કોરોનાને કારણે એક તરફ રાજ્યમાં નાઇટ કર્ફ્યુ અમલમાં છે, કર્ફ્યુ લાગ્યા બાદ લોકો પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ લઇ જતા પણ ડરી રહ્યાં છે. બીજી બાજુ બૂટલેગરો સાતકોઠા વિંધી રાજ્યના ખુણે ખુણે દારૂ પહોંચાડી રહ્યાં હોવાની ઘટના સામે આવતી રહે છે. રાજકોટ જિલ્લામાં બે દિવસમાં જ લાખો રૂપિયાનો દારૂ પકડાયો છે. પહેલા પડધરી અને હવે રાજકોટ અમદાવાદ હાઇવે પર સોખડા ગામ નજીકથી દારૂ પકડાયો છે. દારૂની ખેપ મારવા બૂટલેગર દ્વારા વિવિધ નુસખા અપનાવવામાં આવી રહ્યાં છે જે જાણી તમે પણ ચોંકી જશો.
પોલીસ દ્વારા રાજકોટ અમદાવાદ હાઇવે પર સોખડા ગામ ખાતે રામપીર મંદિર નજીકથી દારુના જથ્થા ભરેલ વાહન અને વાહન ચાલકની ધરપકડ કરી હતી. દારૂની હેરાફેરી કરવા માટે બુટલેગરોએ નવો નુસકો અપનાવ્યો હતો. જેમાં એ ઇંટોના ઢગલાની આડમાં દારુની હેરાફેરી કરતા, પણ આ નુસકો એમનો લાંબો ના ચાલ્યો. કુવાડવા પોલીસે બુટલેગરનો નુસકો પડકી 1440 નંગ ઈંગ્લીશ દારુની બોટલ સાથે મીની ટ્રક સહિત કુલ 10 લાખ 96 હજારનો મુદ્દામાલ કબજે કર્યો.