૨૨મીએ સોમનાથમાં અમિત શાહને આવેદન ૧લી મેએ ગાંધીનગર ૧૩મેએ દિલ્હીમાં ધરણા
રાજ્ય સરકાર હસ્તકના બોર્ડ -નિગમોના કર્મચારીઓએ સાતમા પગાર પંચનો લાભ આપવાની માગ સો સરકાર સામે મોરચો ખોલ્યો છે. બોર્ડ-નિગમ મહામંડળે પગાર પંચના અમલ માટે આગામી ૨૨ એપ્રિલે ગુજરાત આવી રહેલાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહને આવેદન સુપરત કરવા ઉપરાંત ૧લીમે-ગુજરાતના સપના દિને ગાંધીનગરમાં ધરણાં અને ૧૩ મેએ દિલ્હીમાં જંતરમંતર પર ધરણાંનું એલાન કર્યું છે.
ગુજરાત રાજ્ય બોર્ડ-નિગમ સરકારી સાહસોના કર્મચારી મહામંડળના પ્રમુખ પ્રવીણ સુતરિયાએ જણાવ્યું કે, રાજ્ય સરકારે પંચાયત સહિતના કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ આપ્યો છે પરંતુ સરકાર હસ્તકના ૭૭ બોર્ડ-નિગમોના ૧.૩૬ લાખ કર્મચારીઓને પગાર પંચનો લાભ આપવામાં આવ્યો ની. આ અગાઉ ૨૪ નવેમ્બર-૨૦૧૬ અને ૬ માર્ચ-૨૦૧૭ના રોજ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને રૂબરુ મળીને આવેદન સુપરત કરાયું હતું. ત્યારબાદ ૧૬ માર્ચ અને ૩૦ માર્ચે કર્મચારીઓએ સૂત્રોચ્ચાર, કાળીપટ્ટી ધારણ કરવા સહિતના આંદોલનાત્મક કાર્યક્રમો આપ્યા હતા, આમછતાં સરકાર તરફી સાતમા પગાર પંચના અમલ માટે કોઈ પગલાં ભરવામાં ન આવતા બોર્ડ નિગમના કર્મચારીઓને જલદ કાર્યક્રમો આપવાની ફરજ પડી છે.
તેમણે જણાવ્યું કે, વાઈબ્રન્ટ સહિતના સરકારી કાર્યક્રમોમાં બોર્ડ-નિગમના કર્મચારીઓને ફરજ સોંપવામાં આવે છે. બોર્ડ-નિગમો સરકારની આવકના મોટા ોત છે તો સરકારી ખર્ચમાં પણ બોર્ડ-નિગમોનો સિંહફાળો છે ત્યારે સવા લાખી વધુ કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ આપવો જોઈએ તેવી માગણી સો છેવટે સોમના આવી રહેલાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખને આવેદન સુપરત કરવાનો નિર્ણય કરાયો છે. પહેલી મે- ગુજરાત દિને ગાંધીનગરના સેક્ટર-૬ની સત્યાગ્રહ છાવણી ખાતે કર્મચારીઓ તેમના પરિવારજનો સો ધરણાં યોજશે. છતાં સરકાર કર્મચારીઓની માગણીનો સ્વીકાર ન કરે તો ૧૩ મેએ દિલ્હીમાં જંતરમંતર પર રાજ્યની ભાજપ સરકારની ભેદભાવભરી નીતિ સામે બેનર સો એક દિવસના ધરણાં યોજવામાં આવશે.