વિશ્ર્વનો આનંદ ઢૂંઢતી જોગણ, ફાગણી આવી… ફાગણી એટલે હોળી… ધૂળેટી…
આપણા હિન્દુ સમાજમાં, એટલે કે આર્યાવર્ત વખતે અને વેદિકકાળ વખતે મનુ ભગવાને ચાર વર્ણની જે સમાન વ્યવસ્થા સ્થાપી હતી તેમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર, એમ ચાર વર્ણ હતા.
બ્રાહ્મણનો ધર્મ (કર્તવ્ય) સમાજના સંસ્કારોને સાંસ્કૃતિક મૂલ્યોનું સંરક્ષણ કરવાનો હતો. ક્ષત્રિયોનો ધર્મ અને ક્ષત્રિયોનું કર્મ પ્રજાનુંઅને પ્રદેશનું રક્ષણ કરવાનો હતો.
વૈશ્યોના ધર્મકર્મ વ્યાપાર-રોજગારનો વિકાસ કરવાનો હતો. શૂદ્રોના ધર્મ-કર્મ સમાજલક્ષી સફાઈ, સ્વચ્છતા અને ચોખ્ખાઈ જાળવવાનું અને કચરાપટ્ટી હટાવી લઈને તંદુરસ્તી તેમજ આરોગ્યની જાળવણીનું વાતાવરણ કાયમ કરવાનો હતો.
આ વ્યવસ્થામાં ચારેય વર્ણો માટે તેમના ધર્મકર્મને અનુરૂપ સાંસ્કૃતિક તહેવારો નકકી કરવામાં આવ્યા હતા. એ મુજબ, બ્રાહ્મણનો તહેવાર તે બળેવ, ક્ષત્રિયોને તહેવાર તે વિજયાદશમી-દશેરા, વૈશ્યોનો તહેવાર દિવાળી અને શૂદ્રોનો તહેવાર હોળી-ધૂળેટી…
આમ ચાર મુખ્ય તહેવારો હતા.-ચાર પર્વો હતા.
આ તહેવારોને ઋતુઓની સાથે સાંકળવામાં આવ્યા હતા.
આપણે થોડા જ દિવસોમાં જે તહેવાર ધામધૂમથી અને રંગેચંગે ઉજવવાના છીએ અને આપણો આખો સમાજ તથા શહેરે શહેર, નગરે નગર અને નાના મોટા તમામ ગામડાઓ જેમાં હોંશે હોંશે ભાગ લેવાના છે તે હોળી-ધૂળેટીનો તહેવાર છે શૂદ્રોનો તહેવાર છે.
અહીં શૂદ્રોનો અર્થ ‘હલકા લોકો’જેવો નથી જ. આર્થિક રીતે, ભણતરની રીતે, સંસ્કૃતિ-સંસ્કારના’ મૂલ્યોની જાણકારી તથા જાળવણીની બાબતમાં પછાત રહ્યા હોય પણ શ્રમ-ઉધમની બાબતોમાં ગણનાપાત્ર હોય એવા લોકો શૂદ્રોની પંકિતમાં મૂકાયા હતા. અસ્પૃશ્યતા અને અછૂતતાના અનર્થો તો બદલતા રહેલા સમાજમાંથી નિષ્પન્ન થયા હતા એક તબકકે આ અસ્પૃશ્યતા અને છૂતાછત આખા હિન્દુ સમાજ અને દેશને માટે કલંકસમા બન્યા હતા.
બી.આર. આંબેડકર અને મહાત્મા ગાંધીએ આવી અસ્પૃશ્યતા અને માનવમાનવ વચ્ચે છૂતાછૂતના અનિષ્ટનો સખ્ત વિરોધ હતો અને તેને ખતમ કરીને જ જંપ્યા હતા.
મનુ ભગવાને તેમના મનુસ્મૃતિમાં ‘શૂદ્ર’નો જે વર્ણ દર્શાવ્યો હતો તે આ અનિષ્ટથી સંપૂર્ણ પણે પર હતો. હોળી-ધૂળેટીનો તહેવારજે રીતે ઉજવાય છે તેમાં મનુસ્મૃતિનાં વર્ણની છાંટ સુધ્ધાં દ્રષ્ટિગોચર થતી નથી.
‘હોળી’ના તહેવારની સાથે હિરણ્યકશ્યપ રાક્ષસ, તેના દીકરા પ્રહલાદ, તેની બહેન હોલિકા અને નાસ્તિકતા, આસ્તિકતા, ધાર્મિકતા-અધાર્મિકતા, ભકિતભાવ, ભગવાનમાં શ્રધ્ધા અને ધર્મભાવનાવિજયની કથા ચાલી આવે છે.
હિરણ્યકશ્યપ રાક્ષસીવંશનો હતો. તેનો પુત્ર પ્રહલ્લાદ ભગવાનની ભકિતની અગાધ શકિતમાં મજબૂત વિશ્ર્વાસ ધરાવતો હતો.
એક તબકકે પ્રહલ્લાદ અને ભગવાનનું વરદાન ધરાવતા હિરણ્ય કશ્યપ વચ્ચે આસિકતા-નાસિકતા સંબંધી સંઘર્ષ થયો. હિરણ્ય કશ્યપે તેની બેન હોલિકાને પ્રલ્લાદનો ધ્વંશ કરવાની આજ્ઞા કરી હતી.
હોલિકા તેના શરીરમાંથીઅગ્નિ પેદા કરવાની અને ખોળામાં બેસાડેલા પ્રહલાદને સળગાવીને ભસ્મીભૂત કરી દેવાની વરદાનભરી દિવ્ય શકિત ધરાવતી હતી.
પિતાની આશા મુજબ તેણે પ્રહલ્લાદને ખોળામાં બેસાડીને ભસ્મીભૂત કરવાનો ઘાટ ઘડયો. પણ એની વરદાની શકિત પ્રહલ્લાદને બદલે તેના ઉપરજ આવી પડી અને તે ભસ્મીભૂત થઈ ગઈ. આ ઘટનાને અનુલક્ષીને ‘હોળી’નો તહેવાર ઉજવાય છે. અનિષ્ટ તત્વોને હોળીમાં ભસ્મીભૂત કરી દેવાનો, ફગાવી દેવાનો અને પાપમૂકત બનીને પવિત્ર જીવન જીવવાનો ઉપદેશ આમાંથી મેળવવાનો છે.
બીજી એક વાત એવી છે કે, ગામડાના લોકો ખેતરોમાં સામૂહિક શ્રમ કરીને પાક મેળવ્યો તેનો સામૂહિક આનંદ માણવાનો આ અસસર છે.
હોળીને ફેરા ફરવામાં એવી માન્યતા છે કે, એ જે કાંઈ હાનિકર્તા તત્વો શરીરમાં અને હવામાનમાં હોય તેનો નાશ થાયછે.
હોળીની નીચે ઘઉં-ચણા મૂકીને એનો પ્રસાદ કરવામાં આવે છે તે ઈશ્ર્વરે બક્ષેલા નવા પાકનો પ્રસાદ છે અને પ્રભુની કૃપાનો આભાર છે. ‘હોળી’નો તહેવાર શિયાળાની ઋતુ બાદ ઉનાળશનો-ગ્રિષ્મઋતુના આરંભનો તહેવાર
ટોપરૂ, દાળિયા, ધાણી ખજૂર, પતાસા વગેરે જે ચીજો હોળી સાનિધ્યમાં ખાવામાં આવે છે તે શરીરને શિયાળાની ઠંડીની અસરમાંથી મૂકત કરીને નવી ઋતુ માટે સજજ થવાનું અને ઉષ્મા પામવાના પ્રતીક રૂપ છે.
ઉજાણીનો અને મુકત પણે રંગેચંગે મોજ માણવાનો અવસર છે. ‘અબતક’ સૌને આ તહેવારમાંથી જોઈતું બધુંજ મળી રહે એવી પ્રાર્થના કરે છે.