સુરેન્દ્રનગરમાં છાશવારે ગુન્હાઈત સામે આવી રહ્યા છે તેવા સમયે પોલીસે દારૂના ગુન્હામાં એકને દારૂના જથ્થા સાથે ઝડપી પડયો હતો અને તેને તેના સોર્સ વિષે પુછપરછ હાથ ધરી હતી. દારૂના ગુન્હામાં પકડાયેલા એ વ્યક્તિએ બુટલેગરની માહિતી આપી હતી.
વાત એમ હતી કે જારે દારૂના ગુન્હામાં ઝડપાયેલા વ્યક્તિએ બુત્લેગરનું નામ જાહેર કર્યું ત્યારે એ બાબતની ખીજ રાખી બુટલેગર સહીત તેના બે સાથીદારોએ ફરિયાદીને ધમકી આપી ખંડણીની માંગ કરી હતી પરંતુ ખંડણીની માંગ પૂરી ન થવાથી ઉશ્કેરાયેલા બુટલેગરે ફાયરીંગ કરવાનું શરુ કર્યું હતું. સાદ નશીબે નિશાના ચુકી જતા જાનહાની ટળી હતી.
સમગ્ર મામલો પીલોસની સામે આવતા અને ફાયરીંગ થયું હોવાના પુરાવા મળી આવતા પોલીસે બુટલેગર અને તેના સાથીદારો સામે ગુન્હો નોંધી તપાસ હાથધરી છે. હાલ બુટલેગર અને બે સાથીદારો સહીત ત્રણેય ફરાર હોવાથી પોલીસે શોધખોળ શરુ કરી છે.