સિંહના મૃત્યુ અંગે યોગ્ય તપાસ કરી કડક કાર્યવાહી કરવા પર્યાવરણ પ્રેમી
રાજુલાના ડુંગર વિકટર રોડ પર સિંહનો મૃત દેહ મળી આવતા વનતંત્રમાં દોડધામ મચી જવા પામેલ છે. જો કે આ વિસ્તારમાં અવાર-નવાર અને કેટ કેટલાય સિંહોના મોત થવા છતાં હજુ સુધી એકપણ કેમસમાં એફ.આઇ.આર. થયેલ નથી. શા માટે ? તેવો વેધક સવાલ લોકોમાંથી ઉઠેલ છે. હજુ તો ગઇકાલે જ પીપાવાવ પોર્ટમાં સિંહોની પજવણી કરતા ટ્રા ચાલકની માંડ ધરપકડ કરી શકેલ છે. ત્યાં આજરોજ વહેલી સવારે સિંહનો મૃતદેહ મળતા વનતંત્રમાં દોડધામ મચી જવા પામેલ છે. જો કે રાજુલા વિસ્તારમાં સિંહોના મોત અવાર નવાર બનાતા રહે છે. પરંતુ મળેલ મૃતદેહ એ ખુબ જ શંકાસ્પદ મોત છે. કારણ કે જો અકસ્માતે મોત થયા તો લોહીના નિશાન તથા વાગેલાનું નિશાન હોય પરંતુ આ સિંહનો મૃતદેહ ફુલેલો છે. અને ખુબ જ દુર્ગદ મારે છે. જેથી મોત કારણ બીજું હોવાની આશંકા છે. આ અંગેની જાણ મોરંગીથી વિકટર તરફ જઇ રહેલા રાકેશભાઇ શિયાળે સિંહ પ્રેમી અને પર્યાવરણ પ્રેમી એવા આતાભાઇને જાણ કરેલ અને આતાભાઇએ સૌ પ્રથમ વનતંત્રને જાણ કરેલ હતી.
આ અંગે બીજી એવી હકિકત છે કે રાજુલા વિસ્તારમાં કોઇ રેગ્યુલર આર.એફ.ઓ. થતી જેથી આ વિસ્તારમાં નીડર અને બાહોશ આર.એફ.ઓ. ની નિમણુંકની ખાસ જરુર છે.
તેમજ વન તંત્રના લોકો પોત પોતાની ફરજ નિષ્ઠાથી બજાવે તેવી માંગણી ઉઠેલ છે. અવાર નવાર સિંહોના મોત થાય છે અને અંતે તો બધુ ભીનું સંકેલાઇ જાય છે.
આ અંગે હાલમાં જાણવા મળેલ વિગત મુજબ સિંહનું શંકાસ્પદ મોત સંબંધે ડી.સી.એફ શકિરા બેગમ સહીતનો વનતંત્રનો કાફલો ઘટના સ્થળે પહોચેલ છે. તેમજ ડોગસ્કોડ અને એફ.એસ.એલ. સહીતની ટીમો ઘટના સ્થળ પર દોડી ગયેલ છે. હાલમાં મૃતદેહનો કબજુ કરી બાખરકોટ નર્સરી ખાતે પી.એમ. માટે ખસેડેલ છે. તથા ડી.સી.એફ દ્વારા ટીમોની રચના કરીને જુદી જુદી દિશામાં તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. અને સિંહના મોતનું સાચુ કારણ જાણવા કવાયત હાથ ધરવામાં આવેલ છે.
આ અંગે પર્યાવરણ પ્રેમી એવા આતાભાઇ વાઘ તથા ગૌરક્ષા હિતરક્ષક મંચ અને ગૌચર પર્યાવરણ બચાવ ટ્રસ્ટના પ્રમુખ દ્વારા જવાબદારો સામે તાત્કાલીક કાર્યવાહી કરવાની માંગણી કરેલ છે. અને અગાઉ પણ કેટલાક સિંહોના મૃત્યુ સંબંધે યોગ્ય તપાસ કરીને કડક કાર્યવાહીની માંગણી કરવામાં આવેલ છે.