અલગ-અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ

તાલુકાના નાના એવા ૧૮૦ ઘરોની વસ્તી ધરાવતા અજરખપુર ગામમાં વ્રજઘાત સમાન ઘટના બનતા આખુ ગામશોકમગ્ન બની ગયું છે. પા પા પગલી માંડતા બે માસુમો બુધવારના સવારે માતાની પાછળ જઈ રહ્યા હતા અને અચાનક ગુમ થઈ જતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. સમગ્ર કચ્છમાં શોધખોળ દરમ્યાન વહેલી સવારે બંને બાળકો ગામની ભાગોળે કબ્રસ્તાન પાસે આવેલી બાવળોની ઝાડીમાં મળી આવ્યા હતા. એક બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો અને થોડે દુર બાળકી બેહોશીની હાલતમાં મળી આવી હતી. સ્થાનિકોએ બાળકીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડી હતી.

બનાવ અંગે પદ્ધર પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ ભુજ તાલુકાના અજરખપુરમાં રહેતા ઈસ્માઈલ અનવર ખત્રી તથા આદમ અનવર ખત્રીના બે માસુમ સંતાનો ભેદી સંજોગોમાં ગુમ થયા હતા. જે બનાવના ૨૧ કલાક બાદ ગામની પશ્ર્ચિમે આવેલા કબ્રસ્તાન નજીકથી મળી આવ્યા હતા. દાનિયાલ (ઉ.વ.૩.૫) મૃત હાલતમાં મળ્યો હતો. જયારે ‚બાબા (ઉ.વ.૨.૫) બેહોશીની હાલતમાં મળી આવી હતી. આઈજી, એસપી સહિતના ઉચ્ચ અધિકારી તથા પોલીસની વિભિન્ન ટુકડીઓ પણ બનાવ સ્થળેથી છાનબીન હાથધરી હતી.

પદ્વાર પોલીસ મથકે બાળકોના કાકા અબ્દુલ રહીમ અનવરભાઈ ખત્રીએ અપહરણની ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે હત્યા તથા હત્યાનો પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી અજાણ્યા આરોપીની શોધખોળ હાથ ધરી છે. બેહોશીની હાલતમાં મળી આવેલી ‚બાબાને ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બાદમાં વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ તેને અમદાવાદ રિફર કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું. બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જામનગર મોકલવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.