કુદરતી હાજતે ગયેલી યુવતી ગૂમ થતા પરિવારજનોએ શોધખોળ આદરી, સવારે કુવામાંથી લાશ મળતા બનાવ હત્યા કે આત્મહત્યાની આશંકા : પોલીસે હાથ ધરેલી તપાસ
ધ્રાંગધ્રા તાલુકાના અંકેવાડીયા ગામે ૨૩ વષેઁ યુવતિની લાશ કુવામાંથી મળી આવતા પરિવારજનોમાં શોકનું મોજુ પ્રસરી ગયું હતુ. પોલીસ ઘટના સ્થળે પહોચી લાશને પીએમ માટે સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવી હતી. મૃતક યુવતિ લઘુશંકા માટે નિકળી હોય ત્યાર બાદ કલાકો સુધી ઘેર પરત નહિ ફરતા પરિવરજનો દ્વારા શોધખોળ આદરી હતી જેમા સવારના સમયે પરિવરજનોને અંકેવાડીયા ગામની નજક આવેલા કુવામાથી લાશ મળી આવી હતી. ઘટનાની જાણ પોલીસને કરત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોચી બનાવ પાછળ હત્યા કે આત્મહત્યાની તપાસ હાથ ધરી હતી .
પ્રાપ્ત વિગતો અનુસાર ધ્રાગધ્રા તાલુકાના અંકેવાડીયા ગામે રહેતા સોનલબેન ભીમાભાઇ રામકથા નામની આશરે ૨૩ વષઁની યુવતિે પોતાના ઘેરથી કુદરતી હાજતે ગયા બાદ કલાકો સુધી યુવતિ પાછા નહિ ફરતા તેઓના પરિવરજનો દ્વારા યુવતિની શોધખોળ આદરી હતી ભાળ નહિ મળતા અંતે સવારના સમયે અંકેવાડીયા ગામ નજીક આવેલા કુવા પાસે યુવતિ સાથે લઇ ગયેલ કુદરતી હિજરત માટે ડબલું અને યુવતિના હાથમા પહેરેલી બંગડીના ટુકડા મળી આવતા પરિવારજનો અહિ દોડી ગયા હતા અને કુવામાં તપાસ કરતા કુવામાંથી દિકરીની લાશ મળી હતી. જ્યારે યુવતિની લાશ કુવામાંથી મળતા તાત્કાલિક બનાવની જાણ પોલીસને કરતા ધ્રાગધ્રા તાલુકા પોલીસ દ્વારા તુરંત ઘટના સ્થળે પહોચી લાશને પીએમ માટે ધ્રાગધ્રા સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ તરફ ગ્રામજનો દ્વારા જણાવ્યા અનુસાર મૃતક યુવતિ સોનલબેન લામકાના લગ્ન હાલમાં ત્રણ મહિના અગાઉ થયા હતા અને તેઓની આજે સવારે મળેલી લાશ દરમિયાન કાન તથા નાકના ઘરેણા ગાયબ હતા સાથે યુવતિને ઢળેલી હોય જેથી કુવા પાસે ઢસળેલ હોવાના સગળ પણ મળ્યા હતા. જેના પરથી સ્પષ્ટ રીત યુવતિની હત્યા થઇ હોવાનુ અનુમાન લગાવવાનો જાણવા મળ્યુ છે. બીજી તરફ પોલીસ દ્વારા યુવતિના પરિવારજનો સાથે વાતચીત કરી વધુ તપાસ હાથ ધરી મળેલી લાશ સાથે ઘુટાતા રહસ્યને ખોલવાનો પ્રયાસ શરુ કયોઁ હતો જેમા જીલ્લા એલ.સી.બી , ધ્રાગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના એ.એસ.પી સહિતનો પોલીસ સ્ટાફ આ બનાવની કડી શોધવા કામે લાગ્યા હતા જેમા મોડી રાત્રી સુધીમા અનેક લોકોની તપાસ કરી કડક પુછપરછ હાથ ધરી હતી.