ખારવા ગામે વધુ ૪ કેસ પોઝિટિવ
રવિવારે જામનગરના ૨૩ કોરોના શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા: જી. જી. હોસ્પિટલમાં કુલ ૨૫ દર્દી સારવાર હેઠળ
જામનગર અને ધ્રોલના ખારવા ગામે કોરોના વકરતા વધુ ૪ પોઝીટીવ કેસ નોંધાયા છે. સંક્રમણને અટકાવવા જિલ્લા વહીવટીતંત્ર ઉંધા માથે કામગીરીમાં લાગ્યું છે. જો કે, રવિવારે જામનગરના ૨૩ કોરોના શંકાસ્પદ દર્દીના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતાં. જયારે બીજા બેન્ચમાં શહેરના ૮૮ કોરોના શંકાસ્પદ દર્દીના નમુના આવ્યા હોય જેની ચકાસણી ચાલી રહી છે. અત્યાર સુધી જામનગરમાં નોંધાયેલા કોરોનાના ૨૬ પોઝીટીવ કેસમાંથી ૨ બાળકના મૃત્યુ નિપજયા છે. જયારે જામનગરના બાકી ૨૪ અને ૧ ખંભાળિયાના મળી કુલ ૨૫ દર્દી જી.જી.હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
જામનગર શહેર-જિલ્લામાં શુક્રવારે કોરોના વિસ્ફોટ થતાં એક જ દિવસમાં૧૪ પોઝીટીવ કેસ નોંધાયા હતાં. જયારે શનિવારે ચેલા એસઆરપી કેમ્પના વધુ એક જવાન અને અગાઉ કોરોના પોઝીટીવ આવેલા જવાનના પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જયારે શનિવારે મોડીરાત્રીના શુક્રવારે ધ્રોલ તાલુકાના ખારવા ગામના ૧૧ મહીનાના બાળક કે જેમના મૃત્યુ બાદ કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો તેના કાકાને તથા ગામના અન્ય એક ૨૭ વર્ષના પુરૂષનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. બીજી બાજુ શહેરના રણજીતરોડ પર લંધાવાડ ઢાળિયા વિસ્તારમાં શુક્રવારે ૭૦ વર્ષના પ્રૌઢનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો તેની પ્રૌત્રી અને પરિવારની સાત વર્ષની બાળકી પણ કોરોના સંક્રમીત હોવાનો રિપોર્ટ આવ્યો હતો. જયારે રવિવારે જી.જી.હોસ્પિટલમાં પ્રથમ બેચમાં જામનગરના ૨૩ કોરોના શંકાસ્પદ દર્દીના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતાં.
ગ્રેઇનમાર્કેટ ૧૭ મે સુધી બંધ
જામનગરમાં ગ્રેઇનમાર્કેટ નજીકના વિસ્તારમાં કોરોનાના ત્રણ પોઝીટીવ કેસ નોંધાતા સીડીસ એન્ડ ગ્રેઇન મર્ચન્ટ એસોસીએશન દ્વારા તા.૧૭ મે સુધી ગ્રેઇનમાર્કેટ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. સંસ્થાના વેપારી સભ્યોએ બહારગામથી માલ મંગાવવા માટે નવા ઓર્ડર આપવાના નથી તેમ સંસ્થાના પ્રમુખ જીતુભાઇ લાલે જણાવ્યું હતું.
દૂધ-દવા સિવાય કંઈ નહીં મળે
શહેરના નૂરી પાર્ક વિસ્તારમાં ૩ થી ૪ કલાક કોરોના પોઝિટિવ રોકાયા હોય તંત્ર દ્વારા રવિવારે જાહેરનામું બહાર પાડી નૂરી પાર્ક શેરી નં.૧ થી ૪, રાજમહેલ કોમ્પલેકસ તથા તેની દક્ષિણ તરફનો વિસ્તાર, નૂરી પ્લાઝા અને તેની પશ્ચિમ તરફનો વિસ્તાર, રાજહસ કોમ્પલેકસ, રાબીયા મસ્જીદ, લાલવાડી શેરી નં.૧, ૨, અન્નપૂર્ણા માતાજી મંદિર સુધીનો વિસ્તાર ક્ધટેનમેન્ટ એરિયા જાહેર કરાયો છે. આ વિસ્તારોમાં દૂધ, દવા સિવાયની પ્રવૃતિ બંધ રહેશે.મોટા માંઢા ગામે રહેતા હુસેનભાઈ હાજીભાઈ ખફી નામના પ્રૌઢ બે દિવસ પૂર્વે મસીતીયા ગામે કે જયાં કોરોના પોઝીટીવ કેસ નોંધાયો છે ત્યાં ગયા હતા. પરત આવતા પોલીસે તેની સામે ગુનો નોંધી તેને હોમ ક્વોરન્ટાઈન કર્યો છે. ત્યારે જામગઢકા ગામનો આકાશ દેવશીભાઈ પરમાર નામનો યુવાન અન્ય જિલ્લામાંથી મંજૂરી વગર ગઢકા તમે પરત ફરતા તેને ક્વોરન્ટાઇન કરી ગુનો નોંધ્યો છે.