આંખની ખામીવાળા બાળકોના માટે નાક, કાન, જીભ અને ચામડી જેવી ઇન્દ્રીય મહત્વની ભૂમિકા ભજવે છે : સામાન્ય બાળક ૮૦ ટકા જ્ઞાન આંખની મદદ દ્વારા મેળવે છે
માનવીના જીવનમાં આંખ, કાન, નાક જેવી વિવિધ શરીર રચના તેના વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે. ૧૯૯૫માં દેશમાં વિકલાંગ ધારા લાગુ કરવામાં આવ્યો, અત્યારે તો જુદી જુદી ર૧ કેટેગરીનો સમાવેશ કર્યો છે. તેમનાં શિક્ષણ શૈ. કિટ વિવિધ સાધન સહાય જેવી તમામ વસ્તુઓ સરકાર વિનામૂલ્યે આપી રહ્યા છે. શિતળા, રકતપિત, પોલીયો જેવી સમસ્યા નાબુદ કરી પણ જેને આ યાતના છે તેમના પ્રત્યે સરકારી અભિગમ શ્રેષ્ઠ છે. રેલ્વે- બસમાં ફ્રિ ઓળખીયે છીએ, દ્રષ્ટિની ખામી સૌથી કપરી છે, હવે ‘દિવ્યાંગ’થી ઓળખીયે છીએ, દુનિયાના રંગો કેમ જોઇ શકે, વર્ષો પહેલા આવી જ વાત સાથેની ‘નવરંગ’ ફિલ્મ આવી હતી.
આજે વિજ્ઞાને પ્રગતિ કરી છે, ત્રાસી આંખ સીધી થઇ શકે છે. ચક્ષુદાનની જાગૃતિ આવતા ઘણા લોકો આંખનું દાન કરવા લાગ્યા છે. તેથી દ્રષ્ટિહીનને નવજીવન મળી રહ્યું છે. તેના વિવિધ મંડળો થતાં હવે તેના માનવીય અધિકારોનું રક્ષણ થઇ રહ્યું છે. આજકાલ ટીવી, મોબાઇલ નું વધતા ચલણને કારણે પણ આવા ખામીવાળા બાળકો વધી રહ્યા છે.
૧૯૯૫ના વિકલાંગ ધારા મુજબ વ્યાખ્યા:-
સારવાર પછી અથવા પ્રમાણિત વક્રીભવનક્ષમ ક્ષતિમાં સુધારો કર્યા પછી પણ જો દ્રષ્ટિની ખામી રહી જાય અને આવી વ્યકિત યથાયોગ્ય સહાયક સાધન વડે દ્રષ્ટિનો ઉપયોગ કાર્યના આયોજન અને અમલ માટે કરતી હોય અથવા કરવાને ‘અક્ષમ’ હોય
ઠ.ઇં.ઘ. (વિશ્ર્વ આરોગ્ય સંસ્થા) એ ૧૯૯૨માં આપેલી વ્યાખ્યા મુજબ દ્રષ્ટિક્ષતિને ત્રણ પ્રકારનાં વહેચવામાં આવી છે.
(૧) સંપૂર્ણ અંધ:-
જેઓને દ્રષ્ટિનો સંપૂર્ણ અભાવ હોય તેઓને સંપૂર્ણ અંધ કહેવામાં આવે છે. આ ઉ૫રાંત ૬/૬૦ ની દ્રષ્ટિ ક્ષમતા ધરાવતી વ્યકિતને સંપૂર્ણ અંધ ગણી શકાય.
(ર) અંશત અંધ:-
જેઓની દ્રષ્ટિક્ષમતા ૩/૬૦ – ૬/૬૦ હોય તેઓને અંશત: અંધ ગણવામાં આવે છે.
(૩) અલ્પ દ્રષ્ટિ:-
જેઓની દ્રષ્ટિક્ષમતા ૬/૬૦ થી ૧૮/૬૦ હોય તેઓન અલ્પ દ્રષ્ટિ ગણવામાં આવે છે. આમ, વ્યાખ્યાને આધારે દ્રષ્ટિની ક્ષતિને માપી શકાય છે.
શું દ્રષ્ટિની ખામી ઓળખી શકાય?:-
હા, દ્રષ્ટિ ખામીને ઓખળી શકાય છે. જો બાળક સામાન્ય બાળક કરતાં જુદા પ્રકારનું વર્તન કરે તો માતા-પિતાએ સજાગ થવાની જરૂર છે. બાળકની દ્રષ્ટિની ખામીને સમજવાની જરૂર છે. બાળકમાં જો નીચે આપેલા લક્ષણોમાંથી કોઇ લક્ષણ જોવા મળે તો તેને દ્રષ્ટિની ખામી હોવાનો સંભવ છે.
* વારંવાર આંખ લાલ થઇ જવી
* વારંવાર આંખ ભીની થઇ જવી
* પ્રકાશની દિશામાં આંખ-માથું ફેરવવું
* વારંવાર આંખો ચોળવી
* દૂરની વસ્તુ જોવામાં તકલીફ અનુભવવી
* વાંચતી વખતે ચોપડી નજીક અથવા દૂર રાખીને વાંચવી
* નાની વસ્તુને જોવામાં તકલીફ પડવી
* વધારે પ્રકાશમાં બરાબર ન જોઇ શકવું
* વારંવાર આંખો પટપટાવવી
* આંખની કીકી પર સફેદ ડાઘ હોવો
* ૧ મીટર દૂરથી આંગળાઓ કે વસ્તુઓ ન ગણી શકવા
* આંખમાં બળતરા કે ખંજવાળ અંગે વારંવાર ફરિયાદ કરવી
* દૂરની વસ્તુના મૂળ સ્થાન જાણવામાં તકલીફ રહેવી
* આંખ ત્રાંસી હોવી
* શાળામાં કાળા પાટિયા પરની નોંધ વાંચતી કે લખતી વખતે બીજાની મદદ લેવી (બાજુમાં બેઠેલા વિઘાર્થીને વારંવાર પૂછવું)
* ભરતકામ કે સીવણ કામ જેવા બારીકાઇથી કરવાના કાર્ય દરમ્યાન માથુ દુ:ખવાની ફરિયાદ હોવી
* આંખ ઝીણી કે મોટી હોવી
* વધુ વાંચન દરમ્યાન માથું દુ:ખવાની કે આંખમાંથી પ્રવાહી (પાણી) નીકળવાની ફરિયાદ હોવી
શું દ્રષ્ટિહીન બાળકને શિક્ષણ આપી શકાય છે?:-
હા, દ્રષ્ટિહીન બાળકને શિક્ષણ આપી શકાય છે. આ બાળકને યોગ્ય કેળવણી કે માર્ગદર્શન સમાજ, માતા-પિતા અને શિક્ષક તરફથી મળે તો તે સમાજમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી શકે છે. બાળક સામાન્ય હોય કે દ્રષ્ટિહીન, બંનેના જીવનમાં શિક્ષણનું મહત્વ સમાન છે. દ્રષ્ટિહીન બાળકને બે રીતે શિક્ષણ આપી શકાય છે.
નિવાસી શાળા:-
સામાન્ય ભાષામાં જે શાળા દ્રષ્ટિહીન બાળકોની રહેવા, જમવા અને શિક્ષણની જરૂરિયાતો સંતોષી શકે તેવી શાળાને નિવાસી શાળા કહેવાય છે. નિવાસી શાળાઓમાં તબીબી, શૈક્ષણિક, મનોરંજન, સામાજિક, વ્યાવસાયિક વગેરે સેવાઓનો સમાવેશ કરવામાં આવે છે. આ શાળામાં બાળકને શિક્ષણ સહાયક સાધનો, વિશિષ્ટ સાધનો હંમેશા જરૂર પડે ત્યારે મળી શકે છે. આ શાળાના નિર્માણ વખતે મકાન, મેદાન તથા અવરજવર બાબતે દ્રષ્ટિહીન બાળકોની વિશિષ્ટ જરૂરિયાતોને ઘ્યાનમાં લેવામાં આવે છે.
સંકલિત શિક્ષણ:-
દ્રષ્ટિહીન બાળકને તેના ઘર કુટુંબ સમાજ વચ્ચે રહી તેના ગામમાં કે ઘરની નજીકની સામાન્ય શાળામાં સામાન્ય બાળકો સાથે અભયાસ કરાવવામાં આવે છે. આ પઘ્ધતિમાં બાળકને પ્રવાસી શિક્ષક મદદરૂપ થાય છે. પ્રવાસી શિક્ષણ દ્રષ્ટિહીન બાળકને શિક્ષણના સહાયક સાધનોના ઉપયોગ બાબત વિશિષ્ટ તાલીમ આપે છે. સંકલિત શિક્ષણમાં પ્રવાસીની ભૂમિકા ખૂબ જ અગત્યની છે. પ્રવાસી શિક્ષક આ શિક્ષણ પઘ્ધતિમાં બાળક અને શિક્ષક તથા બાળક અને માતા-પિતા વચ્ચે સેતુરુપ કામગીરી બજાવે છે.
દ્રષ્ટિહીન બાળકના શિક્ષણમાં આ બંને શિક્ષણ પઘ્ધતિઓ અસરકારક સાબિત થઇ છે.
દ્રષ્ટિહીન બાળકને રિસોર્સ રૂમ પર લઇ જવાથી ફાયદો થઇ શકે?:-
* દ્રષ્ટિહીન બાળકોને રિસોર્સ રૂમ (સંશાધન કક્ષ) પર લાવવાથી આ બાળકો એમના જેવા જ બીજા બાળકો સાથે વાર્તાલાપ કરી શકે છે.
* સંકલિત શિક્ષણ પઘ્ધતિમાં સામાન્ય શાળામાં બાળકને મર્યાદિત સાધનો વડે શિક્ષણ આપવામાં આવે છે, જયારે રિસોર્સ રૂમમાં બાળકને વિશિષ્ટ સાધનોનો ઉપયોગ શકય બને છે. દા:ત એબેકસ, બ્રેઇલર વગેરે
* રિસોર્સ રૂપ પર આવેલા વાલી-વાલી વચ્ચે સંપર્ક થતાં આત્મીયતા કેળવે છે. બાળકના પ્રશ્ર્નો અંગે ચર્ચા વિચારણા કરવાનું શકય બને છે તથા વધુ સારું પરિણામ મેળવવા અંગે કાર્યશીલ બની છે.
* દ્રષ્ટિહીન બાળકમાં રહેલી લઘુતાગ્રંથિ દૂર થાય છે અને તે આત્મવિશ્ર્વાસ કેળવી શકે છે.
* રિસોર્સ રૂમ પર બાળકને રમત ગમત, સાંસ્કૃતિક કાર્યક્રમ વગેરે જેવી ઇતર પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરી શકાય છે.
* સામાન્ય શાળાની મર્યાદાને ઘ્યાનમાં રાખતાં ન આપી શકાય તેવા નકકર અનુભવો રિસોર્સ રૂમ પર આપવા શકય બને છે.
* રિસોર્સ રૂમ પર બાળકને બ્રેઇલ વાંચન-લેખનની પૂર્વ તૈયારી કરાવી શકાય છે.
* રિસોર્સ રૂમમાં વાલીના સહયોગથી બાળકના શિક્ષણમાં આવતી સમસ્યાઓ નિવારી શકાય છે.
* દ્રષ્ટિહીન બાળકના શિક્ષણમાં હકારાત્મક વલણ દાખવતા માતા-પિતાને જોઇને વાલીઓ પોતાની જવાબદારી સ્વીકારતાં જાય છે.
* શિક્ષણ રિસોર્સ રૂમ પર લાવવામાં આવેલા બાળકની વ્યકિતગત સમસ્યા પર ઘ્યાન કેન્દ્રિત કરી શકે છે.
* રિસોર્સ રૂમ પર તહેવારોની ઉજવણી દ્વારા તહેવારો વિશેનું જ્ઞાન આપી શકાય છે.
* દ્રષ્ટિહીન બાળકને રિસોર્સ રૂમ પર ચેસ, બોલ, પાસિગ વગેરે જેવી રમાડી શકાય છે.
* રિસોર્સ રૂમ પર સ્પર્ધાત્મક પ્રવૃત્તિઓ યોજવામાં આવે છે, જેથી બાળક પોતાની ક્ષમતા સિઘ્ધ કરી શકે છે.
દ્રષ્ટિહીન બાળકનો સર્વાગી વિકાસ કઇ બાબતો પર આધાર રાખે છે?:-
દ્રષ્ટિહીન બાળક સર્વાગી વિકાસ માટે જ્ઞાનેન્દ્રિયોના વિકાસ પર આધાર રાખે છે. સામાન્ય બાળકના વિકાસમાં આંખ, કાન, નાક, જીભ અને ચામડી આ દરેક ઇન્દ્રિય, વિશિષ્ટ ભાગ ભજવે છે. દ્રષ્ટિહીન બાળકના વિકાસમાં નાક, કાન, જીભ અને ચામડી આ ચાર ઇન્દ્રિય મહત્વની ભૂમિકા ભજવે છે. કારણ કે આ બાળક દ્રષ્ટિથી (આંખથી) વંચિત હોય છે. સામાન્ય બાળક જે બાબતો જોઇને શીખે છે તે આ બાળક શીખી શકતો નથી. સામાન્ય બાળક ૮૦ ટકા જ્ઞાન આંખની મદદ દ્વારા મેળવે છે.
દ્રષ્ટિહીન બાળકના સર્વાગી વિકાસ માટે તેને નીચે આપેલ વિશિષ્ટ કૌશલ્યોમાં પારંગત કરવો જરૂરી છે.
* ઓરિયેન્ટેશન અને મોબિલિટી (આકલન અને હલનચલન)
* ઇન્દ્રિય તાલીમ
* દૈનિક ક્રિયાઓ વિશેનું જ્ઞાન
* શૈક્ષણિક સાધનો
* રમતગમત અને સંગીત
* સામાજિક પુનર્વસન
* આર્થિક પુનર્વસન
દ્રષ્ટિહીન બાળકોના વિવિધ સાધનો
(૧) વોકિંગ સ્ટીક
(ર) બ્રેઇલર
(૩) બ્રેઇલ કીટ
(૪) બ્રેઇલ પુસ્તકો
(પ) ટોકિંગ કેલ્કયુલેટર
(૬) બ્રેઇલ ઘડિયાળ
(૭) ટેપ રેકોર્ડર
(૮) ખાસ પ્રકારનો મોબાઇલ