મગજ શરીરનું નિયંત્રણ ઊંઘ, સપના જોવા, યાદ રાખવું જેવી વિવિધ કામગીરી કેવી રીતે કરે છે તે એક રસપ્રદ બાબત છે.
આપણું મગજ માત્ર 10 વોટના લેમ્પ જેટલી જ શરીરની ઉર્જા વાપરે છે. તે શરીરનાં બીજા ભાગોને સંદેશા પહોચાડે છે. તેની સંગ્રહ કરવાની શકિતમાં પાંચ એન્સાઇકલોપીડિયા જેટલી છે. તે લોહીમાં પ્રવેશતા ઓકિસજનનો પાંચમો ભાગ જ વાપરે છે. મગજ દિવસ કરતાં રાત્રે વધારે સક્રિય રીતે કાર્ય કરે છે. વૈજ્ઞાનિકોના તારણ મુજબ જેનો આઇ કયુ કાઉન્ટ ઊંચો હોય તેને સપના વધારે આવે છે. તેનું વજન અંદાજે એક કિલોને 360 ગ્રામ જેટલું હોય છે.
મગજ એટલે 86 ટકા પાણી અને તેને કયારેય પીડા થતી નથી. ન્યુરોન મગજમાં પાંગરે છે. જેની ગતિ એક સરખી હોતી નથી. આપણાં મગજના વજન કરતાં તો આપણી શરીરની ચામડીનું વજન વધારે હોય છે. મગજમાં 100 અબજથી વધુ ન્યુરોન હોય છે. સૌથી મોટું મગજ હાથીનું હોય છે. શરીરના વજન પ્રમાણ માણસનું ર ટકા અને હાથીનુ 0.15 ટકા હોય છે. મગજની અંદર આવેલી રકતવાહિનીઓની કુલ લંબાઇ 16 હજાર કિ.મી. હોય છે.
સૌથી અચરજની વાત એ છે કે નવજાત શિશુનું મગજ પહેલા વર્ષે જ ત્રણ ગણું વધી જાય છે. માણસ પુખ્ય થાય પછી તેની વૃઘ્ધી અટકી જાય છે. માનસિક સક્રિયતા પ્રમાણે આખી જીંદગી નવા ન્યુરોન બનતા રહે છે. નાના બાળકોનો મગજનો વિકાસ કરવો હોય તો તેની સામે મોટેથી વાંચવું અને તેની સાથે વાત કરો. તમને જાણીને નવાઇ લાગશે કે આનંદ, સુખ, ભય, શરમ જેવી વિવિધ લાગણ જન્મ સાથે વિકસી જાય છે. પાંચ વર્ષની ઉંમરમાં જે બાળકો બે ભાષા શીખે છે તેના મગજમાં ફેરફાર જોવા મળે છે અને જેમ તે મોટો થાય તેમ મગજનો રંગ રાખોડી રંગનો વધુ થાય છે. આપણાં શરીરના ઓકિસજન સાથે લોહી પણ મગજ વધારે વાપરે છે. ફરતા લોહીનો ર0 ટકા ઉપયોગ એકલું મગજ જ કરે છે. જો તેને 8 કે 10 સેક્ધડ જ લોહી ન મળે તો માણસ બેભાન થઇ જાય છે. સુસ્તી લાગે ત્યારે બગાસું આવે જેનાથી મગજને વધારે ઓકિસજ ન મળે અને તે જાગૃત સાથે સક્રિય થઇ જાય છે. એક માન્યતા એવી છે કે માણસ તેના મગજનો 10 ટકા જ ઉપયોગ કરે છે જે ખોટું છે, આજે વિકસતા વિજ્ઞાનમાં તેના દરેક કામ જાણી શકાયા છે. 4 થી 6 મિનિટ તે ઓકિસજન વગર જીવી શકે છે, પણ થોડો વધુ સમય મગજને કાયમી નુકશાન પહોચાડે છે, વધુ પડતું માનસિક દબાણ માનવી ઉપર આવતાં મગજનાં કોષો તેની રચના અને કાર્યમાં ફેરફાર કરી નાંખે છે. 115.7 ડિગ્રી આકરા તાવમાં દર્દી જીવતો રહ્યાનો દાખલો નોંધાયો છે. ઓકિસીટોસિન નમનો હોર્મોન મગજમાં પ્રેમની લાગણ પેદા કરે છે.
માનવ મગજ ઉપર 15થી 33 અબજ ચેતાકોષો હોય છે
એક તારણમાં એવું જાણવા મળ્યું કે જે બાળકો કૃત્રિમ સ્વાદ અને પ્રીઝર્વેટિવ અને રંગ ઉમેરેલા આહારો વધુ ખાતા હતા તેના કરતાં આવો આહાર ન લેનાર બાળકોમાં આઇ.કયુ. 14 ટકા વધારે જોવા મળ્યો હતો. બાળક સાથે જાતીય દૂરાચાર થવાથી તેમના મગજના વિકાસ પર અવળી અસર પડે છે, જે કાયમી રહે છે. ગર્ભમાં રહેલા બાળક સૌ પ્રથમ સ્પર્શેન્દ્રીયનો વિકાસ થાય છે. 8 વીકનો જીવ એના હોઠ અને ગાલનો સ્પર્શનો અનુભવ કરે છે. 12 વીકમાં તે જીવ આખા શરીર સ્પર્શને જાણી શકે છે. એક માનવ મગજ ઉપર 15 થી 33 અબજ ચેતાકોષો છે.