હવે ખમૈયા કરો મહારાજ
કહેવત છે કે કુદરત રૂઠે ત્યારે હોય તે પણ લઈ લ્યે છે જયારે આપે છે ત્યારે છપ્પર ફાડીને આપે છે. ખેડુતો એક સમયે મોલને પીવડાવવા માટે પાણી નહતું પણ કુદરતની કરીશ્મા કંઈક ઓરજ છે. પામેલી ગામ પાસે આવેલા વાલાસણ ગામમાં ખેડુત રતીભાઈ જેઠાભાઈ ત્રાંબડીયાની શિવાકાંઠે આવેલી વાડીમાં છેલ્લા દસ દિવસ થયા બોરમાંથી વગર મોટરે પાણી બહાર નિકળે છે બોર છલ્લીને પાણી બહાર નિકળતા ગ્રામજનો જોવા ઉમટી પડયા છે.