ગુજરાત કી હવા મે વ્યાપાર હે !!!
નાણાકીય વર્ષ 2021-22ની સરખામણીમાં વર્ષ 2022-23માં આવક 13% વધી 41 હજાર કરોડ રૂપિયાએ પહોંચી
કહેવાય છે કે ગુજરાત કી હવા મેં વ્યાપાર હે ત્યારે ગુજરાતે આવકવેરા વિભાગની જોલી છલકાવી દીધી છે. વર્ષ 2021-22 માં 36,800 કરોડ રૂપિયાની આવક થઈ હતી જે નાણાકીય વર્ષ 2022-23 માં 13 ટકા વધી 41,000 કરોડે પહોંચી છે. જેમાં ટીડીએસ પેટે 24800 કરોડ રૂપિયા, એડવાન્સ ટેક્સ પેટે 17300 કરોડ રૂપિયા મે આવક થઈ છે જ્યારે સામે આવકવેરા વિભાગે રિફંડ પેટે ૧૦ હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરી છે જે નાણાકીય વર્ષ 2021-22 ની સરખામણીમાં ડબલ છે.
બીજી સૌથી મોટી વાત એ છે કે ઉદ્યોગોની આવકમાં જે રીતે વધારો થઈ રહ્યો છે અને બજારમાં જે રીતે રૂપિયો પર તો થયો છે તેને ધ્યાને લઈ આવકવેરા વિભાગની આવક પણ દિન પ્રતિદિન વધી રહી છે સમગ્ર ભારતની જો વાત કરવામાં આવે તો જૂન 17 સુધીમાં વર્ષ 2023-24 માં 3.79 લાખ કરોડ રૂપિયાનું ડાયરેક્ટ કલેક્શન થયું હતું જે નાણાકીય વર્ષ 2022-23 માં 3.41 કરોડ રૂપિયા રહ્યું છે અને ઓવર ઓલ 11 ટકાનો ઉછાળો નોંધાયો છે. ચાલુ વર્ષમાં જ ગ્રોસ કલેક્શનમાં 13 ટકાનો ઉછાળો નોંધાયો હતો અને આંકડો 4.19 લાખ કરોડ રૂપિયા પહોંચ્યો છે.
આવનારા દિવસોમાં સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓ જે ઉદ્યોગો માટે બનાવવામાં આવી છે તેને ધ્યાને લઈ સરકાર ને હજુ પણ વધુ આવકવેરા વિભાગની આવક વધે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સમગ્ર દેશમાં ગુજરાત પણ એકમાત્ર એવું રાજ્ય છે કે જ્યાં ઇન્કમટેક્સ અને જીએસટી ની આવક સરકારની તિજોરી છલકાવી રહી છે. તેની સીધી જ અસર દેશના અર્થતંત્ર ઉપર પણ જોવા મળે છે. જે પ્રમાણમાં રિફંડ આપવામાં આવી રહ્યા છે તેને ધ્યાને લઈ એ વાત સ્પષ્ટ થઈ છે કે, વધારો વધારો નોંધાય રહ્યો છે અને પરિણામ સ્વરૂપે ઉદ્યોગોની સ્થિતિ પણ સારી થઈ રહી છે.