‘મીઠુ’ અગરીયાઓને લાગ્યું ‘મીઠું’
આ વર્ષે અગરીયાને વધારે ભાવ મળવાની શરૂઆત
ફેબ્રુઆરી પછી મીઠાંના બજાર મા તેજી નો પવન ચાલી રહ્યો છે . આ તેજી ના હિસાબે કચ્છ ના નાના રણ વિસ્તાર મા ઝીંઝુવાડા – ખારાધોડા વિસ્તારમા અગરિયા ને મીઠુ પકવવાના ૧૦૦ કિલો મીઠુ પકવવાના ૩૦ – ૩૨થી લઇને ૩૫ રૂપિયા મા સોદા થયાનું જાણવા મળે છે .
કેટલાક વેપારી અને અગરિયા ઓ એ આ વાતને પૃષ્ટિ કરતા કહ્યું હતુ કે આઝાદી પછી કદાચ પહેલી વખત એક સાથે આટલો ભાવ વધારો થઇ રહ્યો છે. અને એ સારી બાબત પણ છે . અમે અગાઉ પણ લખી ચુક્યા છીએ કે મીઠાં નો ગાદી તકિયા ઉપર બેસી ને કરવાનો ધંધો એટલે કે આખા મીઠાંનો ધંધો ધીમે -ધીમે ઘટી રહ્યો છે . અને કોર્પોરેટ સેક્ટર જેમ રિફાઇન સોલ્ટ ની માંગ વધી રહી છે. ખારાધોડામા નવી રિફાઇનરી ઓ આવી રહી છે . અને આખા મીઠાં ના વેપારીઓ ઘટી રહ્યા છે. આપણે આને સમય પ્રમાણે નું પરિવર્તન કહી શકીયે બીજું શુ !!!…
મીઠુ પકવતો આ વિસ્તાર ઝાલાવાડ છે . જ્યાં ઝાલા રાજા ઓ એ અગરિયા ઓ ની સારી કાળજી રાખી હતી એનો ઊમદા દાખલો ઝીંઝુવાડા છે . એક વખત ગામડાઓ મા એવી કહેવત હતી કે ઝીંઝુવાડા નું ઊજળું મીઠુ ને ઝાલાવાડ ના કાલા (એ વખતે કાલા ફોલવાનો અને તેમાંથી રૂ જુદું કરવાનો મોટો ઉદ્યમ હતો ઝાલાવાડ મા ) એ રૈયત ને કાયમ વહાલા ….. એ જમાના મા પ્રજા ઝીંઝુવાડા ના મીઠાં ને ધોળું કે સફેદ નહી પણ ઊજળું કહેતી હતી .કારણ કે એ મીઠાં એ તેના પકવનાર અગરિયા ને ઉજળા રાખ્યા હશે . સલામ ઝીંઝુવાડા ના ઊમદા સાશકો ને ….આજે પણ પાસાદાર અને શ્રેષ્ઠ ઊજળું વડાંગરું – પોડાવાળું મીઠુ ઝીંઝુવાડા મા જ થાય છે . પરંતુ , અહીંયા આપણે આ વરસે અગરિયા ઓ ને ભાવ વધારો મળી રહ્યા ની વાત કરીયે છીએ . ખુબ આનંદ ના સમાચાર છે . આ વરસે મીઠુ પકવવા જવા વાળા પણ વધશે .