ડોંડી નદીમાં પાણીના ધસમસતા પ્રવાહમાં કાર નાખતા તણાયા હતા: ડ્રાયવર હજુ લાપતા:NDRF અને ફાયર બ્રિગેડની ટીમનું સર્ચ ઓપરેશન યથાવત:પૂર ઓસરતાં બેઠા પુલથી 500 મીટર દૂર મૃતદેહ મળ્યો અને નજીકમાંથી કાર પણ મળી આવી :વણિક પરિવારમાં શોક
સોંરાષ્ટ્રમા મેઘ તાંડવે ભારે તારાજી સર્જી દીધી છે રાજકોટ અને જામનગરમાં તણાઈ જવાની અંડધો દર્જનથી વધુ ઘટનાઓ બહાર આવી છે ત્યારે ગઈકાલે રાજકોટની ભાગોરે કાલાવડ રોડ પરના છાપરા ગામ પાસે બેઠા પુલ પર પાણીના ધસમસતા પ્રવાહમાં જાણીતા ઉદ્યોગપતિ અને ડ્રાયવર સાથેની કાર તણાયા બાદ 30 કલાકની સઘન શોધખોળ બાદ બેઠા પુલ થી 500 મીટર દૂર જ ઉદ્યોગ પતિનો મૃતદેહ મળી આવ્યો છે અને ત્યાંથી થોડે દૂર કાર મળી આવી છે જોકે હજુ સુધી ડ્રાયવરનો કોઈ અતોપતો નથી મળ્યો જેની સઘન શોધખોળ ચાલુ છે.
આ ઘટના અંગેની જાણવા મળતી શીલશીલ બંધ વિગતો મુજબ રાજકોટના યુનિવર્સીટી રોડ પર આવેલ નીલસીટી ક્લ્બમાં રહેતા ઉદ્યોગપતિ કિશનભાઇ શાહ (ઉ.વ.49),ડ્રાયવર શ્યામ બાવાજી ઉ.વ 21,સંજય ઉર્ફે યશ બોરીચા ઉ.વ.21 અને ઉદ્યોગપતિનો સાળા જીતુભાઇ ગઈકાલે સવારે i20 કારમાં છાપરા ગામ નાજીક આવેલ પેલીકન ઇન્ડસ્ટ્રીઝ ફેક્ટરી ખાતે જવા નીકળ્યા હતા.
મેટોડા પાસે ફેકટરીમાં રસોઈ કામ કરતા જયાબેનને પણ કર્મ બેસાડવામાં આવ્યા હતા સવારે 9 વાગ્યાની પાસે કર છાપરા ગામ નજીક પ્રસાર થતી ડોંડી નદીના બેઠા પુલ પાસે પોહચી હતી.
રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં રવિવાર મધરાતથી ભારે વરસાદના કરણર ડોંડી નદીમાં ઘોડા પૂર આવેલું હોઈ બેઠા પુલ ઉપરથી પાણી નો પ્રવાહ ધસમષતો હોઈ ડ્રાયવર શ્યામભાઈએ કાર પુલના છેડે રોકી દીધી હતી આ વખતે ઉદ્યોગપતિ કિશનભાઇએ કાર ચાલવાનું કહેતા ડ્રાયવરે પાણીમાં કાર નાખવાની ના પડી હતી અને બધા કારમાંથી ઉતારી ગયા હતા.
ઉદ્યોગપતિ કિશનભાઇ શાહે ડ્રાયવિંગ શીટ સંભારી હું ગાડી કાઢી લવ તેમ જણાવ્યું હતું આ વખતે ડ્રાયવર શ્યામ બાવાજીઅને સઁજય શેઠ સાથે કર્મ બેસી ગયા હતા અને કિશાનભાઇએ ધસમસતા પ્રવાહમાં કાર નાખતાની સાથે જ કર તણાવ લાગી હતી બેઠા પુલ પર કરે ત્રણ ચાર ગોથા ખાધા હતા જેમાં પાછળની શીટ પર બેસેલા સંજયે કાર નો કાચ તોડી નાખી તે બહાર નીકળી ગયો હતો અને તેનો ચમત્કારિક બચાવ થયો હતો
આ બનાવની નઝરે જોનારાઓએ રાજકોટ ફાયર બ્રિગેડને જાણ કરતા રામાપીર ફાયર સ્ટેશન ખાતે થી ફાયર બ્રિગેડની ટિમ ઘટના સ્થળે દોડી ગય હતી અને કાર સાથે તણાયેલા ઉદ્યોગપતિ અને ડ્રાયવરની સઘંન શોધખોળ સારું કરી હતી પરંતુ રાત્રીના 8 વાગ્યા સુધી ભારે વરસાદના અને ડોંડી નદીમાં પૂર્ણ કારણે ઉદ્યોગપતિ કે તેના ડ્રાયવરની કોઈ ભાળ મળી ન હતી
આજે સવારથી જ ફાયર બ્રિગેડની ટિમ અને NDRF ની ટીમે સર્ચ ઓપરેશન કર્યું હતું અને 30 કલાક બાદ પાણી ઓસરતાં ડોંડી નદીના બેઠા પુલથી 500 મીટર દૂર જાળી જખરામાં ફસાયેલ ઉદ્યોગપતિ કિશનભાઇ શાહનો મૃતદેહ મળી આવ્યો હતો અને ત્યાંથી થોડે દૂર i20 કાર પણ મળી આવી હતી જોકે ડ્રાયવર શ્યામ બાવાજીનો કોઈ પતો ન મળતા NDRFની ટિમમેં સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું છે .
પોલીસની તપાસમાં પેલીકન ઇન્ડસ્ટ્રીના મલિક કિશભાઈ શાહ ત્રણ ભાઈ અને ત્રણ બેંનમાં સોંથી નાના હોવાનો અને તેમના બંને મોટાભાઈ ઉદ્યોગપતિ હોવાનો જાણવા મળ્યું છે જયારે કિશનભાઇ શાહ ને સંતાનમાં 2 પુત્રી અને 1 પુત્ર હોવાનું જાણવા મળ્યું છે જેમાં મોટી પુત્રી મુંબઈ ખાતે એમબીબીએસના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી હોવાનું અને બીજી પુત્રી લંડન ખાતે અભ્યાસ કરતી હોવાનું જાણવા મળ્યું છે.
પરસાણાનગર વોંકળામાં મહિલા તણાઈ:સઘન શોધખોળ
જામનગર રોડ પર પરસાણા નગર શેરી નંબર 4 માં રહેતા સીમાબેન ઉર્ફે લક્ષ્મીબેન રતન મોટવાણી ઉ.વ.45 ગઈકાલે સવારે ઘરેથી પગપાળા મંદિરે દર્શન કરવા જતા હતા ત્યારે પરસાણાનગરના વોંકળા માંથી પસાર થતી વખતે પુરમાં તણાઈ ગયા હતા આ ઘટના પોપટપરાના એક આસામીએ નઝરે જોતા ફાયર બ્રિગેડને જાણ કરી હતી અને ગઈકાલથી જ મહિલાની સઘન શોધખોળ શરુ કરવામાં આવી હટી પરંતુ 24 કલાક બાદ પણ મહિલાનો કોઈ અતોપતો મળ્યો ન હતો
જાણવા માળીયા પ્રમાણે મહિલાને સંતાનમાં એક પુત્ર સુનિલ હોવાનું અને પિતા-પુત્ર જ્યુબેલી પાસે દલપકવાંન અને નાસ્તાની લારી રાખી વેપાર કરતા હોવાનું જાણવા મળ્યું છે આ લખાય છે ત્યારે પણ પરસાણાનગરથી પોપટપરા અને આજીનદી સુધી ફાયરબ્રિગેડ દ્વારા મહિલાની શોધખોળ સારું કરવામાં આવી રહી છે
વોંકરામાં તણાયેલા ચાર વર્ષના બાળકનો 24 કલાકે મૃતદેહ મળ્યો
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના મોટા ખીજડીયા ગામે ખેત મજૂરી અર્થે આવેલા આદિવાસી પરિવારના ચાર વર્ષનો બાળક રણજિત કાળુભાઇ બાવળા ગઈકાલે રમતા રમતા અકસ્માતે પાણીના વોંકરામાં તણાય ગયો હતો જેનો 24 કલાક બાદ આજે બપોરે પાણી ઓશરતા મૃતદેહ મળી આવ્યો છે.જે બનવની પડધરી પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફ ઘટના શટલર ઘસી જય આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટમાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જતાં બાળકનું કરૂણ મોત
કુદરતી હાજતે ગયેલા બાળકને કાળ ભેટ્યો: પરિવારમાં અરેરાટી
રાજકોટમાં અનરાધાર વરસાદને કારણે શહેરનાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. જેમાં પુષ્કરધામ મેઇન રોડ પર વસંતકુંજ નામની નવી બનતી સાઇટ પર સિક્યુરીટીનું કામ કરતાં નેપાળી પરિવારનો પુત્ર બપોરના સમયે ખુલ્લામાં ખાડા પાસે કુદરતી હાજતે ગયો હતો. તે વેળાંએ પાણીનાં ખાડામાં ડૂબી જતા તેનું કરૂણમોત નિપજ્યું છે.
આ અંગે મળતી માહિતી મુજબ મુળ નેપાળના અને હાલ પુષ્કરધામ મેઇન રોડ પર વસંતકુંજ નામની નવી બનતી સાઇટ પર સિક્યુરિટીનું કામ કરતા પરિવારનાં પુત્ર રોહિત યમરાજભાઇ ભાટ (ઉ.વ.6) ગઇકાલે બપોરનાં સમયે ઘર નજીક ખુલ્લા પ્લોટમાં કુદરતી હાજતે જવા ગયો હતો. ત્યારે વરસાદી પાણી ભરેલાં એક ખાડામાં ગરકાવ થયો હતો અને બેભાન થતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું ટૂંકી સારવાર દરમ્યાન મોત નીપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી છે. બનાવ પગલે યુનિવર્સિટી પોલીસ મથકનાં અજયસિંહ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતક ભાઇ-બહેનમાં નાનો હોવાનું જાણવા મળ્યું છે.
કાગદડી ગામે ધસમસતા પૂરમાં સેન્ટ્રો કાર તણાઈ: વૃધ્ધાનું મોત ગ્રામજનો દ્વારા ત્રણનો બચાવ કરાયો
રાજકોટ સહિત જિલ્લામાં આભ ફાટયું હોય તેમ એક જ દિવસની અંદર ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં શહેર અને જિલ્લામાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા.
અને અનેક રોડ રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા હતા તેમાં કાગદડી ગામ નજીક ધસબસતા પૂરમા સેન્ટ્રો કાર તણાઈ હતી જેમાં બેઠેલો પરિવારમાં 4 વ્યકિતઓનો 3નો ગ્રામજનો દ્વારા આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. અને તેમાના કારમાં રહેલા વૃધ્ધ ફસાઈ જતા તેનું ડુબી જવાથી મોત નિપજયું હતુ.આ અંગે મળતી માહિતી મુજબ કાગદડી ગામે ઝાપા પાસે ધસબસતા પૂરનાં પાણીમાં પડધરી,ન્વારા ગામના ભરવાડ પરિવાર સેન્ટ્રો કારમાં જઈ રહ્યો હતો તે વેળાએ કાગદડી પાસે ધસબસતા પૂરમાં તેની કાર તણાઈ જતા ગ્રામજનો એકઠા થઈ અને તેમની મદદ કરવા લાગ્યા હતા જેમાં ચાર લોકોમાના 3 લોકોનો ગ્રામજનો દ્વારા આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. અને કારમાં રહેલા મણીબેન મૈયાભાઈ ગમારા ઉ.62 કારમાંથી નહી નીકળી શકતા અને પાણીમાં જવાના કારણે મોત નિપજયું હતુ. તેમના પરિવાર દ્વારા જણાવ્યા મુજબ મણીબેનને શ્ર્વાસ ચડીજવાની બીમારી હોવાથી તેમની દવા ચાલતી હતી અને પાણીમાં ડુબી જતા તેનું મોત નિપજયું છે.
સવોંકરામાં તણાયેલા ચાર વર્ષના બાળકનો 24 કલાકે મૃતદેહ મળ્યો
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના મોટા ખીજડીયા ગામે ખેત મજૂરી અર્થે આવેલા આદિવાસી પરિવારના ચાર વર્ષનો બાળક રણજિત કાળુભાઇ બાવળા ગઈકાલે રમતા રમતા અકસ્માતે પાણીના વોંકરામાં તણાય ગયો હતો જેનો 24 કલાક બાદ આજે બપોરે પાણી ઓશરતા મૃતદેહ મળી આવ્યો છે.જે બનવની પડધરી પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફ ઘટના શટલર ઘસી જય આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પરસાણાનગર વોંકળામાં મહિલા તણાઈ:24 કલાક બાદ મહિલાનો મૃતદેહ મળ્યો
જામનગર રોડ પર પરસાણા નગર શેરી નંબર 4 માં રહેતા સીમાબેન ઉર્ફે લક્ષ્મીબેન રતન મોટવાણી ઉ.વ.45 ગઈકાલે સવારે ઘરેથી પગપાળા મંદિરે દર્શન કરવા જતા હતા ત્યારે પરસાણાનગરના વોંકળા માંથી પસાર થતી વખતે પુરમાં તણાઈ ગયા હતા આ ઘટના પોપટપરાના એક આસામીએ નઝરે જોતા ફાયર બ્રિગેડને જાણ કરી હતી અને ગઈકાલથી જ મહિલાની સઘન શોધખોળ શરુ કરવામાં આવી અને 24 કલાક બાદ મહિલાનો મૃતદેહ પોપટપરાના નાલાથી થોડે દૂર મળી આવ્યો છે જાણવા માળીયા પ્રમાણે મહિલાને સંતાનમાં એક પુત્ર સુનિલ હોવાનું અને પિતા-પુત્ર જ્યુબેલી પાસે દલપકવાંન અને નાસ્તાની લારી રાખી વેપાર કરતા હોવાનું જાણવા મળ્યું છે