સંવિધાન દિવસે સંયુક્ત કિસાન મોરચા દ્વારા દરરોજ સંસદ સુધી ટ્રેક્ટર માર્ચ ની જાહેરાત

સંસદના શિયાળુ સત્ર ને લઈને ખેડૂત આંદોલન ને વધુ ઉગ્ર બનાવવા માટે કિસાન મોરચા એ ખાંડા ખખડાવવા નું શરુ કરી દીધું છે. કિસાન મોરચા દ્વારા સંવિધાન દિવસની ઉજવણી અંતર્ગત દરરોજ સંસદ સુધી ટ્રેક્ટર રેલી ની જાહેરાત કરી છે

સંયુક્તકિસાન મોરચા દ્વારા ૨૬મી નવેમ્બર ના સંવિધાન દિવસ ની ઉજવણી અંતર્ગત કિસાન આંદોલનને દેશવ્યાપી બનાવી પંજાબ હરિયાણા ઉત્તરપ્રદેશ ઉત્તરાખંડ રાજસ્થાન અને દિલ્હીની સરહદે દેખાવો વધુ જલદ કરવાનું આયોજન કર્યું છે 29મી નવેમ્બરે સંસદનું શિયાળુ સત્ર શરૂ થવાનું છે ત્યારે ખેડૂતો નું આંદોલન વધુ સક્રિય બનાવવા માટે શિયાળુસત્ર દરમિયાન દરરોજ ટ્રેક્ટર રેલી ની જાહેરાત કરી છે.

પાંચસો જેટલા ખેડૂત આગેવાનો આ ટ્રેક્ટર રેલીમાં જોડાશે૨૮મી નવેમ્બરે મહાત્મા જ્યોતિરાવ ફુલે ના નિર્વાણ દિવસે ખાસ કાર્યક્રમો સહિતની જાહેરાતો કરી ખેડૂત નેતાઓએ સરકારને ભીડવવા માટે ખાંડા ખખડાવવા નું શરુ કર્યું છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.