ધો.૯ પાસ વૃદ્ધ આયુર્વેદિક દવાખાનુ ખોલી એલોપેથી દવાઓ આપી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો
શાપર-વેરાવળ ઔદ્યોગીક વિસ્તારમાં ધો.૯ પાસ વૃદ્ધ આયુર્વેદિક દવાખાનુ ખોલી એલોપેથી દવાઓ આપી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા પટેલ વૃદ્ધને એસઓજીએ ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ જીલ્લામાં બોગસ તબીબોનો રાફડો ફાટયો હોય અને લોકોની જનસુખાકારી સાથે ચેડા કરતા હોવાનુ જીલ્લા પોલીસ વડા બલરામ મીણાને ઘ્યાને આવતા તેવા બોગસ તબીબોને ઝડપી લેવા આપેલી સુચનાને પગલે એસ ઓ જીના પી.આઈ. એ.આર. ગોહિલના માર્ગદર્શન હેઠળ પી. એસ.આઈ. એચ.ડી. હીંગરોજા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે રાજકોટના અંબાજી કડવા પ્લોટમાં રહેતો અને શાપર-વેરાવળમાં આયુર્વેદિક ડીલાગેઈટ નામે કલિનિક ચલાવતો ચના ગોવિંદ ટીલાળા એલોપેથીની સારવાર કરતો હોવાની એએસઆઈ ઉપેન્દ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી કલિનિકમાંથી એલોપેથી દવાઓ, ઈન્જેકશન અને ગ્લુકોઝના બાટલા મળી રૂ.૧૦૧૭૮નો મુદામાલ કબ્જે કરી પ્રાથમીક પુછપરછમાં ચના ટીલાળા ધોરણ ૯ સુધી અભ્યાસ કર્યો છે અને અગાઉ પણ એક વખત પોલીસના હાથે પકડાય ચુકયો છે. શાપર પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.