સરદારનગરમાંથી બુલેટ ચોરવા તસ્કરે ચાવી બનાવનાર શખ્સને લઈ જઈ ‘ચાવી ખોવાઈ ગઈ છે’ કહી ડુપ્લીકેટ ચાવી બનાવી
પ્રેમિકાને મળવા એકટીવા પર જવામાં શરમ આવતી ’તી એટલે બુલેટ ઉઠાવ્યાની કબુલાત
શહેરમાં પ્રેમિકાને ‘ઈમ્પ્રેસ’ ક્રવા માટે પ્રેમીએ સરદારનગરમાંથી બૂલેટ ચોરી જે.કે. ચોકમાં આંટાફેરા કરતો હોવાની બાતમીનાં આધારે પોલીસે ભોમેશ્ર્વરના શખ્સને ઝડપીલઈ બુલેટ કબ્જે કયુર્ં છે. પ્રેમિકાને મળવા એકટીવા પર જવામાં શરમ આવતી હોવાથી તસ્કરે બૂલેટ ચોરી કર્યાની કબુલાત આપી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ભોમેશ્ર્વર સોસાયટીના શખ્સ પાસે ચોરાઉ બુલેટ હોવાની ચોકકસ બાતમીના આધારે યુનિવર્સિટી પોલીસ મથકના એમ.વી. રબારીની ટીમે ભોમેશ્ર્વરા સોસાયટી ૪માં રહેતા હાર્દિક અતુલભાઈ દવે ઉ.૩૧ ની ધરપકડ કરી કાળા કલરનું બુલેટ કબ્જે કયુર્ંં હતુ પોલીસે જે.કે. ચોકમાંથી બૂલેટમાં આટાફેરા કરતી વેળાએ ચોરાઉ બુલેટ અંગેકાગળોમાંગતા ચાલક હાર્દિકે પોતાની પ્રેમિકાને ઈમ્પ્રેસ કરવા માટેબુલેટ ચોરી કર્યાની કબુલાત આપી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં ગત તા.૨૯ના રોજ સરદારનગરમાં બુલેટ રેઢુ પડયું હોય, ત્યારે હાર્દિકે તેને ચેક કર્યા બાદ કે.કે.વી.ચોકમાંથી ચાવી બનાવવા શખ્સને પોતાના એકટીવામાં બેસાડી સરદારનગરમાં લાવ્યો હતો. ચાવી બનાવવાવાળાને આ બુલેટ પોતાનું જ હોવાનું કહી ડુપ્લીકેટ ચાવી બનાવી ઉઠાંતરી કરી હતી.
પોલીસની પૂછપરછમાં રસપ્રદ માહિતી બહાર આવી હતી. હાર્દિકે કહ્યું હતુ કે પોતાને પહેલેથી જ બુલેટ લેવું હતુ, પણ પિતાજીએ એકટીવા લઈ દીધું હતુ, ગર્લફ્રેન્ડને મળવા એકટીવા લઈને જવામાં શરમ આવતી હોવાના કારણે બુલેટ ચોરી કર્યાનો પ્લાન ઘડયો હતો. પોતે અમદાવાદ કોલ સેન્ટરમાં નોકરી કરે છે અને વૈષ્ણદેવી સર્કલ ગ્રીન્રી એપાર્ટમેન્ટમાં ભાડે રહે છે.