રાજ્યમાં બુટલેગરો બેફામ બન્યા છે. દારૂની હેરાફેરી કરવા માટે કે દારૂને છુપાવવા માટે અલગ-અલગ કીમીયાઓ અપનાવતા હોય છે. પોલીસ બાતમીના આધારે આરોપીઓને પકડી પાડતી હોય છે. ત્યારે વધુ એક આશ્ચર્યચકિત કિસ્સો સામે આવ્યો છે જેમાં કારમાં બનાવેલા ચોર ખાનામાં દારૂની હેરાફેરી કરીને પોરબંદર તરફ લઈ જતા હતા ત્યારે પકડી પાડવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના ઉના વિસ્તારની છે જ્યા સંઘપ્રદેશ દીવને જોડતી બોર્ડર હોવાને કારણે બુટલેગરો અવારનવાર દારૂની હેરાફેરી કરવાના કીમિયા અપનાવતા હોય છે ત્યારે વધુ એક કીમિયાનું ગીર સોમનાથ એસીબીએ પર્દાફાશ કર્યો હતો. બૂટલેગરને કાર અને દારૂના જથ્થા સાથે ગીર સોમનાથ એલસીબીની ટીમે જિલ્લા પોલીસ અધિક્ષક મનોહર સિંહ જાડેજાની સુચનાથી વેરાવળ નજીક હિરણ નદીના પુલ પાસેથી બાતમીના આધારે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકા તરફથી એક કારમાં દારૂની હેરફેર થઈ રહી છે તેવી બાતમીના આધારે વેરાવળ હાઇવે પર પોલીસ સ્ટાફે વોચ ગોઠવી હતી તે દરમિયાન હિરણ નદીના પુલ પરથી ફોરવીલ કાર પસાર થતાં તેને રોકી અને બુટલેગરનો ભાંડો ફૂટ્યો હતો. કાર રોકી ને તપાસ કરાતા ક્યાંય પણ દારૂ મળ્યો નહીં છતાં બાતમીના આધારે ઝીણવટ ભરી તપાસ કરતા પેઝાબાઝ બુટલેગરો એ કારમાં ફ્રેન્ડશીપ ની પાછળ પોલીસને ચોર ખાનું નજરે પડ્યું અને તે ચોરખાનું ખોલતા તેમાંથી દારૂની બોટલ જથ્થો પોલીસે જપ્ત કર્યો હતો.
આશ્ચર્યની વાત તો ક્યારે આવી જ્યારે ચોર ખાનામાં બુટલે ઘરે ઇંગલિશ દારૂની જુદી જુદી બ્રાન્ડની 83 બોટલો બહાર કાઢી હતી. ગાડીમાંથી કુલ 33,000 640 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ દારૂનો જથ્થો ઉના તાલુકાના કોબ ગામે રહેતા બુટલેગર પાસેથી ભરેલ હોવાનું પૂછપરછ માં જાણવા મળતા પોલીસે પોલીસે પોરબંદરના વિવેક જુંગી(કાર ચાલક) અને ઉનાના યાજ્ઞિક બાંભણિયા સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.