- સુરેન્દ્રનગરના યુવકની હત્યામાં સંડોવાયેલા પાલિતાણાનો શખ્સ બોગસ ડિગ્રીના આધારે નોકરી કરતો
- હિન્દી ફિલ્મના સસ્પેન્સને ટક્કર મારતી ઘટનાથી તંત્ર બોધ પાઠ લેવા જેવો
કચ્છના ભચાઉમાંથી ઝડપાયેલ મુળ પાલીતાણાના સુરેન્દ્રનગરના યુવાનના ખૂન કેસ અને ખોટા પુરાવા ઊભા કરી ખોટી ડિગ્રી પ્રસિદ્ધ કરી અલગ-અલગ જગ્યા ઉપર નોકરી બજાવી ચુકેલને પાટણ લોકલ ક્રાઈમ બ્રાન્ચ કચ્છના ભચાઉમાં દડો પાડી મહેશકુમાર નારણભાઈ યાદવ નામના 39 ડોક્ટરની ઘર પકડ કરી ઊંડાણપૂર્વકની તપાસ હાથધરી જેની અટક થતા અને તપાસનો ધમધમાટ શરૂ થતા આ બોગસ ડોક્ટર બે ઘડી તો કોઈના માઈનામાં ન આવી શકે તે રીતે સિઝેરિયન પ્રસુતિ સહિતની સર્જરી કરનાર બોગસ ડોક્ટર સર્જરી સહિતની નાની મોટી કામગીરી કરી ભયંકર ગુના આચરેલ હોવાનું પણ તપાસમાં ખુલવા પામેલ છે. આ બોગસ ડોક્ટર મહેશ યાદવ મૂળ ભાવનગરના પાલીતાણાના ડુંગરપુરનો વતની છે.
જેણે 2010માં રાધનપુર ખાતે ભણસાલી ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ એ તબીબોની જરૂર હોય જાહેર ખબર આપેલી તે સમયે એમબીબીએસ ની નકલી ડીગ્રીની ઝેરોક્ષ કોપી ના આધારે ડોક્ટર તરીકે ત્યાં નોકરીએ લાગ્યો હતો બાદમાં હોસ્પિટલ વારંવાર બદલતો તેને અસલ પ્રમાણપત્ર રજૂ કરવા જણાવતા તે બહાના બાજી કરતો હોય ટ્રસ્ટીઓને શંકા ગયેલ ત્યારે ઓરીજનલ પ્રમાણપત્ર માગતા તેણે રજુ કરેલ નહીં. બાદ મહેશે રજૂ કરેલ ડિગ્રીની ઝેરોક્ષ કોપી ના આધારે તપાસ કરતા ડિગ્રી બોગસ હોવાનું સ્પષ્ટ થતા તેની વિરુદ્ધ હોસ્પિટલ ટ્રસ્ટ રાધનપુર પોલીસ મથકે નકલી પ્રમાણપત્રના આધારે નોકરી મેળવી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી.
ગુનો નોંધાયા અંગે જાણ થતા મહેશ ફરાર થઈ ગયો હતો અને આ 14 વર્ષથી ફરાર મહેશ ભચાઉના સીતારામપુરા વિસ્તારમાં જય શ્રી નર્સિંગ હોમ નામની હોસ્પિટલમાં સ્ત્રી રોગ નિષ્ણાંત તરીકે નોકરી કરતો હતો.
આ અંગે બાતમી મળતા પાટણ એલસીબીએ ભચાઉ થી તેની ઘર પકડ કરી રાધનપુર પોલીસના હવાલે કરી દીધો. જેની તપાસમાં ગિરીશ વીરજીભાઈ જાદવ મૂળ સુરેન્દ્રનગરનો 27/2/2017 ના રોજ તેના જુના ખૂન કેસમાં પણ ભૂમિકા હોય જેની પણ તપાસ ચાલુ હતી.
આવા ધાતકી હત્યા જેવા ગુનાનો વોલ્ટેડ આરોપી નકલી એમડી તરીકે ભચાઉની હોસ્પિટલમાં નોકરી કરતો હતો તે ગંભીર કહી શકાય.
આ ડિગ્રી વગરના બોગસ ડોક્ટરની તપાસ ચાલુ હતી ત્યારે અંગત વર્તુળના જાણ્યા મળ્યા મુજબ આ બોગસ ડોક્ટર માંગરોળ સરકારી હોસ્પિટલમાં પણ ઘણા સમય બોગસ ડોક્યુમેન્ટના આધારે માંગરોળ માં પણ ફરજ બજાવી ચુક્યો હોય તેમજ કેશોદ પણ ફરજ બજાવી ચૂક્યો હોય એની જે તપાસકમાં ગઈકાલે
આરોપીને લઈ પોલીસ માંગરોળ સરકારી હોસ્પિટલે લઇ આવી જે સમયે નોકરી કરી ગયેલ તેની પણ ઊંડાણપૂર્વકની તપાસ કરી જરૂરી ડોક્યુમેન્ટ લઈ ગયા હોવાનું પણ તપાસમાં ખુલેલ છે જે બોગસ ડોક્ટર માંગરોળ હોસ્પિટલમાં પણ ઘણા સમય પહેલા ગાયનેક તરીકેની ભૂમિકા ભજવી ગયો છે જોકે વધુ તો આગળ તપાસમાં જ બહાર આવશે.