કેશોદ, જય વિરાણી
એક રિસર્ચ પ્રમાણે દેશમાં 25 વર્ષથી વધુ ઉંમર ધરાવતા 88% ટકા લોકો દારૂનું સેવન કરે છે. સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવા છતાં દારૂનું સેવન કરનારાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. બુટલેગરો બેફામ બની રહ્યા છે. ત્યારે આજે કેશોદમાં અધધ… લાખો રૂપિયાનો ઇંગ્લિશ દારૂનો જથ્થો કે જેનો નાશ કરી દેવામાં આવ્યો છે. મોટા જથ્થામાં પથરાયેલ દારૂની બોટલો અને તેની પર બુલડોઝર ફેરવાયૂ… જાણે બુટલેગરોના સપનાઓ પર પાણી ઢોળાયું હોય… આવા દ્રશ્યો જાઈ બુટલેગરોનો જીવ બળી રાખ થઈ જાય..!!
કેશોદના ભરડિયા વિસ્તારમાં 6,95,000નો ઈંગ્લીશ દારૂનો મુદ્દામાલ પોલીસે પકડી પાડયો હતો. સમગ્ર ઘટના સામે આવતા પોલસે આ મુદા માલ રોલર વડે નાશ કર્યો હતો. કેશોદના ડેપ્યુટી સિનિયર પોલીસે જણાવ્યું હતું કે કેશોદનો 225301, માંગરોળનો 2,29,001 અને મરીનનો 1,41,000 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. અને સમગ્ર કેશોદ પોલીસની ટીમનો આ બદલ આભાર માન્યો હતો.
કેશોદમાં આ ઈંગ્લીશ દારૂ કઈ રીતે ગુજરાતમાં ફરતો એની તપાસ હાલ પોલીસે શરૂ કરી છે. કેશોદ પોલીસ સ્ટેશનનાં એકવીશ ગુન્હા , માંગરોળ પોલીસ સ્ટેશન નાં ત્રીસ ગુન્હા , માંગરોળ મરીન પોલીસ સ્ટેશન નાં ચૌદ ગુન્હા તેમ મળી છ લાખ પંચાણું હાજર જેવા ઈંગ્લીશ દારૂના નાં મુદ્દા મલ નો આજે નાશ કરવામાં આવેલ હતો. કેશોદ માંગરોળ નાં ડે કલેકટર, ડી બાય એસ પી તેમજ નશાબંધી નાં અધિકારી ની હાજરી માં લાખો રૂપિયાનાં ઈંગ્લીશ દારૂના જથ્થાને નાશ કરવામાં આવેલ