સોમવારે રાત્રે ૩ મિત્રો રાજકોટ પરત ફરતી વેળાએ કોઝવેમાં કાર ધસમસતા પૂરમાં ગરક થઇ’તી : એન.ડી. આર.એફ., ફાયર બ્રિગેડ, મામલતદાર અને પોલીસ ટીમ દ્વારા એક યુવકની શોધખોળ
પડધરી તાલુકાના બોડી ધોડી પાસે બેઠા પુલ પર ધસમસતા પાણીના પુરમાં કાર તણાતા અંદર બેઠલા રાજકોટના લક્ષ્મીવાડીના ત્રણ-મિત્રો લાપતા થતા ફાયર બ્રિગેડની મદદથી આજે વધુ એક યુવાનનો મૃતદેહ મળ્યો છે. જયારે અન્ય એક ક્ષત્રિય યુવાનોની આજે વહેલી સવારથી એન.ડી. આર.એફ ફાયર બિગ્રેડની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરી છે
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વાંકાનેર પેરવાના ગામના વતની અને રાજકોટના લક્ષ્મીવાડીમાં કાળા પથ્થરના કવાર્ટરમાં રહેતા અને જમીન મકાનના ધંધાર્થી રાજેન્દ્રસિંહ બળવંતસિંહ ઝાલા નામના ૪૭ વર્ષીય યુવાન, કાલાવડના મછલીવડ ગામના બળવંતસિંહ ઉર્ફે બલુભા દિલુભા જાડેજા ૪૨ અને આનંદનગર કવાર્ટરમાં રહેતો સંજય જગદીશભાઇ ટાંક સહિત ત્રણેય મિત્રો રાજભા ઝાલાના રાદળ ગામે આવેલા ફાર્મ હાઉસે કેટા કાર લઇને ગયા હતા. સોમવારે મોડી રાત્રે મિત્રો કાર લઇને રાજકોટ આવવા રવાના થયા હતા. ત્યારે બોડી ધોડી ગામ પાસે બેઠા પુલ પર ધસમસતા પુરમાં કાર તણાઇ હતી.
સંજય જગદીશ ટાંકનો મૃતદેહ મળ્યા બાદ બે દિવસથી એન.ડી. આર.એફ. ફાયર બીગેજની ટીમ દ્વારા બે દિવસ બાદ રાજેન્દ્રસિંહ ઝાલાનો મૃતદેહ આજીમાંથી મૃતદેહ મળી આવ્યો છે.
જયારે લાપતા બનેલા ગરાસિયા પરિવારના એક યુવકની શોધખોળ માટે મામલતદાર ભાવનાબેન કલકેટર તંત્રનો સંપર્ક કરી એન.ડી.આર. એફ, ની મદદ અને ફાયર બિગ્રેડના તરવૈયા શોધખોળ હાથ ધરી છે. પડધરીના નાયબ કલેકટર અને મામલતદાર ભાવનાબેન તેમજ પોલીસ સ્ટાફ ખેડ પગે રહી કામગીરી હાથધરી છે.