પાર્ટી- ભપકા કરવાના બદલે જન્મદિવસની ઉજવણી યાદગાર બનાવવા ૧૮ દિકરીઓના લગ્ન કરાવાશે

રાજકોટના ભાજપના માજી નગર સેવક અને અગ્રણી ઉઘોગપતિ તથા ફિલ્મ પ્રોડયુસર ભુપતભાઇ બોદર સંચાલીત શ્રીમતિ દુધીબેન જસમતભાઇ બોદર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભૂપતભાઇના સૂપુત્ર જેમીનનાં ૧૮માં જન્મ દિવસની વિશિષ્ટ ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવેલ છે.

ભૂપતભાઇ બોદર દ્વારા તેમના પુત્રનાં જન્મ દિવસ નિમિતે કોઇ પાર્ટીના ભપકા કરવાને બદલે ચિ. જેમિનનાં ૧૮માં જન્મ દિવસની ઉજવણી વધુ યાદગાર બને તે માટે તા. ૨૫-૧૨-૨૦૧૭ ના રોજ સર્વજ્ઞાતિય સમુહલગ્નનું આયોજન કરવામાં આવેલ છે.

ભૂપતભાઇ બોદરે જણાવ્યું હતું કે મારો પૂત્ર જેમીન ૧૭ વર્ષ પૂર્ણ કરી તા. ૨૫-૧-૧૮ ના રોજ ૧૮માં વર્ષમાં પ્રવેશ કરનાર છે. ત્યારે કોઇ સારુ કાર્ય કરી આત્મ સંતોષ મેળવવાના હેતુથી ૧૮ દિકરીઓના સમુહલગ્નનું આયોજન કરાયું છે અને તેમાં પણ જ્ઞાતિબાધ વગર સર્વજ્ઞાતિય સમુહલગ્ન યોજવા નકકી કરાયું છે.

અને સંપૂર્ણ હિન્દુ વિધી મુજબ લગ્ન કરવામાં આવશે તેમજ તમામ દિકરીઓને સંપૂર્ણ કરિયાવર પણ આપવામાં આવશે. આ સમુહ લગ્નોત્સવ માટે નામ નોંધાવવા માટે ભૂપતભાઇ બોદરનો મો. નં. ૯૮૨૫૦ ૪૬૭૫૯ ઉપર અથવા મહાદેવ જીનીંગ શિવમ જેમીન પેટ્રોલીયમ, તાત્કાલીક હનુમાન મંદીરની સામે ભાવનગર રોડ કાળીપાટ ખાતે જગદીશભાઇ બોદર મો. ૯૮૨૫૨ ૧૯૩૫૯ ઉપર નામ નોંધાવવા અથવા ઉપેન્દ્રભાઇપટેલ નિરાલી એસડીટી પીસીઓ સોરઠીયા વાડી ચોક રાજકોટ ખાતે નામ નોંધાવવા જણાવાયું છે.

આ સર્વજ્ઞાતિય સમુલ લગ્નોત્સવ સફળ બનાવવા રાજુભાઇ કીકાણી, શૈલેષભાઇ શીંગાળા, પ્રવિણ કીયાડા, જગદીશ બોદર, સંદીપ ઢાંકેચા, ચંદુભાઇ બોદર, સી.ટી. પટેલ, પરેશ લીંબાસીયા, સુરેશ વસોયા, રમેશ તાળા, જીતુ બોદર તથા હરિભાઇ બોદર સહીતના સેવાભાવિક કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે. સંપૂર્ણ ખર્ચ ભુપતભાઇ બોદર દ્વારા કરવામાં આવનાર છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.