હત્યા કે આત્મહત્યા ? નો ભેદ ઉકેલવા પોલીસ તપાસનો ધમધમાટ
રાજકોટ જીલ્લાના ધોરાજી નાં શફુરા નદી ના કાંઠે આવેલ નરસંગ ભગવાનજી ની જગ્યા નાં મહંત ની શંકાસ્પદ મૃતદેહ મળી આવ્યો
રાજકોટ જીલ્લાના ધોરાજી નાં જામકંડોરણા રોડ શફુરા નદી ના કાંઠે આવેલ નરસંગ ભગવાનજી ની જગ્યા નાં મહંત એવાં લાલ દાસ ગંગારામ ચૌહાણ નો મૃતદેહ પોતાના ઓરડા મા લાહી લોહાણ હાલ માં મળી આવતાં પોલીસ કાફલો જેમાં ડીવાયએસપી , પીઆઇ ઝાલા તથા અન્ય પોલીસ ગણ તાત્કાલીક જાણ થતા ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
ત્યાર બાદ એફેસીએલ ના અધિકાર ઓને બોલાવી ને ઝીણવટ ભરી તપાસ શરૂ કરી હતી મહંત નાં મૃતદેહ માં ગળા ભાગે ઈજા નાં નિશાનો મળતાં આ હત્યા કે આત્મહત્યા કે કોઇ અજુગતી ઘટના છે બનાવ ની જાણ થતા ભાવિકો નાં ટોળે ટોળા ઉમટી પડયા હતા.
આ ઘટના ને લઈને સંતો માં અને ભક્તો માં દુ:ખ ની લાગણી પ્રસારી જવા પામી હતી ધોરાજી પોલીસે તપાસ નો ધમધમાટ શરૂ કરી દીધો છે અને રાજકોટ જીલ્લાના એસપી ની સુચના અને માર્ગ દર્શન હેઠળ આ ઘટના ની વિડીયો ગ્રાફી તથા એફેસીએલ ના રીપોર્ટ અને ઝીણવટ ભરી તપાસ શરૂ કરી દીધેલ મહંત નાં મૃતદેહ નો કબ્જો મેળવી ને પહેલાં ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ અને વધુ તપાસ અર્થે રાજકોટ પેનલ પીએમ તથા ફોરેન્સીક નાં રીપોર્ટ બાદ સાચી હકીકત બહાર આવશે આત્મહત્યા કે હત્યા કે કોઇ અજુગતી ઘટના છે તેતો પોલીસ તપાસ બાદ જ સાચી હકીકત બહાર આવશે