હાલના સમય માં બનતી રોજ બરોજની એકસીડેન્ટની સમસ્યા એ ગૌણ બાબત બની ગઈ છે. લોકોના ટપોટપ મૃત્યુ થઈ રહ્યા છે અને ટ્રાફિક તંત્ર નિષ્ક્રિય બની આ બધો તમાશો જોઈ રહ્યું છે. કોઈનું ખૂન કરવાથી પુરાવાઓ પર કોર્ટ ચુકાદો આપી સજા ફરમાવે છે પરંતુ આવા એકસીડેન્ટમાં કોઈ કડક કાયદો છે કે નહીં ?? આવી બાબતમાં તંત્ર ની નિષ્ક્રિયતા નરી આંખે જોવા મળે છે આવી જ એક ઘટના મોરબી માં બની છે..
મોરબી નવલખી ફાટક પાસે મામાના ઘરેથી પોતાના ઘરે પરત ફરી રહેલા છાત્રને ટ્રકે હડફેટે લેતા છાત્રનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજયું..
પ્રાપ્ત થતી વિગતો મુજબ ટંકારાના બંગાવડી ગામે રહેતા શૈલેષભાઈ મેંદપરા નો પુત્ર હિતેશ મેંદપરા ઉ.વ.૨૦ મોરબી ના સાદુળકા ખાતે તેના મામાના ઘેર રહીને ટી.વાય બીએસસીનો અભ્યાસ કરતો હતો.હાલ પરીક્ષા પૂર્ણ થતા છાત્ર સાદુળકા થી બંગાવડી ગામે પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે નવલખી ફાટક પાસે ટ્રકે હડફેટે લેતા તેનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું.પોલીસે બનાવ સંદર્ભે આગળની તપાસ હાથ ધરી છે.
વારંવાર બનતી એકસીડેન્ટની ઘટનાઓ બાબતે ખરેખર તંત્ર કેટલું સજાગ છે ??? એક બાળકના મૃત્યુ ની જવાબદારી કોની ?? આપનો અભિપ્રાય કોમેન્ટ કરો…