દેશનો સૌથી મોટો ૪.૯૪ કિ.મી. લાંબો પુલ: આપાત્ત કાલીન સમયમાં લડાકુ વિમાન પણ સરળતાથી પુલ ઉપર ઉતરી શકશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામના ડિબરુગઢ ખાતે ભારતનો સૌથી મોટા પુલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સમય દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુલ્લી જીપમાં પુલ ઉપર વિહાર કરી તેની માહિતી પણ મેળવી હતી. બ્રહ્મપુત્રી નદી પર બનેલા ૪.૯૪ કિ.મી. લાંબા બોગીબીલ પુલ ઘણી ખરી દ્રષ્ટીએ મહત્વપૂર્ણ જેમાં સૈન્યની વાત કરવામાં આવે તો સુરક્ષાને લઈ આ પુલ ખુબજ મહત્વપૂર્ણ નિવડશે. આપાતકાલીન પરિસ્થિતિમાં લડાકુ વિમાન પણ લેન્ડ થઈ શકશે.
બોગીબીલ પુલની વાત કરીએ તો આ પુલ આસામ સાથેના સમજોતાનું એક ઉદાહરણ છે અને જેની રજૂઆત ૧૯૯૭-૯૮માં કરવામાં આવી હતી. ભારત-ચીનની સીમા પર રક્ષા સેવાઓ પૂરી પાડવા માટે અને કોઈપણ સંકટને પહોંચી વળવા માટે બોગીબીલ પુલ ખૂબજ ઉપયોગી નિવડશે. ૨૨ જાન્યુઆરી ૧૯૯૭માં પ્રધાનમંત્રી એચ.ડી.દેવગૌડાએ બોગીપુલની આધારશીલા રાખી હતી જેનું કામ ૨૧ એપ્રિલ ૨૦૦૨ના રોજ તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપાઈ સરકારે કામ શરૂ કર્યું હતું. જે અન્વયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આ પુલનો શુભારંભ ૨૫ ડિસેમ્બર એટલે કે બાજપાઈની વર્ષગાંઠ નીમીતે જ કરવામાં આવ્યો.
પુલના નિર્માણમાં સમય લાગતા તેનો ખર્ચો ૮૫ ટકા વધી ગયો હતો. આ પુલને જયારે બનાવવાની સીફારીસ કરવામાં આવી હતી ત્યારે ખર્ચો ૩૨૩૦.૦૨ કરોડ નિર્ધારીત કરવામાં આવ્યો હતો. જે અંતે ૫૯૬૦ કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. પહેલા પુલની લંબાઈ ૪.૩૧ કિ.મી. નિર્ધારીત કરવામાં આવી હતી. જેને વધારી ૪.૯૪ કિ.મી. કરી દેવામાં આવી છે. સાથો સાથ બ્રહ્મપુત્ર નદીના ઉત્તર કિનારા સાઈડ રહેતા લોકો માટે અસુવિધાઓ પર રોક લાગશે અને ઘણીખરી રીતે તેને મદદરૂપ પણ થશે.
ડિઝાઈનની મંજૂરી મળ્યા બાદ આ પુલને સૈન્યની રક્ષા માટે સુસજ્જ બનાવવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. જેથી પૂર્વ ક્ષેત્રની રાષ્ટ્રીય સુરક્ષામાં વધારો થઈ શકે. સવિશેષ વાત કરવામાં આવે તો દક્ષિણથી ઉત્તર તટ સુધી જવા સૈનિકોને આ પુલ ખુબજ મદદરૂપ થશે જેથી ભારત અને ચીન તરફની જે ૧૦૦ કિ.મી.ની દૂરી રહેતી હતી તે પણ ઓછી થઈ જશે. બોગીબીલ પુલ ભારતના રક્ષા ક્ષમતા વધારવા ખુબજ ઉપયોગી સાબીત થશે.
ભારત અને ચીન વચ્ચે ૪૦૦૦ કિ.મી. લાંબી સીમાનો ભાગ છે. જેમાં ૭૫ ટકા હિસ્સો અરૂણાચલ પ્રદેશમાંથી પસાર થાય છે. એટલે કે, આ પુલ ભારતીય સેના માટે ઘણી ખરી રીતે મદદરૂપ થશે. બોગીબીલ પુલ આસામના ડિબરુગઢ શહેરથી ૧૭ કિ.મી. દૂર આવેલો છે. આ પુલનો લાભ અરૂણાચલ પ્રદેશના અંજાવ, ચંગલાંગ, લોહીત, નિચલી, દિબાંગઘાટી અને તિરપ જેવા દૂર જિલ્લાઓને ખૂબજ લાભ થશે.