ગુજરાતમાં દારૂ બંધી છે છતાં પણ અવાર નવાર ગુજરાતમાં દારૂ પકડાય છે. દારૂ બનાવનાર કે વેચનાર પણ રોજ નવા નવા કીમિયા અજમાવે છે. પોલીસ પણ બુટલેગરોની યોજનાને નાકામ કરવા પ્રયત્નશીલ રહે છે. હાલ પોલીસે ભગવતીપરા આવાસ યોજના અને જામનગરના કાલાવડ તાલુકાના નાનાં વડાળા ગામની સીમમાંથી ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો.
રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભગવતીપરા આવાસ યોજનાના ક્વાટર્સના અંદરના ભાગે કબ્રસ્તાન પાસેથી ઇનવોમાં કારમાં દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. આ પકડેલો ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂની 41 પેટી પકડી છે. જેની નંગ દીઠ ભાવ 492 રૂપિયા આંકવામાં આવે છે. પોલીસે 41 પેટી દારૂ સાથે ઇનોવા કાર અને મોબાઈલ ફોન સહીત કુલ 7,18,520 રૂપિયાનો માલ જપ્ત કર્યો છે.
પોલીસે આરોપીની પુછપરછ કરતા જાણવા મળ્યું કે, આરોપી આ દારૂનો જથ્થો જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાનાં વડાળા ગામની સીમમાંથી ભરેલી હોવાની કબૂલાત કરી છે. આરોપીએ આપેલી માહિતીના આધારે પોલીસે તાત્કાલિત તે જગ્યા પર રેઇડ કરી. જે રેઇડમાં પોલીસને ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂની 155 પેટી જપ્ત કરી. જપ્ત કરેલા દારૂની એક બોટલની કિંમત 1860 આંકવામાં આવે છે. પોલીસની આ રેઇડમાં 155 દારૂની પેટીનો 9,30,000 નો માલ જપ્ત કરવામાં આવ્યો છે. જ્યાંથી દારૂ જપ્ત કરવામાં આવ્યો તે જગ્યા કાલાવડ તાલુકાની પોલીસ સ્ટેશનની હદમાં આવતી હોવાથી હવે આગળની કાર્યવાહી તે કરશે.