રીંગણીયાળા ગામના ભીખાભાઈ પટેલની વાડીમાં ભાગવુ રાખી રહેતા દંપતી વચ્ચે બીજા પ્રેમીની એન્ટ્રી થતા હત્યા: વધુ તપાસ હાથ ધરાઈ
ડુંગર ગામ ના ભરવાડ ભોળાભાઈ અરજણભાઈ આજ થી ચાર વર્ષ પૂવે ગામની જ એક કોળી જ્ઞાતી ની છોકરી ને ભગાડી ગયેલ બે વર્ષ બહાર રહ્યા પછી ડુંગર ગામે પરત કાયમી માટે રહેવા આવી ગયેલ હતા. ત્યાર બાદ આ કપલ ને સંતાન સ્વરૂપે એક બાળક નો જન્મ થયેલ હતો.
આજથી બે માસ પુર્વે આ દંપતી રીંગણીયાળા ગામ ના ભીખાભાઈ પટેલ ની વાડી ભાગીદારી કરી ખેત મજુરી માટે રાખેલ હતી.આ દરમ્યાન વડાળ ગામ ના જ એક ભરવાડ શખ્ય નાગજીભાઈ કે જેણે આ દંપતી ને ભાગવા સમયે સાથ સહકાર આપેલ હતો.
તે પણ આ લોકો સાથે વાડીએ ખેત મજુરી કરવા માટે રહેવા આવી ગયેલ હતો જેથી ભોળાભાઇ ની પત્નિ કાજલબેન સાથે આંખ મળી જતા આ બન્નેએ કાજલબેન ના પતિ ભોળાભાઈ નુ કાળસ કાઢવા નુ ચાલાકી પુર્વક આયોજન ઘડી કાઢેલ અને ત્યારબાદ તેના એક ના એક પુત્ર ને પોતાના સાસરે મુકી તેના પ્રેમી સાથે પલાયન થઈજવા પામેલ હોય તેવુ હાલની ડુંગર તપાશ ની યાદી માં જણાવવા માં આવેલ છે..આગળની તપાસ ડુંગર પીએસઆઈ ચલાવી રહ્યા છે .