ગ્લોબલ ઈકવીટી માર્કેટમાં રીકવરી અને ઘરઆંગણે કોર્પોરેટ સેકટરના સારા પરિણામે બજાર ટનાટન
લાંબા સમયના ઈંતજાર બાદ બેંચમાર્ક સેન્સેકસ આજે ૩૦,૦૦૦ પોઈન્ટની સપાટીને તોડવામાં સફળ રહ્યો છે. સળંગ ત્રીજા દિવસે તેજીના પરિણામે સેન્સેકસ ૩૦ હજારની સપાટીએ પહોંચ્યો છે.
ગઈકાલે નિફટી ૯૩૦૬ની ઐતિહાસીક ઉંચાઈએ બંધ રહેવામાં સફળ યો હતો. આજરોજ બજાર ખુલ્યાની સો તેજીની ચાલ જોવા મળી છે. છેલ્લા બે દિવસની અંદર રોકાણકારોની સંપત્તિમાં ધરખમ વધારો યો છે. ગ્લોબલ ઈકવીટી માર્કેટમાં રીકવરી, કોર્પોરેટ સેકટરના સારા પરિણામ અને ડોલર સામે ‚પિયાની મજબૂતી તા સરકાર દ્વારા ભવિષ્યમાં ર્આકિ સુધારાના પ્રબળ આશાવાદના કારણે આજે સેન્સેકસ ઐતિહાસીક સપાટીએ પહોંચ્યો છે.આ લખાય છે ત્યારે સેન્સેકસ ૧૩૫ પોઈન્ટના ઉછાળા સો ૩૦,૦૮૨ની સપાટીએ છે જયારે ૯૩૪૬ની ઉંચાઈએ પહોંચી છે. આજના દિવસમાં ત્તેજીના આશાવાદી સેન્સેકસ ૨૫૦ પોઈન્ટનો ઉછાળો નોંધાય તેવી શકયતા છે.