જૂનાગઢ જિલ્લાના પોલીસ દફતરે બુધવારે 6 અમોત ની ઘટના નોંધાઈ છે, જેમાં રાજકોટના એક યુવાનનું શોટ લાગતા મોત થયું છે જ્યારે રાજકોટ ઘરેથી નીકળી ગયેલ વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો છે. તથા માંગરોળ પંથકની એક વૃદ્ધાની દીકરીની સગાઈ ન થતી હોય ઝેરી દવા પી આપઘાત કર્યો હોવાની નોંધ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
રાજકોટના બિસ્મીલા ચોક કોઠારીયા રહેતા અલીભાઇ હાસમભાઇ જોબણ (ઉ.વ.65) છેલ્લા દસેક વર્ષથી માનસિક બિમાર હોય તેમજ વધ્રાવણની પણ બિમારી હોય અને આ કામેના મરણ જનાર શારીરિક રીતે અશક્ત હોય જેથી ગઇ તા: 17/03/2023 ના રોજ પોતાના ઘરેથી નિકળી ગયેલ હતા અને તા. 21/03/2023 ના સવારના 9/45 વાગ્યાના પહેલાના કોઇપણ સમયે જુનાગઢ જેતપુર હાઇવે રોડ ઉપર જ્ઞાન ભારતી સ્કુલથી આગળ વોકળામાં કોઇ બિમારી સબબ કે અગમ્ય કારણસર મરણ ગયેલ હાલતમાં મળી જુનાગઢ તાલુકા પોલીસે આ આપઘાત મામલે ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે.
મેંદરડાનાં નાની ખોડીયાર ગામના રહેવાસી નરસીંહભાઇ મુળુભાઇ ડાબસરા (ઉ.વ.64) માનસીક રીતે બીમાર હોય જેથી તેઓ કોઇ પણ કારણોસર પોતાની વાડીએ આવેલ સપ્ટેશન માં ઇલેક્ટ્રીક શોક લાગતા મરણ જતા મેંદરડા પોલીસે આ મામલે તપાસ આદરી છે.
માંગરોળના સરમાલી ગામના રહેવાસી જ્યોતીબેન સવજીભાઇ સોલંકી (ઉ.વ.45) ની દિકરીની સગાઇ થતી ન હોય અને સારા માંગા આવતા ના હોય જેનુ જ્યોતીબેનને ટેન્શન રહેતું હોય જે ટેન્શનના કારણે નિંદામણમા નાખવાની ઝેરી દવાની બોટલ માંથી ઝેરી દવા પી જતા મરણ ગયા હોવાની કેશોદ પોલીસમાં નોંધ થઈ છે.
હાલમાં જૂનાગઢના પી.ટી.સી. માં રહેતા બ્રીજેશભાઈ ગોવિંદભાઈ લાવડીયા (ઉ.વ.45) કોઈ અગમ્ય કારણસર પોતે પોતાની મેળે ગળાફાસો ખાઈ મરણ જતા વંથલી પી.એસ.આઈ. એમ.કે. મકવાણા એ આપઘાત અંગે તપાસ કરી રહ્યા છે.
વેરાવળના 60 ફુટ રોડ આરતી એપાર્ટમેન્ટ ખાતે રહેતા ઉમેશભાઇ પરસોતમભાઇ સંચાણીયા (ઉ.વ.42) કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા સારવાર દરમિયાન તેઓ મરણ ગયા હતા.