રાજકોટમાં બનેલો અત્યંત દુ:ખદ બનાવ એટલે ઝછઙ ગેમ ઝોન અગ્નિકાંડ.આ દિવસ ગુજરાતના ઇતિહાસમાં કાળા અક્ષરે લખાશે,જેમાં 34 જેટલા લોકોએ તેમના પરિજનોને ગુમાવ્યા છે.એક સાથે 34 લોકોના જીવ મિનિટોમાં ભસ્મીભૂત થયા છે.ત્યારે સિવિલ હોસ્પિટલમાં મૃતક પરિવારોના હૃદયકંપી રુદનથી સિવીલની દીવાલો ધ્રુજી ઉઠી છે.લોકોમાં આક્રોશની સાથે ગમગીનીનો માહોલ છવાયો છે.
રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહો એટલી હદે બળ્યા હતા કે તેમની ઓળખ થવી અતિ મુશ્કેલ છે. મૃતકોના પરિવારજનોના ડીએનએ મેચ કર્યા બાદ મૃતદેહો સોંપવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.કુલ મૃતદેહોમાંથી છ મૃતદેહો એવા છે કે જેની ઓળખ કરવી પણ અતિ મુશ્કેલ છે.ગાંધીનગર એર એમ્બ્યુલન્સના માધ્યમે એફ.એસ.એલ ને ઉગઅ રીપોર્ટના સેમ્પલ મોકલવામાં આવ્યા હતા.એ સેમ્પલ જેમ જેમ મૃતકના સ્નેહીજનોના ઉગઅ સાથે મેચ થતાં ગયા એ મુજબ મૃતદેહોને પરિવારજનોને સોંપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહ પોસ્ટમોર્ટમ અને ડીએનએ મેચિંગ બાદ તેમના સગાઓને સોંપવાની કામગીરી કરવામાં આવી રહી છે.
ગાંધીનગર એફ.એસ.એલ.માંથી ડીએનએ મેચિંગનો રિપોર્ટ આવ્યા પછી સગાઓને મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે. આગ કાંડમાં મૃત્યુ પામેલા કુલ 25 જેટલા લોકોના મૃતદેહોને તેમના સ્વજનોને સોંપાઈ ચૂક્યા છે.મોટરમાર્ગે સમય ના બગડે તે માટે તત્કાલિક એર એમ્બ્યુલન્સ દ્વારા સેમ્પલ પહોંચાડવામાં આવ્યા હતા.
એફએસએલનો રિપોર્ટ આવે ત્યારે પોલીસ દ્વારા દર્દીઓના સગાઓનો સામેથી સંપર્ક કરીને બોલાવી તેમને વિધિવત રીતે મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે. મૃતદેહની સોંપણી કરવાથી લઈને અંતિમવિધિ સુધીની પ્રક્રિયામાં મદદ માટે એક નાયાબ મામલતદાર અને પીએસઆઇ સહિતની પોલીસ ટીમ સાથે રહે તે પ્રકારે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
હતભગીઓના પરિવારને મૃતદેહ સોંપાય ચૂક્યા હોય એ મૃતકોની યાદી :
1) સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા, રહે. રાજકોટ
2) સ્મિત મનીષભાઈ વાળા, રહે. રાજકોટ
3) સુનિલભાઈ હસમુખભાઈ સિદ્ધપુરા, રહે. રાજકોટ
4) જીગ્નેશ કાળુભાઇ ગઢવી, રહે. રાજકોટ
5) ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ, રહે. ભાવનગર
6) વિશ્વરાજસિંહ જશુભા જાડેજા, રહે. રાજકોટ
7) આશાબેન ચંદુભાઈ કાથડ, રહે. રાજકોટ
8) સુરપાલસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા, રહે. જામનગર
9) નમ્રજીતસિંહ જયપાલસિંહ જાડેજા, રહે. જામનગર
10) જયંત અનીલભાઈ ઘોરેચા, રહે. રાજકોટ
11) હિમાંશુભાઈ દયાળજીભાઈ પરમાર, રહે. રાજકોટ
12) ધર્મરાજસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા, રહે.રાજકોટ
13) વિરેન્દ્રસિંહ નિર્મળ સિંહ જાડેજા, રહે. રાજકોટ
14) દેવશ્રીબા હિતેન્દ્રસિંહ જાડેજા, રહે. સુરેન્દ્રનગર
15) રાજભા પ્રદીપસિંહ ચૌહાણ , રહે. રાજકોટ
16) શત્રુઘ્નસિંહ શક્તિસિંહ ચુડાસમા, રહે.ગોંડલ
17) નીરવભાઈ રસિકભાઈ વેકરીયા, રહે. રાજકોટ
18) વિવેક અશોકભાઈ દુસારા, રહે. વેરાવળ
19) ખુશાલી અશોકભાઈ મોડાસિયા, રહે. વેરાવળ
20) ખ્યાતીબેન રતિલાલભાઈ સાવલિયા, રહે. રાજકોટ
21) હરિતાબેન રતિલલભાઈ સાવલિયા, રહે. રાજકોટ
22) ટિશા અશોકભાઈ મોડાસિયા, રહે. રાજકોટ
23) કલ્પેશ પ્રવીણભાઈ બગડા, રહે. રાજકોટ
24) મિતેષભાઈ બાબુભાઈ જાદવ, રહે. રાજકોટ
25) પ્રકાશ કનૈયાલાલ હિરણ, રહે. રાજકોટ
ગુજરાતની જેલોમાં પણ ફાયર સેફટીની ચકાસણી કરવી જરૂરી: કોંગ્રેસની માંગ
રાજયોની જેલોમાં 13999 કેદીઓની ક્ષમતા સામે 16597 કેદીઓનો વધારો
ફાયર સેફટીના અભાવે રાજયમાં આગના બનાવોમાં મહામૂલી માનવ જીંદગી હણાય રહી છે. ત્યારે ગુજરાતની જેલોમાં ફાયર સેફટીની વ્યવસ્થા અંગે કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા મનહર પટેલે સવાલો ઉભા કર્યા છે.
તેઓએ જણાવ્યું છે કે ગુજરાત રાજયની અલગ અલગ જેલોમાં કેદીઓની ક્ષમતા 13999 કેદીઓની છે જેની સામે આજની તારીખે 16597 કેદીઓ રાખવામાં આવ્યા છે. દેશની જેલોમાં કુલ ક્ષમતા કરતા 30 ટકા વધુ કેદીઓ હાલ રાખવામાં આવ્યા છે. વર્ષ 2021ના વર્ષમાં 65523 કેદીઓ જેલમાં વધ્યા છે.દેશની 1319 જેલોમાં ફાયર સેફટી એકટ મુજબ સાધનો નથી તેની તપાસ કરવી જોઈએ.ગુજરાતની સૌથી મોટી સાબરમતી જેલમાં પણ ફાયર સેફટીની શું હાલત છે. તેની તપાસ કરવી જોઈએ જો કોઈ કારણોસર જેલમાં આગ લાગશે તોઅનેક માનવ જીંદગીઓ આગમા સ્વાહા થઈ જશે જો સરકાર હજી બેદરકારી દાખવશે તો જીવલેણ દુર્ઘટના કયારેય અટકશે નહીં.