જામનગરના યુવાન સાથે મૈત્રીકરાર કરી રહેતી હતીમોતનું કારણ જાણવા તપાસનો ધમધમાટ

શહેરનજા જામનગર રોડ પર આવેલ નાગેશ્ર્વર મંદીર નજીક તીર્થ એપાર્ટમેન્ટમાં વણિક વેપારી સાથે મૈત્રી કરારથી રહેતી રીના વિમલ કામદાર નામની ૩પ વર્ષય મહીલાની લાશ મળી આવતા અનેક ભેદભરમ સર્જાયા હતા. પોલીસને બનાવ શંકાસ્પદ જણાતા મૃત્યુનું ચોકકસ કારણ જાણવા માટે ફોરેન્સીક પી.એમ. કરાવ્યું હતું.

પોલીસ સુત્રા પાસેથી પ્રાપ્ત માહીતી મુજબ તીર્થ એપાર્ટમેન્ટમાં ગતરાત્રે રીનાબેનની લાશ મળી આવી હતી. વિમલ કામદાર જામનગર રહેતા પિતાનું અવસાન થયું હોવાથી જામનગર હતા. ત્યારે રીનાબેનને વારંવાર ફોન કરવા છતાં ફોન રિસિવ ન થતાં તેના પાડોશીને ફલેટ પર તપાસ કરવા મોકલ્યા હતા. જયાં દરવાજો અંદરથી લોક હોવાનું જણાવ્યું હતું એટલે વિમલ કામદારે દરવાજો તોડાવીને તપાસ કરવાનું કહેતા પાડોશીએ પોલીસને બોલાવી લીધી હતી. અને ફલેટનો દરવાજો તોડીને જોયું તો રીનાબેનનો મૃતદેશ મળી આવ્યો હતો. સામાન્ય રીતે મૃત્યુનું કોઇ કારણ જણાઇ ન આવતા પોલીસે લાશનું ફોરેન્સિક પીએમ કરાવવા સિવીલ હોસ્પિટલે ખસેડી હતી. પોલીસના જણાવ્યા મુજબ મુળ મુંબઇના વતની ગીફટ આર્ટીકલના વેપારી વિમલ કામદાર સામે વર્ષ ૨૦૧૬ થી રીનાબેન મૈત્રીકરારથી રહેતી હતી. હાલ તેની માનસીક બીમારીની સારવાર ચાલતી હતી મૃત્યુ પાછળ હાર્ટએકેટ કારણભૂત છે કે દવાનો ઓવરડોઝ કે પછી બીજું કંઇ ? મોતનું સચોટ કારણ પીએમ રીપોર્ટ આવ્યા બાદ આઆવે તેમ હોવાનું ગાંધીગ્રામ પોલીસ મથકના એએસઆઇ મહેશભાઇ એ જણાવ્યું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.