“ખટપટીયા જમાદાર ભીંસમાં આવતા શૂળ કરવાની આદત છુટી ગઈ!

પોરબંદરમાં અનુભવો

તે સમયે પોરબંદરના બગવદર વિસ્તારમાં મારા મારીનું એક કારણ તો વેરની વસૂલાત તો ફોજદાર જયદેવે જાણેલું પરંતુ અમુક  બનાવોની તપાસ દરમ્યાન જાણવા મળેલું કે આ લોકો મારા મારી કરતા પહેલા દારુનું સેવન આવશ્ય કરતા પછી જ જનોઇ વાઢ કરવા તૈયાર થઇ ધીગાંણે ચઢતા. આથી જયદેવે દારુ જ મૂળમાંથી ન મળે તે માટે ઝુંબેશ શરુ કરેલી તેમાં ખાસ બરડા ડુંગરમાં જે સાંઢો (ઉંટ) પોરબંદરી હટાણુ કરીને જતી તે ખાસ ચેક કરાવતો તેમાં જુનો ગોળ છે કે કેમ તેની પાકી ચકાસણી કરાવતો કેમ કે આ જૂનો ગોળ દારુનો આથો બનાવવામાં વપરાતો હતો.

તે ઉપરાંત બાતમી મળ્યે અને સમય મળ્યે બરડા ડુંગરમાં પણ રેઇડો કરતો પણ બરડા ડુંગરમાં ચિત્ર-વિચિત્ર શિલાઓ ગાઢ જંગલમાં દારુની ભઠ્ઠી શોધવી લગભગ અશક્ય જેવુ હતું પણ જયદેવે તેના પણ રસ્તા શોધી કાઢેલા એક તો જંગલમાં ક્યાંય આકાશમાં ધુમાડા દેખાય ત્યાં ભઠ્ઠી ચાલુ હોય નહિ તો બીજો જે માલધારીઓ ઢોર ચરાવતાં હોય તેને શામ-દામ અને ભેદી સમજાવી ભઠ્ઠી અને ભઠ્ઠીના માલીકને શોધી પાડતા.

તે સિવાય ગામડાઓમાં દારુ પાડવાનું કામ મોટેભાગે જે તે ગામના માાભારે કે દાદા ઇસમો જ કરતા તેથી તેની કોઇ બાતમી પણ આપતું નહિં. પરંતુ ગામડામાં સમંસ બજાવવા જતા પોલીસવાળાને જયદેવ સમજાવીને ગામમાં ક્યા વિસ્તારમાં આો ઢોળાયની વાસ આવે છે તેની તપાસ કરવાનું કહેતો. તે પ્રમાણે સમંસ કોન્સ્ટેબલે ફટાણા ગામના દાદા કમ બોડી બિલ્ડર મખા પારુવાળાની હકીકત શોધી કાઢી અને ઘર પણ જોઇ આવ્યો.

એક દિવસ સાંજના સાતેક વાગ્યે જયદેવ તેની ફોજ લઇને વ્યુહાત્મક રીતે ફટાણા મખા પારુવાળાને ત્યાં પડ્યો. મખાના ઘરમાં વિશાળ જથ્થામાં દેશીદારુ, આથાની નાંદો ભઠ્ઠીના સાધનો સાથે મખો પકડાયો મખો છ ફૂટની ઉંચાઇ અને હાથી જેવુ વિશાળ શરીર ધરાવતો હતો.

પોલીસે જરુર પડતો મુદા સેંપલરુપે કબ્જે કરી બાકીના ત્યાં જ નાશ કર્યો. અને મખાને ચાલવાનું કહેતા તે આવવાની આનાકાની કરવા લાગ્યો. હાથી જેવી શરીર સમૃધ્ધિ હોય મખો બે-ત્રણ પોલીસથી ખસે તેમપણ ન હતો. ખરેખર તેને ઉપાડવા માટે ક્રેઇન જ મંગાવવી પડે તેમ હતું.

પણ જયદેવે તેના ન્યાયદંડ વડે ચમત્કાર બતાવતા જ તે ચાલતો થયો. તેને માથા ઉપર આથાના ડબ્બા ઉપડાવ્યા અને ઉભી બજારે તેનું ફૂલેકુ કાઢ્યું. મખાને ચોકે ચોકે સરભરા કરી અને રાસડા લેવડાવ્યા. રસ્તામાં બજારમાં એક ઓટલા ઉપર એક વૃધ્ધ વ્યક્તિ સફેદ બગલાની પાંખ જેવા કપડા ચોરણી અને કડીયુ પહેરેલ અને મો સફેદ પનીયુ બાંધેલ. અને તેવી જ કાતરા જેવી રૂ ની પણ જેવી માથે સફેદ બગલાની પાંખ જેવા કપડા ચોરણી અને કડીયુ પહેરેલ અને માથે સફેદ પનીયુ બાંધેલ. અને તેવી જ કાતરા જેવી રૂ ની પુણી જેવી સફેદ મુછો અને વિશાળ પણ કરુણાસભર આંખોવાળા ભગત પલાંઠીવાળી માળા ફેરવતા હતા.

તેમની અને જયદેવની “ચાર આંખો એક થઇ આથી ભગતે કરુણામય રીતે ધીમેથી નકારમાં માથુ ધુણાવ્યું. જયદેવ આ ઇશારો સમજી ગયો. મખો પણ આ હળવો ઇશારો જોતો હતો. જયદેવે મખાની સરભરા બંધ કરી. મખાએ જોયુ કે ભગતના સહેજ ઇશારાથી જ ફોજદારનું પરિવર્તન થઇ ગયું અને પોતે બચી ગયો. પણ જયદેવે વધારે કાંઇ નહિં કરતા બગવદર આવી દારુબંધી ધારા નીચે કેસ કરી મખાને કોર્ટમાં મોકલી દીધો.

આ રેઇડ થવાથી ફટાણા ગામમાં સજ્જન લોકોમાં આનંદ ફેલાઇ ગયો કે હવે મખા માટે મોટી મુશ્કેલી કેમકે હવે મખાનું ઘર પોલીસ પેલી કહેવત “જમ ખોરડા ભાળી ગયા મુજબ જોઇ ગઇ હવે ગામમાં દારુ બંધ થશે.

આ બાજુ ડીસ્ટાફના કોન્સ્ટેબલ ઓડેદરાએ જયદેવને કહ્યું કે ફટાણા ગામમાં સફેદ વધારી જે વૃધ્ધ માળા ફેરવતા હતા તે આ વિસ્તારના પ્રખ્યાત મુળુભગત હતા. તેમની રીત ભાત ન્યારી છે. તેઓ કોઇ વાહનમાં બેસતા ની પોરબંદર જવુ હોય તો પણ ચાલીને જાય છે. પરંતુ તેમની ખાસ વાત એ છે કે જો તે આ ગામડામાં અર્ધીરાત્રે પણ રસ્તામાં મળી જાય અને જો કોઇ તેમને મળે તો તેઓ તેને પોતાના પહેરેલ કડીયામાંથી મુઠ્ઠી ભરીને પ્રસાદ આપે છે. પછી ભલે પચાસ જણા હોય તો પણ તે રીતે પ્રસાદ આપે છે. પણ તેમની પાસે પ્રસાદ ખૂટતો નથી. જયદેવને નવાઇ તો લાગી પણ અગાઉ તે સુરેન્દ્રનગર જીલ્લામાં મુળી નોકરી કરતો હતો. ત્યારે વાત સાંભળેલ કે હળવદના કોઇ ગામડે આવી વ્યક્તિ હતી કે તે વ્યક્તિ પાસે જે પ્રસાદ માગો તે પછી મુંબઇનો હલવો કહો તો પણ આપતા તેવી વાત સાંભળેલ પણ કોઇ જાત અનુભવ ન હતો.

એક વખત રાત્રીના બારેક વાગ્યે જયદેવ જીપ લઇને શીંગડા (મઠ) તરફ જઇ રહ્યો હતો. ત્યાં દૂરી એક છ ફુટ ઉંચી સફેદ વધારી વ્યક્તિ હામાં મોટી ડાંગ લઇને ચાલી આવતી જણાઇ. જીપ નજીક આવતા કોન્સ્ટેબલ ઓડેદરાએ કહ્યું “લે આલે આ તો મુળુભગત  ફટાણાવાળા રોકો રોકો પ્રસાદ લઇએ. “જીપ ઉભી રહી જયદેવે ભગતને જય માતાજી કહી અર્ધી રાત્રે ક્યાં પ્રયાણ કર્યા તેમ પૂછતા તેમણે કહ્યું શીશલી વેવારીક કામે ગયો હતો.

બધાએ આગ્રહી સત્સંગ માટે રોકી રાખ્યો તેી મોડુ યું. અને તેમણે પોતે પહેરેલ બંડીવાળા  પણ ઘેરવાળા કડીયામાં હાથ નાખી એક મોટો લગભગ બસો ગ્રામનો પેંડો કાઢીને જયદેવને આપ્યો. આથી તમામ પોલીસ જવાનોએ  લાઇન લગાડી તેથી ભગતે તમામને તેવા જ પેંડા કાઢી કાઢીને આપ્યા.

જયદેવને આ પેંડાનો સ્વાદ ખૂબ મીઠો પરંતુ ખાસ વિશિષ્ટ પ્રકારનો લાગ્યો. તેથી તેણે પેંડાના વખાણ કર્યા તેથી વધુ એક પેંડો કાઢી જયદેવને આપ્યો અને તમામ જવાનોએ પણ ફરીથી પેંડા લીધા જયદેવ તો આ બે પેંડાથી ધરાઇ ગયો પરંતુ કોન્સ્ટેબલ જોષીએ કહ્યું કે મારે હજુ બે હોય તો ચાલે તેથી ભગતે કડીયામાંથી બીજા બે પેંડા કાઢી જોષીને આપ્યા અને એક પેંડો વધારે કાઢી ડ્રાયવરને આપ્યો કે તમારે વધારે મહેનત કરવાની ને ? આમ કહી તમામને આગ્રહ કર્યો. અને જયદેવે જય માતાજી કરી જીપ ઉપાડી મુકી અને ભગત પણ એ કડક અને સીધી ચાલે ડાંગ પછાડતા ચાલતા થયા. ઓડેદરાએ જયદેવને કહ્યું “સાહેબ આ ભગત સવારના ફટાણાી ચાલીને- નીકળ્યા હશે પછી કોઇનું પાણી પણ પીધુ નહિં હોય અને જે જે માણસો તેમને મળ્યા હશે તેમને આખો દિવસ આજ રીતે કડીયામાંથી પ્રસાદ આપ્યો હશે.

ત્યારબાદ આવી જ રીતે અર્ધી રાત્રે મુળુ ભગત જયદેવને રસ્તામાં પગપાળે ચાલીને આવતા મળેલા ક્યારેક કોઇક સત્સંગમાંથી કે ક્યારેક માતાના માંડવેથી અને આ પ્રમાણે જ તમામ પોલીસ કર્મચારીઓને પ્રસાદનો ઘરવ  કરાવેલ. જયદેવને ઘણી અચરજ તી પણ રાત્રિના ઉતાવળમાં બીજુ ઇ પણ શું શકે ? તેથી જયદેવ આ પ્રસાદનું રહસ્ય પામવા તે આવતા જતા ફટાણાં માતાજીના મઢે મુળુ ભગત પાસે જતો અને ધાર્મિક ચર્ચા કરી ભગતી આ બાબતે જાણવા કોશિષ કરતો પરંતુ ભગત કહેતા કે “માતાજી દયાળુ છે કુદરતનું છે અને કુદરતને આપવાનું છે

ફટાણા ગામે પેલા મખા પારુવાળાનું મન પાછુ ડગ્યુ અને દારુ ગાળવા આો નાખ્યો ત્યાં જ કોઇ કે બગવદર થાણામાં પોસ્ટ કાર્ડ લખી જાણકરી દીધી છે. અને જયદેવ પાછો ત્રાટક્યા. આ વખતે જયદેવનું આક્રમકરુપ જોઇને મખો ઘટી પડ્યો અને કહ્યું “સાહેબ હવે છેલ્લી વખત તક આપો હવે આ ધંધો નહિં કરુ આથી જયદેવે તેની સરભરા કરી નહિં મખો ફરી વખત કોર્ટમાંથી જામીન ઉપર છૂટ્યો.

પછી ફટાણા ગામમાંથી દારુનું દૂષણ બંધ થયું કે કેમ તેની જયદેવને ખબર ન પડી પરંતુ થોડા મહિના પછી જયદેવની અમરેલી જીલ્લામાં બદલી થઇ ગઇ. સ્કુલો ચાલુ હોય બાળકોની પરિક્ષા બાકી હોય જયદેવે રહેણાંક બગવદર ચાલુ રાખેલું. એક વખત બગવદર રજા ઉપર આવેલ અને પોરબંદરના મિત્રો સો ફટાણા મુળુભગત પાસે જવાનું થયું. જયદેવ માતાજીના મઢમાં ભગત પાસે બેઠો હતો ત્યાં એક વ્યક્તિએ આવીને કહ્યું કે સાહેબ બહાર મખો પારુવાળો આવ્યા છે અને તમારી રાહ જોઇને ઉભો છે.

આથી જયદેવ ઉભો થઇ મઢની બહાર બજારમાં આવતા છ ફૂટ ઉંચો અને વિશાળ કાયા ધરાવતો મખો જયદેવના પગે પડી ગયો અને એક કંકોત્રી તેના હામાં હતી તે જયદેવને આપતા કહ્યું કે સાહેબ તમે મારા જીવનનો ઉધ્ધાર કરી દીધો. પહેલા દારુને કારણે મને કોઇ પરણવા માટે ક્ધયા આપતુ ન હતું. પરંતુ તમે ઉપરા છાપરી રેઇડો કરતા દારુબંધ થતા હું ખેતીના ધંધે લાગ્યો અને મારુ સગપણ થઇ ગયુ અને મારા લગ્ન પણ લેવાયા છે. તમે માતાજીના મઢે આવ્યા છો તે જાણીને આ મારા લગ્નની કંકોત્રી આપવા આવ્યો છું આપને જરુર પધારવાનું છે.

જયદેવને ઘણો આનંદ થયો કે વ્યક્તિના જીવનમાં કેવુ પરિવર્તન આવ્યું ? પોતે તો ખાસ કાંઇ કર્યુ ન હતુ પોતાની કાયદેસર કેવુ પરિવર્તન આવ્યું ? પોતે તો ખાસ કાંઇ કર્યુ ન હતુ પોતાની કાયદેસરની ફરજ જ બજાવી હતી. પરંતુ એક સારુ કાર્ય યાનો તેને સંતોષ થયો.

પોલીસ દળમાં આમ તો બારેય મહિના બદલીઓ અને નિમણૂંકોની વહીવટી પ્રક્રિયા ચાલુ જ હોય છે. તેના કારણો પણ વિવિધ હોય છે. જેમ કે કોઇ કર્મચારી કોઇ ગુન્હામાં કે ખાતાકીય તપાસમાં સંડોવાય તો કોઇકને રાજકારણ આભડે તો ક્યારેક પોતાના ઉપર અધિકારી સો કાર્ય પધ્ધતિ કે મન મેળમાં અભાવ તા જે તે અધિકારી (જાહેર હીતમાં) જે તે કર્મચારી વિરુધ્ધનો ડી.ઓ. (ડેમી ઓફિસીયલ) પત્ર લખી નાખતા જ તાબાના કર્મચારીના બિસ્તરા પોટલા બંધાઇ જતા હોય છે. આવો એક હુકમ કમલાબાગ પોરબંદરના ાણાના જમાદાર પિરમનો થયો અને તેમને બગવદર થાણામાં નિમણૂંક મળી.

તે સમયે બગવદર થાણામાં કર્મચારીઓની ઘટ હોય જયદેવને થયું સારુ કર્યુ એકાદ બીટ તો સચવાઇ રહેશે. પરંતુ ડી સ્ટાફના જોષીએ કહ્યું “ના સાહેબ આ એવું સારુ નથી આતો આફત આવી છે. આ જમાદારનું ઉર્ફે નામ ‘પિરમ સૂળ’ છે. જયદેવે પૂછ્યુ ‘સૂળ એટલે ?’ આથી ઓડેદરાએ કહ્યું કે પગમાં કાંટો કે શૂળ ઘુંસી ગયો હોય તો તેને જ્યાં સુધી કાઢો નહિં ત્યાં સુધી શાંતિ કે નિરાંતતી ની તેમ આ કમલાબાગ થાણાનું શૂળ જતા ત્યાં શાંતિ અને નિરાંત અને હવે બગવદરમાં અશાંતિ અને ઉપાધી થશે.

જયદેવે વિગતે પુછપરછ કરતા  જાણવા મળ્યુ કે “આ પિરમ જમાદાર કાયદાનો તો જાણકાર છે પરંતુ તે તેની હોંશિયારી તે પોલીસ દળ અને અધિકારીઓ વિરુધ્ધ જ વાપરે છે. ગુનેગારોને તે ખાનગીમાં માર્ગદર્શન આપીને ખોટી અરજીઓ કરાવે છે. આ પિરમ સૂળે ભૂતકાળમાં પોરબંદરમાં ઘણા ધૂરંધર અને માથા અધિકારીઓને રડાવેલ છે. તેવો આ પિરમ સુળનો સ્વભાવ ખટપટી અને કાવાદાવા કરવાનો છે.

જયદેવને યુ તો તો એક કામ નહિં અનેક કામ વધી ગયા. કારણ કે પોલીસ સ્ટેશનમાં તો એકી સો અનેક કામો હોય છે. જે સમય પ્રમાણે અનુકૂળતાએ આગળ પાછળ તા હોય છે. વચ્ચે કાંઇક ઇમરજન્સી આવી જતા અમુક જરુરી કામો ઘણો સમય સુધી લટકતા રહી જતા હોય છે.

કેટલીક નોંધો જે તે ડાયરી કે રજીસ્ટરોમાં બાકી રહી જતી હોય છે. તેની જાસૂસી આ પિરમ સુળ રાખીને લેખીત યાદી બનાવતો અને મોકો મળ્યે સાી કર્મચારી કે અધિકારીને બરાબર ભીડવતો.

આથી ઓડેદરાએ કહ્યું આ સુળને બખરલા બીટમાં  જ મૂકી દોને ગામડાઓ દૂર-દૂર અને તે પણ કલોગા છે દરેક ગામ માટે અલગ વાહન પકડવુ પડે. વળી આ પિરમ જમાદારને મોટર સાયકલ પણ આવડતુ ની તેની તે બીટના ગામડાઓમાં રખડવામાંથી જ ઉંચો નહિં આવે અને બગવદરમાં શાંતિ રહેશે.

પરંતુ જયદેવે પિરમ જમાદાર હાજર તા તેમને નોકરી પી.એસ.ઓ.ની આપી પિરમ જમાદાર ખુશ થઇ ગયા કે હમણા તો પોરબંદરી અપ-ડાઉન થઇ શકશે. અન્ય જૂના જમાદારો જયદેવને મળ્યા અને કહ્યું “સાહેબ આ પિરમને ખોટો પી.એસ.ઓ.માં રાખ્યો છે તેને ખાતાના જ કર્મચારીઓની ખટપટ કાવાદાવા કરવાની કુટેવ છે તે ઉપરાંત સામાન્ય બનાવમાં પણ ગંભીર કલમો લગાડીને તમામને દોડતા કરી દે તેવી આદત છે. છતા જયદેવે કોઇ ફેરફાર કર્યો નહિં.

પિરમ જમાદારે પી.એસ.ઓ. ફરજ ચાલુ કરી તેને પણ કોઇક જૂના જમાદારે કહ્યું કે આ ફોજદાર પણ જોખમી છે હો પિરમભાઇ ધ્યાન રાખવું તેની હડફેટે આવ્યા તો કચરો ઇ જાશો. પરંતુ પિરમ જમાદારે તેને કહ્યું “જોયા ફોજદાર, આ તો બાળક છે તમે આ બાળકનું ધ્યાન રાખજો

જયદેવનો નિયમ હતો કે “પહેલો ઘા રાણા નો કરીને આવા ખડુસ પહેલા ફદકે ચઢાવાય. તેથી પિરમ જમાદાર પોરબંદરી અપ ડાઉન કરતા હતા. તેથી જયદેવ ખાસ ધ્યાન રાખતો કે તે ફરજ ઉપર સમયસર આવે છે કે કેમ ? પોલીસ ખાતામાં ઘણા કામોમાં સમયની ગોઠવણી તથી હોય તેમ વહેલા મોડ આવવાની પણ અરસ-પરસની સમજૂતીથી ગોઠવણી થતી હોય છે.

પરંતુ જયદેવ પિરમ જમાદાર ઉપર જ ધ્યાન રાખ્યુ કે તે વહેલા મોડા થાય છે કે કેમ ? એક બે વખત આ રીતે પિરમ જમાદાર મોડા પડતા જયદેવે તેની સ્ટેશન ડાયરીમાં નોંધ કરી પિરમ જમાદારનો ખુલાસો લીધો. આથી પિરમ જમાદાર ઉશ્કેરાયા અને તેને યું કે બીજા પોલીસકર્મીઓ જ ફોજદારને આ ચાડી ખાય છે.

આથી પિરમ જમાદાર બીજા કોન્સ્ટેબલો અને જમાદારોની નોંધો કરવા લાગતા આમેય પિરમી તમામ નારાજ હતા જ તેમાં આ સ્ટેશન ડાયરીની નોંધોએ “બળતામાં ઘી હોમ્યું તમામ એક થઇ ગયા અને જયદેવને રજૂઆત કરી કે “સાહેબ આપ તો જાણો છો અરજીઓ, વોરંટી, તપાસો, રેઇડો વિગેરે અનેક કામો હોય અને આમ નોંધો કરે તો કેમ ચાલે ? જયદેવને યું હવે બરાબર વાત જામી ગઇ છે.

તેથી જયદેવે પિરમ જમાદારને બખરલા બીટમાં નિમણૂંક આપી દીધી અને બીજા પી.એસ.ઓ.ને કહ્યું હવે પિરમ જમાદારની નોંધો નિયમસર કરવાની તમારી જવાબદારી. જયદેવે પિરમને કહ્યું કે તમારી પસંદગીના કોન્સ્ટેબલની સહમતી લઇ મને નામ આપો તેથી એક કોન્સ્ટેબલ તમને આપી દઉ. પિરમે લગભગ મને નામ આપો તેથી એક કોન્સ્ટેબલ તમને આપી દઉ.

પિરમે લગભગ તમામ કોન્સ્ટેબલોને તેની સો બીટ ડ્યુટીમાં આવવા પૂછ્યુ પરંતુ પિરમની “મેલી મરાવટી અને તેનાથી નારાજ કોન્સ્ટેબલો કોઈ તૈયાર થયા નહીં આખરે પિરમે જ જયદેવને કહ્યું તમને ઠીક લાગે તે કોન્સ્ટેબલને આપી દો જેમ દરેક થાણામાં એકાદ-બે કોન્સ્ટેબલો તો પિરમ જેવા અને લીસ્ટેડ અને ધૂની અને મગજના ફરેલા હોય જ છે.

તેવા એકને પિરમની મદદમાં મૂક્યો. પરંતુ અઠવાડીયામાં જ થિ૫રમે કહ્યું કે મારે આ કોન્સ્ટેબલ તો શું એકે કોન્સ્ટેબલ જોઇતો ની હું એકલો લડી લઇશ. જયદેવે પિરમને કહ્યું આવુ જ જમાદારો માટે ફોજદારને હોય છે. શિસ્ત બધ્ધ અને આજ્ઞાંકિત માણસો તમામને પસંદ હોય છે. પિરમ જમાદાર સમજી ગયા અને સમસમી ગયા કે આ ટોણો મને જ માર્યો છે. પરંતુ કાંઇ બોલ્યા નહિં અને સામે ટગર-ટગર જોઇ રહ્યાં.

ડી સ્ટાફના જવાનોએ કહ્યું સાહેબ આ હવે છંછેડાયો છે બહારી કાંઇ બોલતો નથિ પરંતુ મનમાં ચોગઠા ગોઠવતો હશે. આમ તો જયદેવને કાંઇ ખોટુ કરવાનું હતું નહિં પણ અનેક કાર્યો એકી સાથે હોઇ સમયની ચોરી તો થતી જ. આથી જયદેવ કારોબારમાં બરાબર તકેદારી  રાખેલી.

પોરબંદર વિસ્તાર દરિયાકાંઠાને હોય સદીઓથી વહાણવટા થતા ધર્ંધો આ વિસ્તારના લોકો આફ્રિકા યુરોપ જતા અને મહેનત કરી અઢળક નાણા સંપતિ કમાતા હતા. આમ આ વિસ્તારમાં હજુ વિદેશમાં જવાનો અને તેમાં પણ ખાસ અખાતી દેશો અને દુબઇ જવાનો ક્રેઝ બહુ હતો.

જેથી પાસપોર્ટની વેરીફિકેશન અરજીઓ ગ્રામ્ય વિસ્તારની પણ પુષ્કળ આવતી. જે પાસપોર્ટ અરજીની ભૌતિક તપાસ તે સમયે જે બીટ જમાદારોજ કરતા અને વેરીફાય કરી આ અરજી પોલીસ સ્ટેશનમાંથી ફોજદારના શેરાઓ  સાથે પોલીસવડાની કચેરીમાં જતી અને ત્યાંથી આ અરજી રીજીયોનલ પાસપોર્ટ અધિકારી પાસે જતી.

એક દિવસ એક કોન્સ્ટેબલે જયદેવને હકીકત આપી કે બખરલાનો એક ઇસમ ખલીવલીમાં દુબઇ ગયો છે. અહિં ઘણા વર્ષોથી નથી છતા તેની પાસપોર્ટ અરજી વેરીફાય થઇ અભિપ્રાય સાથે બગવદરી રવાના થઇ ગઇ છે. જયદેવે તે વ્યક્તિના નામ ઠામ લઇ પોલીસ સ્ટેશનના રજીસ્ટરમાં જોયું તો આ પ્રકરણ ચાર દિવસ પહેલા જ પોરબંદર પોલીસવડાની કચેરીએ રવાના થયું હતું.

જયદેવે કોન્સ્ટેબલ ઓડેદરાને પૂછ્યુ કે આ “ખલીવલી શું છે ! તો તેણે કહ્યું કે અહિંથી કેટલાક માણસો પાસપોર્ટ વગર મજૂરી કામ કરવા માટે સલાયા બંદરેથી જતા દેશી ઢબના વહાણોમાં દુબઇ અને અખાતી દેશોમાં જાય છે. જો કે તેની કિંમત સારી એવી ચુકવવી પડે છે તેને ખલીવલી કહે છે. અખાતી દેશોમાં તો મજૂરોની ખૂબ જ જરુરીત હોય ત્યાં આવા લોકોને ચલાવી લેવાય છે. પછી ભલે ત્યાં ગમે તેવી ગુલામી કરવી પડે ! કોઇ તેમને કાંઇ પૂછતુ નથી. જો કે કાંઇ ગુન્હો કરે થતો કડક સજા કરી ભારત પાછા ધકેલી દે અને અહિં ભારતમાં પાસપોર્ટ એક્ટ મુજબનો ગુન્હો નોંધાય તે વધારામાં

જયદેવે ઓડેદરાને મળેલ બાતમી વેરીફાય કરવા કહ્યું. તેણે સાંજે જ આવીને કહ્યું કે હકીકત સાથે ટકા સાચી છે જે વ્યક્તિનું વેરીફીકેશન થયું તે વર્ષોથી દુબઇ જ છે. પિરમભાઇ જમાદારે ખોટા નિવેદન નોંધી ખોટો અભિપ્રાય આપી પ્રકરણ રવાના કરેલું છે. જયદેવે ઓડેદરાને જ પોરબંદર પોલીસવડાની કચેરીએ દોડાવ્યો.

પોરબંદર લોકલ ઇન્ટેલીજન્સ બ્રાંચમાં આ પ્રકરણ હજુ પડ્યું જ હતુ. ઓડેદરાએ એલ.આઇ.બી.માંથી જ મામુલી કવેરી કઢાવી પ્રકરણ પાછુ લઇ બગવદર પૂર્તતા માટે લઇ આવ્યો. જયદેવે વખરલા જઇ ફેર નિવેદનો લીધા અને અરજદાર ખરેેખર “ખલીવલીમાં દુબઇ હોવાનું જાહેર થયુ.

ફોટા ખોટી રીતે વેરીફાય કર્યાના અનેક ખોટા નિવેદનો જમાદાર પિરમ સુળે લીધેલાનું પાકુ થયું આ વાત સમગ્ર પોલીસ સ્ટેશનમાં ચર્ચાવા લાગી અને પિરમ સૂળને પણ ખબર પડી જતા તે સીક રજા ઉપર ઉતરી ગયો. પિરમે પોરબંદર તેના કોઇ આકા પોલીસ અધિકારીને આ બાબતે વધુમાં શું થઇ શકે તે અંગે પૂછપરછ કરી. તેના આકા અધિકારીએ કહ્યું કે જો ગુન્હો નોંધાય તો હાઇકોર્ટ  સુધી જામીન પણ નહિં મળે.

જયદેવે પણ પ્રકરણ લટકતુ રાખ્યુ અને આખરે પિરમમૂળ સીકમાંથી બગવદર હાજર થઇ જયદેવ પાસે ધ્રુસ્કેને ધ્રૂસ્કે રડ્યો અને કહ્યું સાહેબ મારો ભૂતકાળ ભલે જે હોય તે પણ મેં બગવદરમાં ક્યાં કાંઇ આવુ કર્યુ છે ? જયદેવ કહ્યું “તને મોકો નથી મળ્યો તેથી નથી કર્યુ બીજો કોઇ ચમત્કાર નથી તમે હજુ સુધર્યા નથી. તે પછી આ કિસ્સો પોરબંદર જીલ્લા પોલીસદળમાં ખૂબ ચર્ચાયો કે આખરે પિરમ સૂળ સપડાયો ! પિરમે જયદેવના મિત્ર અધિકારીઓના પગ પકડ્યા અને ભલામણ કરાવી કે મેં ક્યાં આંતકવાદીને મદદ કરી છે, કરી છે તો એક ભારતીયને જ અને તે પણ મજૂરી માટે થોડી બાંધ છોડ કરો.

જયદેવે પિરમ મોખીરીયાને લેખીત ખુલાસો લઇ તે પ્રકરણનો એક સેટ (ઝેરોક્ષ) પોતા પાસે રાખી તેણે કરેલ ઇન્કવાયરી પોલીસવડાને મોકલી. પિરમને કહ્યું એક સેટ મારી પાસે રાખ્યો છે. જે દિવસે મને ઇચ્છા શે તે દિવસે હું શ્રી સરકાર તરફ ફરિયાદી બની એફ.આઇ. આર. આપી દઇશ. અને મારી બદલી થશે ત્યારે નવા ફોજદારને ચાર્જમાં આપતો જઇશ !

પરંતુ તે પછી પોરબંદરનો પિરમ સૂળ મટીને તે પિરમ બકરી બની ને રહ્યો. નવા ફોજદારે પણ જયદેવે આપેલા ઉચ્ચક પ્રકરણી પિરમને તેની અસરમાં રાખેલો. આખરે લાંબા સમયે પિરમની શૂળ કરવાની આદત સુધરી ગયાના અહેવાલ જાણવા મળેલા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.