ઇરાકના મોસુલમાં બંદી બનાવીને મારી નાખવામાં આવેલા 38 ભારતીય મજૂરોના શબ ભારતીય અધિકારીઓને સોંપી દેવામાં આવ્યા છે. વિદેશ રાજ્યમંત્રી વી.કે. સિંહ રવિવારે સ્પેશિયલ વિમાન દ્વારા મોસુલ ગયા હતા. ત્યારબાદ તેઓ આજે ભારત પાછા ફરી રહ્યા છે. વી.કે. સિંહે જણાવ્યું કે 38 ભારતીયોના શબ તેમને સોંપી દેવામાં આવ્યા છે. તેમણે કહ્યું, “શબ સોંપવા માટે ઇરાકની સરકારનો આભાર માનું છું. 38 લોકોના શબ અમને મળી ચૂક્યા છે, જ્યારે 39મા શબનું ડીએનએ મેચ કરવાનું હજુ બાકી છે. એવું લાગે છે કે તેમાંથી મોટાભાગના લોકો આઇએસઆઇએસ આતંકીઓની ગોળીઓનો શિકાર બન્યા છે.”
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,