અત્યારે બજારમાં નવા-નવા સ્માર્ટફોન આવી રહ્યા છે કંપની સસ્તી કિંમતનાં ફોનમાં વધુ સગવડતા આપી રહી છે. પરંતુ તેનું નુકશાન ફોન મેન્યુફેક્ચરીંગની ક્વોલીટી પર પડે છે. વારંવાર ફોનની બેટરી ફાટવાના સમાચાર આવે છે. ફોનમાં બેટરીની સમસ્યા થવી એ સામાન્ય થઇ છે. ફોનની બેટરી ફાટવાથી ઘણા નુકશાન થાય છે. તો અહિં અમે જણાવીશું કે કેટલાંક એવા લક્ષણો જે દર્શાવે છે. ફોન બ્લાસ્ટ થવાનાં સંકેતો….
– જો તમારો ફોન હિટ આપવા લાગે તો એ લક્ષણથી સમજવું કે બેટરી ફાટી શકે છે.
– બેટરી સ્પેલીંગનો મતલબ છે કે જો બેટરી ફુલ રહે છે તો તમારું બેક પેનલ ઉંચુ થઇ જશે જેના પર ધ્યાન આપવું જરુરી છે. વધુ સમય આ પરિસ્થિતિ રહે તો ફોન ફાટી શકે છે.
– જો તમે ચાર્જીગ દરમિયાન તમારા ફોનનો ઉપયોગ કરો છો તો સાવધાન થઇ જાવ. કારણકે એવું કરવાથી તમારો ફોન ઓવર હિટ થવાથી બ્લાસ્ટ થાય છે.
– જો તમે તમારો ફોન ગરમ જગ્યાએ રાખીને ચાર્જ કરો છો તો તે ઓવર હીટ થવાથી પણ બ્લાસ્ટ થઇ શકે છે.
– જો તમારો સ્માર્ટફોન પાણીમાં પડી જાય છે તો તેનો જલ્દી કોઇ ફોન રીપેરીંગ શોપમાં દેખાડો કારણ કે જો તમે એવું ધ્યાન નહિં આપો તો તમારી આ બેદરકારીથી શોર્ટ સર્કિટ થઇ ફોન બ્લાસ્ટ પણ થઇ શકે છે. એટલે જો ફોનનો ઉપયોગ કરવામાં સાવધાની આપી શકે છે. સુરક્ષા જેનાથી ફોન બ્લાસ્ટ થવાની કે અન્ય કોઇ બાબતે મુશ્કેી નથી રહેતી……