આપણે ઘણા બધાના લોકોના હાથમાં કડા પહેરતા જોયા હશે.આમથી કેટલાક લોકો પોતાના શોખ માટે આ કડા પહેરતા હશે અને કેટલાક લોકો કઈક ને કઈક ધાર્મિક કારણો સાથે સંકળાયેલી કેટલીક વાતો માટે આ કડા પહેરે છે.જેવી રીતે સીખ ધર્મમાં કડા પહેરવાનું ખૂબ જ ધાર્મિક મહત્વ છે.
પરંતુ આજે અમે તમને કેટલાક બીજા ફાયદા વિષે જણાવીશું.
જ્યોતીશ શાસ્ત્ર મુજબ ચાંદીના કડા પહેરવાથી તે અનેક બિમારીઓ દૂર કરી શકે છે. જે વ્યક્તિ ચાંદીનું કડુ પહેરે છે તેને ક્યારેય નાણાંની કમી નથી થતી.
જે વ્યક્તિ બાળપણથી જ કડા પહેરે છે તેમને ક્યારેય કોઈ પણ બ્લડ પ્રેશરની બીમારી થતી નથી.
કોઈ વ્યક્તિ વધુ બીમાર હોય તો તેને કોપરનું કડુ પહેરવું જોઈએ કારણ કે કોપરું એક જેવી ધાતુ છે જે કોઈ પણ વ્યક્તિપહેરે છે ધીમે ધીમે તેની બધી બીમારીઓ તે કોપરની ધાતુ ગ્રહણ કરી લે છે અને તે વ્યક્તિ સ્વસ્થ રહે છે.
અષ્ટ્ ધાતુનો કડો આઠ ધાતુથી બનેલો હોય છે આ કડા એ લોકો ને પહેરવા જોઈએ જે લોકોને સાંધાનો દુખાવો હોય તે આવી બીમારી સામે રક્ષણ આપે છે.