ઈથોપીયાના વિમાન ક્રેશ બાદ એરલાઈન્સો હરકતમાં: ભારત સહિતના
૧૩ દેશોમાં મેકસ-૮ વિમાનોને હાલ પુરતા સેવામાંથી દૂર કરાયા
હવાઈ મુસાફરી દરમિયાન મુસાફરોની સુરક્ષા ખૂબજ મહત્વનો અને પ્રાથમિક પહેલુ છે ત્યારે ટેકનીકલ ખામીને કારણે થતાં વિમાન અકસ્માતોને નિવારવા ભારતે બોઈંગ-૭૩૭ મેકસ પ્લેનોને મોડિફીકેશન પહેલા ઉડાન માટે પરવાનગી ન આપવાની જાહેરાત કરી છે. મંગળવારના રોજ ભારતે એવા દેશોની સૂચી તૈયાર કરી હતી જેણે બોઈંગ-૭૩૭ મેકસ પ્લેનોને હાલ પુરતા રદ્દ રાખ્યા છે.
વર્તમાન સમય માટે જેટ એરવેઝના ૫ મેકસ પ્લેનોની ઉડાન રોકવામાં આવી છે. જર્મની ઓસ્ટ્રેલીયા, મલેશીયા, ઓમાન, ઈથોપીયા, શિંગાપુર, ફ્રાન્સ, ચાઈના, આયરલેન્ડ, ઈન્ડોનેશીયા, મોરકો, યુકે અને મોગોલીયા સહિતના દેશોએ મેકસ-૮ પ્લેનોને ઉડાન માટે અટકાવ્યા છે.
તાજેતરમાં જ ઈથોપીયાના વિમાન ક્રેશમાં ૧૫૭ મુસાફરોના મોત થયા હતા. જેનું પ્લેન પણ બોઈંગ-૭૩૭ મેઈક એર જેટ હતું જેને સંયુકત ઉપક્રમે સેવામાંથી દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બોઈંગ-૭૩૭ મેકસ પ્લેનો ટેક ઓફ વખતે જયારે સીધી ઉડાન ભરે છે ત્યારબાદ એક નિર્ધારીત ગતિ પર સ્ટેબલ થઈ પ્લેન સીધી દિશામાં આગળ વધતું હોય છે ત્યારે મેકસ-૮ પ્લેનોના એન્જીનમાં ટેકનીકલ ખામીને કારણે તે ટેકઓફ વખતે વધુ ઉંચાઈ ધારણ કરતા હોવાને કારણે પ્લેનનું સંતુલન રહેતુ નથી. અને પાયલોટ કમ્પ્યુટર સીસ્ટમ મુજબ પ્લેન ઉડાવતા તેને વીમાનની પરિસ્થિતિ અંગે જાણ થાય તે પહેલા જ દૂર્ઘટના ઘટતી હોય છે જેને કારણે તેમાં રહેલા મુસાફરોનો જીવ જોખમાય તેવી સ્થિતિ બનતી હોય છે.
આ પ્રકારની સમસ્યાને નિવારવા ૨૭ એર લાઈન્સોએ બોઈંગ-૭૩૭ મેકસ-૮ પ્લેનોને હાલ પુરતા સેવામાંથી દૂર કરી મોડીફીકેશન માટે રખાયા છે ત્યારે ૧૮ એર લાઈન્સો હજુ પણ આ પ્લેનો ઉડાવી રહ્યાં છે.
અગાઉ નરોબી નજીક ઓકટોબરમાં આજ પ્રકારનું ઈન્ડોનેશિયન લાયન એર જેટ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અને પાયલોટ અને ક્રુમેમ્બરો સહિત ૧૮૯ના મૃત્યુ નોંધાયા હતા. અત્યારે વિશ્વભરમાં ૩૫૦થી વધારે ૭૩૭ મેકસ-૮ વિમાનો સેવામાં ચાલુ છે અને ૫૦૦૦થી વધુ વિમાનોનું ઓડર પેન્ડિંગ હોવાનું જાણવા મળેલ છે. ઓસ્ટ્રેલિયા, બ્રિટન, ચીન, ફ્રાંસ, જર્મન, ઈન્ડોનેશિયા, આયલેન્ડ, મલેશિયા, મંગોલિયા, ઓમાન, સિંગાપુર જેવા અનેક દેશો અને વિમાની કંપનીઓએ બોઈંગને મોતના માચડા ગણી એર સેવામાંથી દુર કરી ચુકયા છે.
ઈથોપીયામાં થયેલી દુર્ઘટના બાદ મેકસ-૮ પ્લેનના પ્રતિબંધ મુકનાર દેશોમાં ઓસ્ટ્રેલિયાએ ૭૩૭ મેકસને હવાઈ ઉડ્ડયન માટે પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયા નાગરિક ઉડ્ડયન સલામતિ મંત્રાલય દ્વારા પીજી અને સિલ્ક એયર પ્લેન કંપનીઓના બોઈંગ-૭૩૭ને સેવામાંથી હટાવી લેવામાં આવ્યો છે. બ્રિટન એ મેકસ-૭૩૭ને પોતાના હવાઈ વિસ્તારમાં ઉડવા પર પ્રતિબંધિત જાહેર કરી દીધા છે.
ચીન બેઈજીંગ સતાવાળાઓએ ઘરેલું વિમાન સેવાઓમાંથી બોઈકા-૭૩૭ મેકસ-૮ને ૨ દુર્ઘટનાઓ બાદ પડતા મુકી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવાઈ સલામતીના પરીણામોને લઈને બોઈંગની સેવા અટકાવી દેવામાં આવી છે. ફ્રાંસ સરકાર દ્વારા બોઈંગ-૭૩૭ મેકસ વિમાનોને સલામતીના કારણોસર સેવામાંથી હટાવી લેવાયા છે.
જર્મન સરકારના મંત્રી એન્ફર્યુશ્યોરે જણાવ્યું હતું કે, સલામતીને અગ્રતા આપી અમે જર્મનની હવાઈ સેવામાંથી તમામ બોઈંગ ૭૩૭ને તાત્કાલિક ધોરણે પાછા ખેંચી લેવાનો નિર્ણય કર્યો છે. જર્મનીએ નવા બોઈડાનું રજીસ્ટ્રેશન કયારનું બંધ કરી દીધું છે.
ઈન્ડોનેશિયાએ પોતાના ૧૧ બી.૭૩૭ વિમાન ન ઉડાવવાનું નકકી કર્યું છે. આયલેન્ડે બોઈંગ ૭૩૭ના તમામ મોડલ બંધ કરી દીધા છે. મલેશિયા સરકારે તો અગાઉથી જ ૭૩૭નો ઉપયોગ બંધ કરી દીધો છે. જયારે મંગોલીયન એર લાઈન્સએ ઈથોપીયાની દુર્ઘટના બાદ પ્રતિબંધ તાત્કાલિક લાગુ કરી દીધો છે.
ઓમાન એ બીજો નિર્ણય ન આવે ત્યાં સુધી બોઈડાને સેવામાંથી નિવૃતિ આપી દીધી છે. સીંગાપુરમાં પણ હવે બોઈંગ નહીં ઉડે આજ રીતે ઓજન્ટેનિયા એરો મેકિસકો, કુમેન એરવેઝ, ઓમેર સ્ટેટ ઝેર, ઈથોપીયન એર લાઈન્સ, ગોલ એર લાઈન્સ, બ્રાઝિલ આઈટીન્ડેટ અને નોરવેની ખુબ જ સસ્તા દરે વિમાન સેવા પુરી પાડતી કંપનીએ હાલ પુરતી સ્થગિત કરી દીધી છે.
જર્મનીની કંપની ટુપએ તમામ ૧૫ વિમાનો અને તુર્કીશ એર લાઈન્સે મેકસ ૭૩૭ના બાર વિમાનોને સેવામાંથી હટાવી દીધા છે. લગભગ વિશ્વના તમામ દેશોએ બોઈંગ-૭૩૭ મેકસને મોતના માંચડામાની જાહેર કરી દીધા છે. જયારે હજુ વિમાનો પર દુબઈ એર લાઈન્સ ભારત, ઈટાલી, રશિયા, અમેરિકા, દક્ષિણ પૂર્વના અનેક દેશોમાં હજુ બોઈંગ-૭૩૭ની સેવા યથાવત રાખવામાં આવી છે.
છેલ્લા કેટલાક દાયકાઓથી વિમાન દુર્ઘટનામાં બોઈંગ-૭૩૭ દિવસે-દિવસે ખુબ જ બદનામ થતું જાય છે. ઈથોપીયા દુર્ઘટના બાદ વિશ્વના મોટાભાગના દેશોએ બોઈંગ ૭૩૭ને દુર્ઘટના માટે જવાબદાર ગણી તાત્કાલિક ધોરણે હવાઈ સેવામાંથી બોઈંગ ૭૩૭ની બાદબાકી કરી છે. અલબત હજુ ભારત અને અમેરિકા જેવા કેટલાક એવા દેશો છે જે બોંઈગ ૭૩૭ પર વિશ્વાસ યથાવત રાખ્યો છે.