ઈજાગ્રસ્ત પોલીસ કર્મીઓને હોસ્પિટલ ખસેડાયા ઘટનાસ્થળે પોલીસનાં ધાડે ધાડા ઉતારી દેવાયા
ટંકાર પોલીસને ગતરાત્રીના બાતમી મળી હતી કે જોધપર ઝાલા ગામે દારૂનો જથ્થો રહેણાક મકાનમાં ઉતર્યો છે જેથી ત્યાં રેડ કરવા જતાં દારૂનો જથ્થો પોલીસના હાથમાં ન આવે તે માટે પોલીસ પર જીવલેણ હુમલો કર્યો હતો ઘટનાની જાણ થતાં જિલ્લાની પોલીસ ત્યાં દોડી ગઈ હતી
બનાવની મળતી વિગત મુજબ ટંકારા પોલીસ મથકમાં ફરજ બજાવતા વિક્રમભાઈ આહિર ફરિયાદ નોંધાવી છે કે ગત રાત્રીના સમયે અમને હકકિત મળી હતી કે જયપાલસિંહ ઝાલા નામના વ્યક્તિનો દારૂ અમૃત કોળીના મકાનમાં છે ત્યાં ટંકારા પોલીસના રવિ ગઢવી, મોહમ્મદભાઈ બ્લોચ, રમેશભાઈ ચાવડા, વિક્રમભાઈ આહીર અને પ્રવીણભાઈ મેવા સહિતના જવાનોએ રેડ કરવા ગયા હતા જ્યાં આ દારૂનો જથ્થો પોલીસ હાથમાં ન આવે તેના માટે જયપાલસિંહ પ્રવિણસિંહ ઝાલા, પ્રદીપસિંહ ઝાલા, હરદેવસિંહ ઝાલા , કુલદીપસિંહ ઝાલા, શક્તિસિંહ ઝાલા, જસમત કોળી, અમૃત કોળી અને જયપાલસિંહના તથા અન્ય ૩ થી ૪ અજાણ્યા લોકો સાથે મળી લાકડા ધોકા, પાઇપ અને પથ્થર વડે પોલીસ ટિમ પર હુમલો કર્યો હતો જેમા પોલીસ કર્મીઓને ઇજા થતાં તેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો ઘટનનાની જાણ થતાં ટંકારા પોલીસ,એસ.પી.,ડી.વાય.એસ.પી., એલ.સી.બી.,એસ.ઓ.જી. સહિતની ટિમો ત્યાં દોડી ગઈ હતી અને પોલીસ પર હુમલો કરનાર શખ્સો ને ઝડપવા કાર્યવાહી હાથ ધરી હતી.